Home /News /dharm-bhakti /Good Luck Signs: રસ્તામાંથી મળેલી કઈ વસ્તુ શુભ ગણાય, કઈ અશુભ?

Good Luck Signs: રસ્તામાંથી મળેલી કઈ વસ્તુ શુભ ગણાય, કઈ અશુભ?

રસ્તામાંથી મળતી વસ્તુઓનું શું કરવું?

Good Luck Signs: જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર મુજબ અમુક વસ્તુઓ રસ્તામાં મળે તો તે ખૂબ શુભ સાબિત થાય છે. આ વસ્તુઓમાં સિક્કા, સ્વસ્તિક, ઘોડાની નાળ અને શંખનો સમાવેશ થાય છે. આ વસ્તુઓ મેળવવી એ જીવનમાં સારા નસીબ, સુખ અને સમૃદ્ધિની નિશાની છે.

વધુ જુઓ ...
મુંબઈ: ભાગ્ય ગમે ત્યારે ચમકી શકે છે અને ભાગ્ય ચમકવાની શરૂઆત થાય ત્યારે તેના સંકેત પણ મળવા લાગે છે. આ સંકેતોને સમજવા માટે જ્યોતિષ અને વસ્તુ શાસ્ત્ર ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ બંને શાસ્ત્રોમાં રાત્રીના સપનાથી લઈ આસપાસ થતી ઘટનાઓ સહિતના ભાગ્ય ચમકવાના સંકેત બાબતે વિગતવાર માહિતી આપવામાં આવી છે. રસ્તામાં ચાલતી વખતે ક્યારે સિક્કા, શંખ, સ્વસ્તિક જેવી શુભ વસ્તુઓ મળે છે. આ વસ્તુઓને શુભ સંકેત ગણી શકાય છે. ત્યારે આજે અહીં રસ્તામાં જોવા મળતા શુભ સંકેત અંગે જાણકારી આપવામાં આવી છે.

રસ્તામાંથી સિક્કા અને શંખ મળે તો શું થાય?


જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર મુજબ અમુક વસ્તુઓ રસ્તામાં મળે તો તે ખૂબ શુભ સાબિત થાય છે. આ વસ્તુઓમાં સિક્કા, સ્વસ્તિક, ઘોડાની નાળ અને શંખનો સમાવેશ થાય છે. આ વસ્તુઓ મેળવવી એ જીવનમાં સારા નસીબ, સુખ અને સમૃદ્ધિની નિશાની છે. જો તમને રસ્તામાંથી સ્વસ્તિકની નિશાની ધરાવતી કોઈ વસ્તુ મળે તો તેને ઉપાડીને નમન કરીને ઘરના આંગણા કે બગીચામાં દાટી દો. આવું ન કરવું હોય તો તે વસ્તુને પૂજા સ્થળમાં રાખો. જ્યારે ઘોડાની નાળને મુખ્ય દરવાજા પર મૂકો અને જો શંખ મળ્યો હોય તો તેને પૂજા કરવાની જગ્યાએ મૂકી દો. આવું કરવાથી થોડા દિવસોમાં જ તમારું નસીબ ચમકવા લાગશે.

રસ્તામાંથી મળેલી કઈ કઈ વસ્તુ શુભ ગણાય છે?


જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર નીકળો અને રસ્તામાં તમને પાણીથી ભરેલું વાસણ દેખાય તો તે પણ તમારા માટે શુભ સંકેત છે. એવું માનવામાં આવે છે કે, રસ્તામાં પાણીથી ભરેલું વાસણ જોવાથી જરૂરી કામમાં સફળતા મળવાની સંભાવના વધી જાય છે. આ ઉપરાંત તમે સવારે ઘરેથી નીકળી રહ્યા હોવ અને રસ્તામાં શેરડીનો ઢગલો દેખાય તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. શેરડીનું આવું અચાનક દેખાવું જીવનમાં સુખ અને સમૃદ્ધિનો સંકેત છે.આ પણ વાંચો: અહીં છોકરી માટે લગ્ન પહેલા માતા બનવું છે જરૂરી, નહીંતર મનાય છે અપશુકન

તેમજ બહાર સફેદ ગાય કે વાછરડાને દૂધ પીવડાવનાર ગાય મળે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેના કારણે દરેક કામમાં સફળતા મળે છે અને જીવનમાં કોઈ સારી ઘટના બનવાનો સંકેત આપે છે. સવારે ઘરની બહાર નીકળતા જ જો કોઈ ઝાડુ મારતું જોવા મળે તો તે માતા લક્ષ્મીની તમારા પર કૃપા થવાના સંકેત છે.
First published:

Tags: Astrology, Religion

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन