Good Friday 2022: આજે ગુડ ફ્રાઇડે પર વાંચો ઈસુ ખ્રિસ્તના 8 પ્રેરક વિચાર, જે બદલી શકે છે તમારું જીવન
Good Friday 2022: આજે ગુડ ફ્રાઇડે પર વાંચો ઈસુ ખ્રિસ્તના 8 પ્રેરક વિચાર, જે બદલી શકે છે તમારું જીવન
ગુડ ફ્રાઈડેને બ્લેક ફ્રાઈડે, હોલી ફ્રાઈડે અથવા ગ્રેટ ફ્રાઈડે કહેવાય છે. (Image: Shutterstock)
Good Friday 2022 Quotes: આજે ગુડ ફ્રાઈડે છે. આ દિવસે ખ્રિસ્તી સમુદાયના લોકો ચર્ચમાં એકઠા થાય છે, વિશેષ પ્રાર્થના કરે છે અને ઈસુ ખ્રિસ્ત (Jesus Christ)ના બલિદાન અને તેમના જીવનની અંતિમ ક્ષણોને યાદ કરે છે. આજે તમે ઈસુ ખ્રિસ્તના પ્રેરણાત્મક વિચારો વાંચીને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકો છો.
Good Friday 2022 Quotes: આજે ગુડ ફ્રાઈડે છે, જેને બ્લેક ફ્રાઈડે, ગ્રેટ ફ્રાઈડે અને હોલી ફ્રાઈડે તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ઈસુ ખ્રિસ્તને રાજદ્રોહના આરોપમાં વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા. તે દિવસે શુક્રવાર હતો, ત્યારથી આ શુક્રવાર ગુડ ફ્રાઈડે (Good Friday History) કહેવાય છે. આ દિવસે ખ્રિસ્તી સમુદાયના લોકો ચર્ચમાં એકઠા થાય છે, વિશેષ પ્રાર્થના કરે છે અને ઈસુ ખ્રિસ્તના બલિદાન અને તેમના જીવનની અંતિમ ક્ષણોને યાદ કરે છે. આજે ગુડ ફ્રાઈડેના અવસર પર તમે ઈસુ ખ્રિસ્તના પ્રેરણાત્મક વિચારો વાંચીને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકો છો.
2. તમારી પાસેથી જે માંગવામાં આવે, તેને આપી દેવું જોઈએ. જે તમારો સામાન લઈ જાય છે, તેને તે સામાન વિશે પૂછવામાં આવતું નથી. જેવો વ્યવહાર તમે બીજા દ્વારા પોતાના પ્રત્યે ઇચ્છો છો, તેવો જ વ્યવહાર તેમની સાથે કરવો જોઈએ.
3. તમે ગરીબ લોકોની સેવા કરો. કોઈની પાસેથી કંઈપણ મફતમાં ન લેવું. સ્વયંના પ્રાણ બચાવવાને બદલે બીજાના પ્રાણ બચાવવા જોઈએ.
4. એક ડોક્ટરની જરૂરિયાત તંદુરસ્ત લોકો માટે નથી, પરંતુ બીમાર લોકો માટે છે. એ જ રીતે હું પવિત્ર લોકો માટે નહીં, પણ પાપીઓના પશ્ચાતાપ માટે આવ્યો છું.
5. વ્યક્તિએ પોતાના દુશ્મનોને પણ પ્રેમ કરવો જોઈએ. તેમના માટે પણ આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, જે લોકો આપણને ત્રાસ આપે છે. આમ કરવાથી આપણે એ ઈશ્વરના સંતાન બની જશું, જે સ્વર્ગમાં છે. ઇશ્વર પોતાના પ્રકાશને દુષ્ટ અને સારા બંને પર સમાન રીતે નાખે છે.
6. કોઈએ પણ હિંસા, લાલચ, ચોરી અને વ્યભિચાર ન કરવો જોઈએ. દરેક વ્યક્તિને પ્રેમ કરવો જોઈએ.
7. લોકોએ માત્ર તેમના ભોજન માટે ન જીવવું જોઈએ. ઇશ્વરના મુખમાંથી નીકળતા દરેક શબ્દ પ્રમાણે જીવન જીવવું જોઈએ.
8. જો તમારે સારું જીવન વ્યતીત કરવું હોય, તો તમારી બધી સંપત્તિ ગરીબોને દાન કરી દો, તમને સ્વર્ગનો ખજાનો મળી જશે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર