Union
Budget 2023

Highlights

Home /News /dharm-bhakti /આ પાંચ પવિત્ર જગ્યાઓ પર રહે છે માતા લક્ષ્મી, તમે પણ જાણી લો

આ પાંચ પવિત્ર જગ્યાઓ પર રહે છે માતા લક્ષ્મી, તમે પણ જાણી લો

મા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય

Goddess lakshmi: માતા લક્ષ્મીને ધન-સંપદાની દેવી કહેવામાં આવે છે. માતા લક્ષ્મીના આગમન માટે પૂજા અને વ્રત કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલીક 5 પવિત્ર જગ્યા પણ છે જ્યાં માતા લક્ષ્મી નિવાસ કરે છે.

    માતા લક્ષ્મીને ધન-સંપદાની દેવી કહેવામાં આવે છે. માતા લક્ષ્મીના આગમન માટે પૂજા અને વ્રત કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલીક 5 પવિત્ર જગ્યાઓ છે જ્યાં માતા લક્ષ્મી નિવાસ કરે છે. લક્ષ્મીને ચંચળ કહેવામાં આવે છે, માટે એમની અવર-જવર જીવનમાં થતી રહે છે. પરંતુ કેટલીક એવી પવિત્ર જગ્યા પણ જણાવવામાં આવી છે જ્યાં માતા લક્ષ્મી નિવાસ કરે છે. માટે એમની પૂજા કરવી અને દર્શન કરવું ખુબ શુભ માનવામાં આવે છે.

    કમળ: બધા જાણે છે કે માતા લક્ષ્મી કમળમાં નિવાસ કરે છે. માટે એમની પૂજામાં કમળનું ફળ રાખવામાં આવે છે. માતા લક્ષ્મીના કેટલાક નામ કમળ પરથી જ છે, જેવા કે પદ્મિની, પદ્મપ્રિયા. માટે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે એમની પૂજામાં કમળનું ફૂલ રાખો.

    માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આજે જ લાવો આ વસ્તુ

    એવું પણ કહેવાય છે કે દેવી લક્ષ્મી ગાયની પીઠ પર રહે છે. હિંદુ ધર્મમાં ગાયની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે જે ગાયને ખવડાવે છે અને તેમની સેવા કરે છે તેના પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે. ઘણી જગ્યાએ લક્ષ્મી પૂજા તરીકે માતા ગાયની પીઠ પર હળદર અને સિંદૂર લગાવીને પણ પૂજા કરવામાં આવે છે. આ સિવાય ગુરુવારે માતા ગાયને લોટની રોટલી ખવડાવવામાં આવે છે.

    આ પણ વાંચો: Vastu Shastra: સાંજના સમયે ક્યારે ન કરવું જોઈએ આ કામ, થઇ જશો કંગાળ

    માતા લક્ષ્મીનું એક નિવાસ હાથી પણ છે. એવું કહેવાય છે કે મા લક્ષ્મી પણ હાથીના મસ્તક પર બિરાજમાન છે. તેથી જ હાથીને જોવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગજલક્ષ્મી પણ મા લક્ષ્મીનું જ એક સ્વરૂપ છે. મા લક્ષ્મીની તસવીરમાં તમે ગજને પણ જોયો હશે, જે તેમના પર પૈસા કે પાણી વરસાવતા જોવા મળે છે.

    આ પણ વાંચો: Vastu Tips: ઘરની આ નાની ગડબડ કરાવી દેશે મોટું નુકસાન, સમય રહેતા સુધારી લો



    મનુષ્યના હાથમાં પણ માતા લક્ષ્મીનો વાસ છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ સવારે ઉઠીને પોતાની હથેળીઓ જોઈને કપાળ પર લગાવે તો પણ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. વાસ્તવમાં માતા લક્ષ્મી કર્મ કરનારથી પ્રસન્ન થાય છે, આળસુ, ગંદકીમાં રહે છે તેમના પર મા લક્ષ્મીનો વાસ થતો નથી.

    બિલ્વ પત્રમાં માતા લક્ષ્મીનો વાસ જણાવવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે મા લક્ષ્મીની પૂજામાં બિલ્વપત્ર પણ રાખવું જોઈએ.
    Published by:Damini Patel
    First published:

    Tags: Dharm Bhakti, Goddess Lakshmi

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन