આ માતાજીના પરસેવાને તમે જોઇ લેશો, તો તમામ ઇચ્છા થશે પૂર્ણ

News18 Gujarati
Updated: February 3, 2020, 3:33 PM IST
આ માતાજીના પરસેવાને તમે જોઇ લેશો, તો તમામ ઇચ્છા થશે પૂર્ણ
દેવીપીઠ ભલેઇ માતા

દેવભૂમી હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાનું પ્રસિદ્ધ 'દેવીપીઠ ભલેઇ માતા'નું મંદિર.

  • Share this:
ધર્મભક્તિ ડેસ્ક : આપણે અનેક પ્રકારનાં ચમત્કારો અંગે સાંભળ્યું કે કદાચ જોયા પણ હશે. આપણે આજે એક એવા જ મંદિરની વાત કરવાનાં છે કે જ્યાં ભક્તોની મનોકામના માતાજી પુરી કરે છે. આ છે દેવભૂમી હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાનું પ્રસિદ્ધ 'દેવીપીઠ ભલેઇ માતા'નું મંદિર. આને નાના કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે.

માતાજીને પરસેવો થાય છે

આ મંદિર વિશે માનવામાં આવે છે કે, માતાજી જ્યારે પણ પ્રસન્ન થાય છે તો તેમની મૂર્તિમાંથી પરસેવો વહેવા લાગે છે. તે સમયે જેટલા પણ શ્રદ્ધાળુઓ ત્યાં હાજર હોય અને આ ચમત્કાર ને જોઈ લે તો તેઓની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મંદિરમાં થતા સાક્ષાત ચમત્કારને જોઈને ભારતના વૈજ્ઞાનિક પણ હેરાન છે કે, આખરે આ પરસેવો કેવી રીતે ઉત્પન્ન થાય છે. ઘણા વૈજ્ઞાનિકોએ આ રહસ્યને શોધવાની કોશિશ કરી પણ તેઓ નાકામ રહ્યા હતા.

આ પણ વાંચો : અહીં એક સિક્કાથી પ્રસન્ન થાય છે લક્ષ્મી માતા, ભરી દે છે ખુશીઓથી જોલી

પહેલા મંદિરમાં મહિલાઓનો પ્રવેશ નિષેધ હતો

પહેલાના સમયમાં આ મંદિરમાં મહિલાઓ માટે જાવાની મનાઈ હતી. તેઓને મંદિરના ઉંબરા સુધી જ આવવાની પરવાનગી હતી. પરંતુ બદલાતા સમયની સાથે સાથે આ પરંપરાનો પણ અંત આવી ગયો. હવે કોઈપણ પ્રકારનાં ભેદભાવ વગર દરેક ભક્તો અહીં દર્શન કરે છે અને તે સમયની ખૂબ આતુરતાથી રાહ જોવે છે જયારે માતાની મૂર્તિને પરસેવો આવે છે.આ પણ વાંચો : નવસારીમાં BAPS મંદિરમાં ધામધૂમથી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

મંદિરની સ્થાપના કઇ રીતે થઇ?

આ મંદિરની સ્થાપના કઇ રીતે થઇ તે અંગે આપણે જાણીશું. અહીંના પુજારીઓનું આ મંદિરની સ્થાપના વિશે કહેવું છે કે, ભલેઇમાં જ એક વાવડીમાં દેવી માતા પ્રગટ થયા હતા. તે સમયે તેમણે ચંબાનાં રાજા પ્રતાપ સિંહને સપનામાં દર્શન આપીને તેમને ચંબામાં સ્થાપિત કરવા માટેનો આદેશ આપ્યો હતો. રાજા જયારે મૂર્તિને લઈને જઈ રહ્યા હતા ત્યારે તેમને ભલેઇનું સ્થાન ખૂબ પસંદ આવી ગયું. જેને લીધે માતાએ ફરીથી રાજાના સપનામાં આવીને ભલેઇમાં જ પોતાને સ્થાપિત કરવા માટેનું કહ્યું. દેવીનો આદેશ માનીને રાજાએ ત્યાં જ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ જ કારણ છે કે, ભદ્રકાલ માતાનાં મંદિરનું નામ ભલેઇ પડ્યું. ઘણા લોકો માતા ભલેઇને 'જાગતી જ્યોત'નાં નામથી પણ જાણે છે.

First published: February 3, 2020, 3:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading