અહીં છે ભગવાન શ્રીકૃષ્ણના અસલી પદચિન્હ, કરો Videoથી દર્શન

News18 Gujarati
Updated: March 25, 2019, 7:34 AM IST
અહીં છે ભગવાન શ્રીકૃષ્ણના અસલી પદચિન્હ, કરો Videoથી દર્શન
પ્રતિકાત્મક તસવીર

લોકો દુનિયાના ખુણે ખુણામાંથી અહીં આવે છે, અને કૃષ્ણ મુરારીનો આશિર્વાદ લઈ ધન્યતા અનુભવે છે.

  • Share this:
ભારત કે દેશની બહાર પણ કેટલીએ એવી જગ્યાઓ છે, જ્યાં ધાર્મિક માન્યતા પ્રાપ્ત છે. આ જગ્યાઓ પર કા તો ભગવાન રૂપી ચિહ્નોએ કોઈ સમય પર પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી અથવા પછી આજે પણ એવી માન્યતા છે કે, પ્રભુ અહીં આવે છે.

ધાર્મિક માન્યતાઓથી બંધાયેલી એક જગ્યા નેપાળના કાઠમંડુમાં પણ છે. નેપાળને હિન્દુ દેશ જ કહેવામાં આવે છે, જેનુ સૌથી મોટુ કારણ એ છે કે, અહીં હિન્દુ ધર્મ દર્શાવતા વિભિન્ન ધાર્મિક સ્થળો છે.

નેપાળના કાઠમંડુમાં સ્થિત એક જગ્યા છે કપૂરધરા, આ જગ્યા ધાર્મિક ઉદ્દેશ્યથી જ ઓળખવામાં આવે છે. અહીં એવા કેટલાએ ધાર્મિક સ્થળો છે, જેના દર્શન કરવા વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.

આવા જ પવિત્ર સ્થળોમાં એક જગ્યા એવી છે, જ્યાં શ્રીવિષ્ણુના આઠમા અવતાર ભગવાન શ્રીકૃષ્ણના ચરણ ચિહ્ન છે. જીહાં, કહેવામાં આવે છે કે, સ્વયં મુરલીધર ક્યારેક અહીં આવતા હતા.સ્થાનિક લોકો અનુસાર, લગભગ 5000 વર્ષ પહેલા આ જગ્યા પર, જેને આજે કપૂરધરા કહેવામાં આવે છે, અહીં દુકાળ પડ્યો હતો. શ્રીકૃષ્ણ અહીં પધાર્યા અને તેમણે એક તીર જમીન તરફ છોડ્યું, આ તીર જ્યાં લાગ્યું ત્યાંથી જળનો ફૂવારો નીકળ્યો.આ પાણી એકદમ સ્વચ્છ હતુ અને કપૂરની જેમ બિલકુલ સફેદ હતું. આજ કારણ છે કે, આ જગ્યાને કપૂરધરાના નામે ઓળખવામાં આવે છે. આજે કપૂરધરામાં તે સ્થાન છે, જ્યાં શ્રીકૃષ્ણના પવિત્ર પદ્મ ચિહ્ન રહેલા છે. લોકો દુનિયાના ખુણે ખુણામાંથી અહીં આવે છે, અને કૃષ્ણ મુરારીનો આશિર્વાદ લઈ ધન્યતા અનુભવે છે.
First published: March 24, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading