શ્રાવણ માસ: ભગવાન શિવને કયા અભિષેકથી કઈ પ્રકારની મનોકામના પૂર્ણ થાય

News18 Gujarati
Updated: July 18, 2019, 8:02 AM IST
શ્રાવણ માસ: ભગવાન શિવને કયા અભિષેકથી કઈ પ્રકારની મનોકામના પૂર્ણ થાય
પ્રતિકાત્મક તસવીર

પોતાની મનોકામના અનુસાર, ભગવાન ભોલેનાથની વિશેષ પૂજા કરવામાં આવે છે.

  • Share this:
ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો શરૂ થઇ ગયો છે. આ પાવન માસમાં શિવ-પૂજનનું વિશેષ મહત્વ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, પોતાની મનોકામના અનુસાર, ભગવાન ભોલેનાથની વિશેષ પૂજા કરવામાં આવે છે. તો જોઈએ કઈ મનોકામના માટે શું ચઢાવવું જોઈએ ભગવાન શિવને..

દૂધ ચઢાવવાથી શું ફળ મળે છે - ભગવાન શિવને દૂધની ધારાથી અભિષેક કરવાથી મૂર્ખ પણ બુદ્ધિમાન થઈ જાય છે, ઘરમાં કલહ-કંકાસ શાંત થઈ જાય છે.

જળ ચઢાવવાથી શું ફળ મળે છે - જળની ધારાથી અભિષેક કરવાથી વિભિન્ન મનોકામનાની પૂર્તિ થાય છે

ધૃત એટલે કે ઘીની ધારાથી અભિષેક કરવાથી વંશનો વિસ્તાર, રોગોનો નાશ તથા નપુશંકતા દૂર થાય છે.

સંભોગ સુખ જોઈએ તો શું ચઢાવવું - અત્તરની ધારા ચઢાવવાથી કામ સુખ અને ભોગની વૃદ્ધિ થાય છે

મધના અભિષેકથી ટીબી રોગનો નાશ થાય છેઆનંદ જોઈએ તો, શેરડીના રસનો અભિષેક કરવાથી આનંદની પ્રાપ્તિ થાય છે

ગંગાજળથી અભિષેક કરવાથી તમામ પ્રકારના સુખ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે
First published: July 17, 2019
વધુ વાંચો
अगली ख़बर