શુ તમને પણ રાત્રી દરમિયાન સપનામાં આવે છે દેવી-દેવતાઓ? જાણો શું છે તેનો મતલબ ?

સપનામાં કયા ભગવાનને જોવાનો શું અર્થ થાય છે.

સ્વપ્ન શાસ્ત્ર (swapna shastra)માં સપનાનો અર્થ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જો તમને સપનામાં કોઈ દેવી-દેવતા દેખાય છે તો તેના પણ અલગ-અલગ અર્થ થાય છે.

  • Share this:
    ધર્મ ડેસ્ક: ધણીવાર રાત્રે સ્વપ્નમાં જોતા હોઈએ છીએ. આપણામાંના મોટા ભાગના સપનામાં એ જ વસ્તુઓ જુએ છે જે ખરેખર આપણા જીવનમાં બની રહી છે. તમને જણાવી દઈએ કે સ્વપ્ન શાસ્ત્ર (swapna shastra)માં સપનાનો અર્થ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જો તમને સપનામાં કોઈ દેવી-દેવતા દેખાય છે તો તેના પણ અલગ-અલગ અર્થ થાય છે. આવી સ્થિતિમાં, ચાલો આપણે તમને જણાવીએ કે સપનામાં કયા ભગવાનને જોવાનો શું અર્થ થાય છે.

    મા દુર્ગા જો આવે સપનામાં તો સમજો થશે સારુ કામ

    સપનામાં મા દુર્ગાને ક્રોધિત મુદ્રામાં જોયા હોય તો આ સ્વપ્ન શુભ માનવામાં આવતું નથી, તેનો અર્થ છે કે માતા તમારાથી નારાજ છે. પરંતુ જો તમે સપનામાં મા દુર્ગાને સિંહ પર સવારી કરતા જુઓ છો તો તેનો અર્થ એ પણ છે કે જલ્દી જ તમારા જીવનની સમસ્યાઓનો અંત આવવાનો છે.

    કેમ મહાદેવ આવે છે સપનામાં

    જો તમે સપનામાં ભગવાન શિવને જોયા છે, તો સ્પષ્ટ છે કે તમારા જીવનની સમસ્યાઓ ખૂબ જ જલ્દી દૂર થવા જઈ રહી છે. ભગવાન શિવ સ્વપ્નમાં આવતા તમામ મુશ્કેલીઓ દૂર કરવાનો સંકેત આપે છે. આ સાથે જો તમે તમારા સપનામાં શિવલિંગ જુઓ છો તો આ સપનું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સ્વપ્નને ઉન્નતિ, પ્રગતિ અને કીર્તિની પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે.

    આ પણ વાંચો: Diwali 2021: દિવાળીની રાત્રીએ જો આ જાનવર દેખાશે તો થશે આર્થિક લાભ, માલામાલ થવાનો ટૂચકો

    શ્રી રામ સ્વપ્નમાં આવે તો થશે પ્રગતિ

    ભગવાન રામનું સ્વપ્નમાં જોવું એ પણ ખૂબ જ શુભ છે, તેનો અર્થ એ છે કે તમને તમારા જીવનમાં પ્રગતિની તકો મળશે, પરંતુ આ એક સંકેત પણ છે કે તમારે તમારી ફરજો યોગ્ય રીતે નિભાવવી જોઈએ.

    કૃષ્ણ સ્વપ્નમાં આવે તો મળશે પ્રેમ

    જો તમે સ્વપ્નમાં ભગવાન કૃષ્ણને જોયા હોય, તો એવું કહેવામાં આવે છે કે તમારા જીવનમાં પ્રેમ આવવાનો છે, પછી તે મિત્રતા હોય, સંબંધ હોય કે અન્ય કોઈ પણ સ્વરૂપ હોય. એવું કહેવામાં આવે છે કે જો તમે કોઈના પ્રેમમાં છો, તો આ તમારા માટે ખૂબ જ શુભ સ્વપ્ન છે.

    આ પણ વાંચો: ડેન્ગ્યુમાં પપૈયાના પાનનો રસ કેટલો અસરકારક છે? જાણો શું કહે છે વિજ્ઞાન

    વિષ્ણુ પત્ની લક્ષ્મી સપનામાં આવે તો શુ છે તેનો અર્થ

    સ્વપ્નમાં દેવી લક્ષ્મીને કમળ પર બેઠેલા જોશો તો તે ખૂબ જ શુભ સ્વપ્ન માનવામાં આવે છે. આ સ્વપ્ન સંપત્તિનું પ્રતીક છે. એવું કહેવામાં આવે છે કે લક્ષ્મી માને સ્વપ્નમાં જોવાનો અર્થ એ છે કે તમે ક્યાંક રોકાયેલા પૈસા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે, તે લાભકારી સ્વપ્ન માનવામાં આવે છે.
    Published by:kuldipsinh barot
    First published: