ધર્મ ડેસ્ક: હિન્દૂ ધર્મમાં દરેક એકાદશીનું પોતાનું મહત્વ હોય છે. દરેક માસમાં બે એકાદશી આવે છે. માગશર માસમાં શુક્લ પક્ષની એકાદશીને મોક્ષદા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. આ વર્ષે મોક્ષદા એકાદશીનું વ્રત આજે 03 ડિસેમ્બર 2023ના રોજ છે. મોક્ષદા એકાદશી પર ગીતા જયંતિ પણ ઉજવવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં ગીતા જયંતિનું વિશેષ મહત્વ છે. માનવામાં આવે છે કે મોક્ષદા એકાદશીનું વ્રત રાખવાથી પૂર્વજોનો આશીર્વાદ પ્રાપ્ત થવા સાથે જ મોક્ષ મળે છે. આઓ જાણીએ છે મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિનો શું સબંધ છે અને એનું શું મહત્વ છે.
મોક્ષદા એકાદશી અને ગીતા જયંતી
પંડિત ઈન્દ્રમણિ ઘનશ્યાલ કહે છે કે મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિનો સંબંધ પૌરાણિક કથાઓમાં જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે જે દિવસે ભગવાન કૃષ્ણે અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, તે દિવસે માગશર મહિનાની શુક્લ પક્ષની એકાદશી હતી. તેથી જ આ દિવસે ગીતા જયંતિ ઉજવવામાં આવે છે.
મોક્ષદા એકાદશીના દિવસે ગીતાની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે અર્જુન યુદ્ધના મેદાનમાં પોતાના પ્રિયજનોને જોઈને વિચલિત થઈ ગયો હતો, ત્યારે શ્રી કૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપ્યો હતો અને તેને સંપૂર્ણ શક્તિ સાથે યુદ્ધ લડવા કહ્યું હતું. ગીતાના ઉપદેશ પછી જ અર્જુન કૌરવોને હરાવીને યુદ્ધ જીતી શક્યો.
પંડિતજી કહે છે કે ગીતા વ્યક્તિના મનના વિચારોને શુદ્ધ કરે છે. સાચા અને ખોટા વચ્ચેનો તફાવત ગીતામાંથી સમજાય છે. મોક્ષદા એકાદશી પર ગીતાની પૂજા કરવાનો નિયમ છે. તેની સાથે ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની પણ પૂજા કરવામાં આવે છે.
આ દિવસે ગીતા વાંચવું ખૂબ જ ફળદાયી છે. આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને પૂજા-અર્ચના કરવી અને વ્રતનું સંકલ્પ કરવું. પૂજા સમયે ભગવાન શ્રીકૃષ્ણને ધૂપ, દીપ, ગંધ, ફૂલ વગેરે અર્પણ કરો. તેનાથી શ્રી કૃષ્ણની કૃપા રહે છે.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર