ગિફ્ટ આપવી કે લેવી તમારા ગ્રહો ઉપર પાડે છે અસર, બર્બાદીથી બચવા આટલું રાખો ધ્યાન

News18 Gujarati
Updated: January 30, 2020, 11:00 PM IST
ગિફ્ટ આપવી કે લેવી તમારા ગ્રહો ઉપર પાડે છે અસર, બર્બાદીથી બચવા આટલું રાખો ધ્યાન
પ્રતિકાત્મક તસવીર

તમારી કોઈને આપેલી ગિફ્ટ તમને કંગાલ કે પછી ધનવાન બનાવી શકે છે. ગિફ્ટ આપવી અથવા લેવી અલગ અલગ ગ્રહો ઉપર અલગ અલગ અસર કરે છે.

  • Share this:
ધર્મભક્તિ ડેસ્કઃ સામાન્ય રીતે દોસ્તો કે સંબંધીઓને ગિફ્ટ આપતી વખતે આપણે તેમની પસંદ કે પછી આપણા ખીસા ઉપર ધ્યાન આપતા હોઈએ છે. પરંતુ શું તમે જાણો છો કે, તમારી કોઈને આપેલી ગિફ્ટ તમને કંગાલ કે પછી ધનવાન બનાવી શકે છે. ગિફ્ટ આપવી (gift effect) અથવા લેવી અલગ અલગ ગ્રહો (Planets) ઉપર અલગ અલગ અસર કરે છે. (Astrology)

સુર્યઃ- જો તમારી કુંડળીમાં સૂર્ય સારી સ્થિતિમાં હોય તો તાંબાની બનેલી વસ્તુ, માણિક્ય, પુરાતન મહત્વની વસ્તુ, વિજ્ઞાન સંબંધી વસ્તુ ગ્રહણ કરવી સારું રહેશે. જો કુંડળીમાં સૂર્ય નીચ કે ખબાર જગ્યા ઉપર હોય તો તમારે આ ચીજોની ગિફ્ટ આપવી લાભદાયી માનવામાં આવે છે. આવું ન કરવાથી પદઉન્નતિમાં રુકાવટ અને પિતાને કષ્ટ સંબંધિત ફળ મળી શકે છે.

ચંદ્ર: ચાંદીની વસ્તુઓ, ચોખા, સીપ, મોતી વગેરે ચીજો ચંદ્રમાની કારક માનવામાં આવે છે. આ બધી વસ્તુઓ કુંડળીમાં ચંદ્રમાની સ્થિતિ ખબાર હોવા ઉપર બીજાને ભેંટ કરવી જોઈએ, આવી વસ્તુઓને ગિફ્ટમાં ન લેવી જોઈએ.

મંગળઃ- જો કુંડળીમાં મંગળ ખરાબ સ્થાને છે તો બીજી વ્યક્તિ પાસેથી મીઠાઈનો ડબો ગિફ્ટમાં સ્વીકારન કરો. પરંતુ આવી સ્થિતિમાં મીઠાઈનો ડબ્બો બીજી વ્યક્તિને આપવામાં બિલકુલ સંકોચ ન કરો.

બુધઃ- જો કુંડળીમાં બુધની દશા ખરાબ હોય તો ક્યારે પણ બીજી વ્યક્તિને કલમ, રમકડા, ખેલકૂદનો સામાન દાન ન કરો. અન્યથા વેપારમાં અથવા નાની બહેનને તકલીફ થઈ શકે છે. કુંડળીમાં બુધ સારી જગ્યાઉ પર હોય તો આ બધી વસ્તુ લેવામાં સંકોચ ન કરો.

ગુરુઃ- જો તમારી કુંડળીમાં ગુરુની સ્થિતિ સારી કરવા ઈચ્છો તો તમે લોકોને ધાર્મિક પુસ્તકો, સોનાના બનેલા ઉપહાર, પીળા વસ્ત્રો, કેસર વગેરે દાન કરો. પરંતુ કુંડળીમાં ગુરુ શુભ ફાલદાતાના રૂપમાં વિરાજમાન છે તો આ ચીજોનું દાન કરવાથી ગુરુના ફળમાં કમી આવી શકે છે.શુક્રઃ- સુગંધિત દ્રવ્ય, રેશમી વસ્ત્ર, ચાર પૈડાના વાહન, સુખ-સુવિધાનો સામાન, સ્ત્રીઓના કામ આવનારી વસ્તુઓ દરેક ચીજો શુક્ર માટે કારગર માનવામાં આવે છે. જો કુંડળીમાં શુક્ર અશુભ ફળદાયી હોય તો આ બધી વસ્તુઓ વહેંચો પરંતુ ગ્રહણ ન કરો.

શનિઃ- જો કુંડળીમાં શનિની દશા ખરાબ હોય તો પાર્ટીઓમાં શરાબ પીવડાવવાથી બચો પરંતુ શનિ સારી સ્થિતિમાં હોય તો પાર્ટીઓમાં જાઓ પરંતુ સ્વયં આયોજન ન કરો.

રાહુઃ- વીજળીના ઉપકરણ, કાર્બન, દવાઓ આ બધી વસ્તુઓ સંબંધ રાહુથી હોય છે.

કેતુ:- ધાબડા, જૂત્તા, ચપ્પલ, ચપ્પુ, છરી, માછલીથી બનેલા વ્યંજન વગેરે વસ્તુઓ કેતુ સાથે સંકળાયેલી છે. વિપરીત લેન-દેન હોવાથી વ્યક્તિના કાનના રોગ, પગ ઉપર ઈજા અને પુત્રને પીડાનું કારણ બની શકે છે.
First published: January 30, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading