Home /News /dharm-bhakti /Shani Gemstone: શનિને પ્રિય છે આ રત્ન, ધારણ કરવા વાળા કોઈ દિવસ નહીં પડે પાછળ
Shani Gemstone: શનિને પ્રિય છે આ રત્ન, ધારણ કરવા વાળા કોઈ દિવસ નહીં પડે પાછળ
શનિને પ્રસન્ન કરવા માટે ધારણ કરો આ રત્ન
Gemstone to please shani dev: જ્યોતિષીઓ ગ્રહોની ખરાબ દશાને સુધારવા માટે તે ગ્રહ સંબંધિત રત્નો પહેરવાની ભલામણ કરે છે. આજે અમે તમને એવા જ એક રત્ન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે શનિદેવને પ્રસન્ન કરે છે.
ભારતીય જ્યોતિષ વિજ્ઞાનમાં રત્નોનું વિશેષ મહત્વ છે. રત્ન કોઈને કોઈ ગ્રહ સાથે સબંધિત હોય છે. સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે કોઈ પણ કામ ખુબ મહેનત અને શિદ્દતથી કરવા છતાં પણ સફળતા મળતી નથી. એવામાં આપણે પોતાને દોષ આપીએ છે. પરંતુ આ પાછળ ગ્રહોની ખરાબ દશા પર હોઈ શકે છે. ગ્રહોની ખબર દિશાને સુધારવા માટે જ્યોતિષીમાં ગ્રહ સબંધિત રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. આજે અમે તમને એવા જ રત્ન વિષે જણાવશુ જેનાથી શનિ પ્રસન્ન થાય છે.
રત્ન શાસ્ત્રમાં જામુનિયા રત્નનું વિશેષ મહત્વ છે. જમુનિયા એ શનિ ગ્રહનો રત્ન છે, જે ન્યાય અને માનવતાનો ગ્રહ છે. આ રત્ન ધારણ કરવાથી વ્યક્તિ પોતાના કામ પ્રત્યે વધુ સમર્પિત બને છે. રત્ન ધારણ કરવાથી વેપારમાં થતા નુકસાનથી રાહત મળે છે અને નોકરી અને કારકિર્દીમાં આવતી અડચણો દૂર થાય છે. નેગેટિવ એનર્જી ઘરથી દૂર રહે છે અને કરોડરજ્જુ, ઘૂંટણ કે હાડકાના દુખાવા જેવી સમસ્યાઓ દૂર થાય છે.
શનિ ગ્રહ સાથે સંબંધિત આ રત્ન ધારણ કરવા માટે શનિવારનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ રત્ન તેજસ્વી બ્લુ રંગનો છે. તે બિલકુલ નીલમ પથ્થર જેવું લાગે છે. પરંતુ તે તેની જેમ કિંમતી નથી હોતા માટે તેને ધારણ કરવું સરળ હોય છે.
કેવી રીતે ધારણ કરવું
આ શનિવારના દિવસે ચાંદીના લોકેટ કે વીંટીમાં ધારણ કરવું જોઈએ. આ રત્નને ધારણ કરવા પહેલા એને સરસવના તેલમાં ડુબાડી રાખો અને ત્યાર પછી ગંગાજળમાં શુદ્ધ કરી શનિ મંત્રનો 108 વખત જાપ કરો. એને હંમેશા ડાબા હાથની મધ્ય આંગળીમાં ધારણ કરવું જોઈએ.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર