ગૌતમ બુદ્ધે મૌલુંકપુત્રને એક વર્ષ ચૂપ રહેવાની શરત કેમ મૂકી અને તેનું શું આવ્યું પરિણામ?

ગૌતમ બુદ્ધે જણાવ્યું કે શું છે સાચું જ્ઞાન અને કેવી રીતે થાય છે પ્રાપ્તિ

ગૌતમ બુદ્ધે જણાવ્યું કે શું છે સાચું જ્ઞાન અને કેવી રીતે થાય છે પ્રાપ્તિ

 • Share this:
  એકવાર ગૌતમ બુદ્ધની પાસે મૌલુંકપુત્ર નામનો એક બ્રાહ્મણ આવ્યા. તેમની સાથે તેમના 500 શિષ્ય પણ હતા. તેઓ બુદ્ધને અસંખ્ય પ્રશ્નો પૂછવા માંગતા હતા. બુદ્ધે તેમને જોયા અને કહ્યું કે, મૌલુંકપુત્ર, હું તમારા દરેક સવાલનો જવાબ આપીશ, પરંતુ મારી એક શરત છે. મૌલુંકપુત્રએ કહ્યું કે, શરત જણાવો. બુદ્ધએ કહ્યું કે, શરત એ છે કે જવાબ જાણવા માટે તમારે એક વર્ષ ચૂપ રહેવું પડશે. જ્યારે તમારી અંદરનો ઘોંઘાટ બંધ થઈ જશે, ત્યારે તમે કંઈ પણ પૂછશો હું તમારા તમામ સવાલોના જવાબ આપીશ.

  બુદ્ધની આ વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત શિષ્ય સારિપુત્ર મોટેથી હસી પડ્યો. અચરજથી મૌલુંકપુત્રે તેના હસવાનું કારણ પૂછ્યું છે સારિપુત્રએ કહ્યું કે, હું પણ આવી રીતે જ આવ્યો હતો. મારી સાથે તો પાંચ હજાર શિષ્ય હતા અને હું તમારાથી પણ મોટો બ્રાહ્મણ હતો. એક વર્ષ ચૂપ રહ્યો અને અંતમાં મારી પાસે કોઈ સવાલ જ ન બચ્યો.

  આ વાત સાંભળી બુદ્ધે મૌલુંકપુત્રને કહ્યું કે, હું મારા વચનનો પાકો છું. વર્ષ પછી જવાબ ચોક્કસ આપીશ. એક વર્ષ પસાર થઈ ગયું અને મૌલુંકપુત્ર ધ્યાનમાં લીન થઈ ગયા. તેઓ એટલા મૌન થઈ ગયા કે મનની અંદર પણ વાતચીત ખતમ થઈ ગઈ.

  વર્ષના અંતિમ દિવસે બુદ્ધે તેમને સવાલ પૂછવા માટે કહ્યું. મૌલુંકપુત્ર હસ્યા અને કહ્યું કે, સારિપુત્ર સાચું કહેતા હતા. હવે મારી પાસે પૂછવા માટે કંઈ જ નથી. તેની પર બુદ્ધે કહ્યું, જો આપણે મનમાં સાચા નથી તો સમસ્યાઓ અને પ્રશ્ન થાય છે. આ બધું આપણા જૂઠથી ઊભું થાય છે, જેમ કે આપણા સપનાં ઊંઘથી જન્મે છે. મનની એક અવસ્થામાં પ્રશ્ન થાય છે અને બીજામાં ઉત્તર. મનમાં જ્યારે પ્રશ્ન થાય છે તો તે ઉત્તર નહીં ગ્રહણ કરે છે. મૌન આપણને મનની આવી અવસ્થા ઉપલબ્ધ કરાવે છે, જ્યાં ઉત્તર જ ઉત્તર હોય છે.

  આ પણ વાંચો, આ માતાજીના પરસેવાને તમે જોઇ લેશો, તો તમામ ઇચ્છા થશે પૂર્ણ
  Published by:Mrunal Bhojak
  First published: