ગૌરીવ્રત: શુ કરવું? શુ ન કરવું? પૂજન વીધી, મુર્હૂર્ત અને માહત્મ્ય

News18 Gujarati
Updated: July 10, 2019, 4:31 PM IST
ગૌરીવ્રત: શુ કરવું? શુ ન કરવું? પૂજન વીધી, મુર્હૂર્ત અને માહત્મ્ય
શુક્રવાર તા. 12 જુલાઈ, 2019 (અષાઢ સુદ 11, દેવશયની એકાદશી)થી કુંવારીકાઓ ગૌરીવ્રતનો પ્રારંભ કરશે

શુક્રવાર તા. 12 જુલાઈ, 2019 (અષાઢ સુદ 11, દેવશયની એકાદશી)થી કુંવારીકાઓ ગૌરીવ્રતનો પ્રારંભ કરશે

  • Share this:
અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)  - (મો) 706 999 8609

શુક્રવાર તા. 12 જુલાઈ, 2019 (અષાઢ સુદ 11, દેવશયની એકાદશી)થી કુંવારીકાઓ ગૌરીવ્રતનો પ્રારંભ કરશે. નિર્દોષ ભક્તિનો આ રૂડો અવસર છે. મને કહેવામાં સ્હેજ પણ સંકોચ નથી થતો કે, સવારના સમયે જ્યારે બાલિકાઓ અને નારીઓ શિવજીના મંદિરમાં શિવ-પાર્વતીની પૂજા કરતી હોય છે ત્યારે એ પૂજા કરતી દિકરીઓના દર્શન કરવાથી આપણા પણ સર્વ પાપ નષ્ટ થઈ જાય.

રવિવાર તા. 14 જુલાઈ 2019, , અષાઢ સુદ એકાદશીથી અષાઢ સુદ પૂર્ણિમા સુધી બાલિકાઓ હોંશભેર ગૌરીવ્રત રાખશે. બાલિકાઓ પોતાની માતા અથવા દાદીમા સાથે બેસીને એક માટીના નાના કૂંડામાં કે વાંસની છાબડીમાં જવારા વાવશે. અહીં મુખ્ય ધાન જવની સાથે ઘઉં, તુવેર, મગ, ચોળા, તલ અને ડાંગર એ સાત ધાન્યને માટી અને છાણિયા ખાતર સાથે મિશ્ર કરે છે. પાંચ દિવસ સળંગ દિકરીઓ કુમકુમ અને અક્ષતથી જવારાનું પૂજન કરે, દિપપ્રાગટ્ય કરે અને નિર્દોષમનથી શિવ-પાર્વતીને વંદન કરે. ગૌરીવ્રત ધારણ કરેલી દિકરીઓ એક જ સમયે, એક આસને બેસીને મોળું ભોજન કરી વ્રતને અખંડ રાખે છે. આ પાંચ દિવસ ભક્તિભાવથી વ્રત રાખીને અષાઢ સુદ પૂર્ણિમાએ વ્રત પૂર્ણ કરે છે. પૂર્ણાહૂતિના દિવસે દિકરીઓ રાત્રે જાગરણ કરે છે અને બીજા દિવસે જ્વારાને નદિમાં વિસર્જીત કરે છે.

ગૌરીવ્રતના પવિત્ર દિવસોમાં શું ? કરવું અને શું ન કરવું ?

  • જ્યોતિષ શાસ્ત્ર મુજબ હાલ કુલ ત્રણ ગ્રહ ગુરૂ, બુધ અને શનિ વક્રી ભ્રમણ કરી રહ્યા છે. માટે, આપની દિકરી જો હઠે ચઢે તો તેને પ્રેમથી મનાવી લેજો.

 

  • જો ભૂલમાંથી રાંધેલું ભોજન જમી લો તો તેને અપશુકન ન સમજતા પણ શિવ-પાર્વતીની માફી માંગી વ્રત ચાલુ જ રાખવું.


 

  • જે પતિ-પત્નીને સંતાન પ્રાપ્તિમાં અડચણ આવી રહી છે અને સંતાનપ્રાપ્તિ ઇચ્છી રહ્યા છે તે સૌ પતિ-પત્ની કુંવારીકાને સૂકોમેવો, ચાંદીની પાયલ અથવા પીળી બરફી ભેટ આપશે તો ઘરે પારણું બંધાશે.


 

  • કુંવારીકાનું કોઈ પણ પ્રકારે દુઃખ ન પહોંચે તેની તકેદારી અવશ્ય રાખવી.


 

  • ગૌરીવ્રતની પૂર્ણાહૂતિની રાત્રિએ ચંદ્રગ્રહણ પૂર્ણ રીતે રચાશે માટે શક્ય હોય તો દિકરીને ચાંદિની પાયલ પહેરાવવી શુભ રહેશે.


 

  • અષાઢ સુદ પડવાના દિવસે એટલે તા. 17 જુલાઈ, 2019 બુધવારે પારણા કરાવતી વખતે દિકરીને પ્રથમ કોળીયો મગનો જમાડવો.


જવારા પધરાવવાનું મુર્હૂર્ત – સવારે 11.05 થી 12.45 સુધી અને રાત્રે 8.40 થી 9.40 સુધી છે.
First published: July 10, 2019
વધુ વાંચો
अगली ख़बर