Garud Puran: જન્મ પછી મૃત્યુ એ આ જગતનું સનાતન સત્ય છે. ઘણા લોકો તેમના પરિવારનો સભ્ય ગુમાવ્યા પછી તેમની યાદગીરી તરીકે તેની કેટલીક વસ્તુઓ સંભાળીને રાખે છે, જ્યારે કેટલાક લોકો મૃત્યુ પછી વ્યક્તિ સાથે સંબંધિત વસ્તુઓ, ખાસ કરીને કપડાં, દાન કરે છે.
મૃત વ્યક્તિના કપડા દાન કરવા પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો છે. પંડિત ઈન્દ્રમણિ ઘનસ્યાલ પાસેથી જાણીએ કે મૃત વ્યક્તિના વસ્ત્રોનું દાન શા માટે કરવું જોઈએ?
ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે મૃત્યુ બાદ વ્યક્તિના કપડાનો ઉપયોગ ન કરવો જોઇએ. જેમ વ્યક્તિને પોતાની વસ્તુઓ પ્રત્યે ખાસ લગાવ હોય છે, તેવી જ રીતે મૃત્યુ બાદ પણ વ્યક્તિનો લગાવ તે તમામ વસ્તુઓ સાથે રહે છે, ખાસ કરીને વ્યક્તિને પોતાના કપડા પ્રત્યે વધુ લગાવ હોય છે. કહેવામાં આવે છે કે મૃત વ્યક્તિના કપડા પહેરવાથી જીવાત્મા તે વ્યક્તિ તરફ આકર્ષિત થાય છે, જેનાથી તે વ્યક્તિને એક અલગ જ ઉર્જાનો અહેસાસ થાય છે.
ગરુડ પુરાણ અનુસાર, મૃતક વ્યક્તિ આ ભૌતિક સંસારથી પોતાનો મોહ છોડી શકતો નથી અને તે પોતાના પરિવાર સાથે રહેવા માગે છે. માન્યતા છે કે મૃતકની આત્માના મોક્ષ માટે તેની સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરી દેવુ જોઇએ.
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ મૃત વ્યક્તિના કપડાનો ઉપયોગ યોગ્ય માનવામાં નથી આવતો. માનવામાં આવે છે કે જ્યારે કોઇ પોતાના નજીકના વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે આપણને ખૂબ દુખ થાય છે અને આપણે તેની સાથે સંબંધિત વસ્તુઓ સંભાળીને રાખીએ છીએ.
કેટલાંક લોકો મૃતકના કપડા પણ પહેરી લે છે, પરંતુ આવુ કરવુ વ્યક્તિને માનસિક અને શારીરિક રૂપે બીમાર બનાવી શકે છે કારણ કે જ્યારે આપણે તે વસ્તુઓ અને કપડાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે પોતાના પ્રિયજનને વધુ યાદ કરીએ છીએ, જેથી આપણા મન અને મગજમાં તેની યાદો વધતી જાય છે અને આપણે તેના વિશે વિચારવા લાગીએ છીએ. તેના કારણે આપણુ માનસિક સંતુલન ખોરવાઇ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર