Home /News /dharm-bhakti /Garud Puran: કોઈને દગો ક્યારેય ન દેતા, મળ-મૂત્રથી ભરેલા કૂવામાં ફેંકી દેવામાં આવશે, લૂંટ અને હત્યા માટે જુઓ કેવી સજા
Garud Puran: કોઈને દગો ક્યારેય ન દેતા, મળ-મૂત્રથી ભરેલા કૂવામાં ફેંકી દેવામાં આવશે, લૂંટ અને હત્યા માટે જુઓ કેવી સજા
ગરુડ પુરાણમાં જાતજાતની સજા
GARUD PURAN: ગરુડ પુરાણમાં મનુષ્યના દરેક પાપની સજા પહેલાથી જ નક્કી છે. જો કોઈ વ્યક્તિ બીજાના પૈસા અને ધન લૂંટે છે કે કોઈને છેતરે છે, તો તેને નર્કમાં આકરી સજા મળે છે. જુઓ કેવી વિચિત્ર પ્રકારની સજાઓની જોગવાઈ
Punishments Of Garuda Purana: કહેવાય છે કે વ્યક્તિએ જીવનમાં કરેલાં કર્મોનું પરિણામ ભોગવવું જ પડે છે. આ કર્મોના ફળ સારા અને ખરાબ બંને હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ સત્કર્મો કરે તો તેને સ્વર્ગ મળે છે અને જો કોઈ ખરાબ કર્મ કરે તો નર્કમાં સખત યાતના ભોગવવી પડે છે. ગરુડ પુરાણ (Garuda Purana) માં તેના વિશે વિસ્તારથી લખવામાં આવ્યું છે. ગરુડ પુરાણ (Garuda Purana) અનુસાર આત્માને તેના પાપોનું ફળ ભોગવ્યા બાદ જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ બધું વાંચ્યા પછી તમારા મનમાં એ સવાલ જરૂરથી આવતો હશે કે ગરુડ પુરાણ મુજબ કયા પાપની સજા શું છે? આવો તેના વિશે વિસ્તાર પૂર્વક જાણીએ.
ગરુડ પુરાણ અનુસાર સજા
પૈસાની લૂંટ કરવાથી કેવી મળે છે સજા?
ગરુડ પુરાણમાં મનુષ્યના દરેક પાપની સજા પહેલાથી જ નક્કી છે. જો કોઈ વ્યક્તિ બીજાના પૈસા અને ધન લૂંટે છે કે કોઈને છેતરે છે, તો તેને નર્કમાં આકરી સજા મળે છે. ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ બાદ યમદૂતો પહેલા આવી વ્યક્તિને દોરડાથી બાંધી દે છે અને પછી તેને મારતા મારતા નર્કમાં લઈ જાય છે. આવી વ્યક્તિને ત્યાં સુધી માર મારવામાં આવે છે જ્યાં સુધી તે બેભાન ન થઈ જાય અને જ્યારે તે ભાનમાં આવે ત્યારે તેને ફરીથી માર મારવામાં આવે છે.
નિર્દોષ પ્રાણીઓની હત્યા કરવા બદલ સજા
નિર્દોષ પ્રાણીઓની હત્યા કરવી એ ગંભીર પાપની શ્રેણીમાં આવે છે. આમ કરવા માટે ગરુડ પુરાણમાં ભયંકર યાતનાનું વર્ણન કરવામાં આવ્યું છે. ગરુડ પુરાણ મુજબ જે લોકો નિર્દોષ જાનવરોને મારી નાખે છે તેમને ગરમ તેલની કડાઈમાં નાખીને તળવામાં આવે છે.
વૃદ્ધોનું અપમાન કરવું એ પણ પાપ છે. ગરુડ પુરાણમાં પણ તેની સજાનો ઉલ્લેખ છે. ગરુડ પુરાણ અનુસાર આવું કરવાથી પાપીને નર્કમાં અગ્નિમાં ત્યાં સુધી ડુબાડીને રાખવામાં આવે છે જ્યાં સુધી તેની ત્વચા નીકળી ન થઈ જાય.
" isDesktop="true" id="1310983" >
છેતરપિંડીની સજા
ગરુડ પુરાણમાં બળાત્કારીઓ અને છેતરપિંડી કરનારાઓ માટે કડક સજાની જોગવાઈ છે. આવા લોકોને નર્કમાં મળ-મૂત્રથી ભરેલા કૂવામાં ફેંકી દેવામાં આવે છે.
(Disclaimer: આ વિગતો સામાન્ય માન્યતાઓ અને પુસ્તકો પર આધારિત છે. અમે આ બાબતોની પુષ્ટિ કરતા નથી.)
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર