Home /News /dharm-bhakti /Garud Puran: અસમયે મોત થયા પછી આત્મા સાથે શું થાય છે? જાણો અકાળ મૃત્યુનું રહસ્ય
Garud Puran: અસમયે મોત થયા પછી આત્મા સાથે શું થાય છે? જાણો અકાળ મૃત્યુનું રહસ્ય
અકાળ મૃત્યુ
Garud Puran: ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે અકાળ મૃત્યુ પછી આત્માનું શું થાય છે. આત્મહત્યા, ગંભીર બીમારી કે અકસ્માતના કિસ્સામાં વ્યક્તિનું અકાળ મૃત્યુ થાય છે. શાસ્ત્રોમાં આત્મહત્યાને મહાપાપ કહેવામાં આવ્યું છે.
ધર્મ ડેસ્ક: જીવનનું અંતિમ સત્ય મૃત્યુ છે અને એનાથી કોઈ બચી શકતું નથી. મૃત્યુ ઘણી રીતે આવે છે. કોઈ વ્યક્તિ આનંદથી મૃત્યુ મેળવે છે. કોઈ અત્યંત દુઃખી થઇ આ લોકથી વિદાઈ લે છે. પરંતુ સૌથી ભયાનક મૃત્યુ અકાળ મૃત્યુ હોય છે. આત્મહત્યા, ગંભીર બીમારી અથવા કોઈ ઘટના, આ બધું અકાળ મૃત્યુનું કારણ બને છે. ગરુડ પુરાણમાં અકાળ મૃત્યુ સાથે જોડાયેલ ઘણા રહસ્યો જણાવાયા છે. મૃત્યુ પછી આત્માને કર્મોના આધાર પર સ્વર્ગ અથવા નર્ક ભોગવવું પડે છે. પંડિત ઇન્દ્રમણિ ઘનસ્યાલ જણાવે છે કે અકાળ મૃત્યુ પછી વ્યક્તિની આત્મ સાથે શું થાય છે, એનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં વિસ્તારથી જણાવવામાં આવ્યો છે. આઓ જાણીએ છે.
અકાળ મૃત્યુ કેવી રીતે થાય છે?
ગરુડ પુરાણ મુજબ ભૂખમરાથી મૃત્યુ, હત્યાથી મૃત્યુ, ફાંસીથી મૃત્યુ, ઝેર ખાવાથી મૃત્યુ, અગ્નિથી મૃત્યુ, પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ, સર્પ કરડવાથી મૃત્યુ, અકસ્માતે મૃત્યુ, રોગથી મૃત્યુ, આત્મહત્યા વગેરે બાબતો હેઠળ અકાળ મૃત્યુ આવે છે. જેમાં આત્મહત્યાને મહાપાપ ગણાવવામાં આવ્યું છે. આત્મહત્યા કરવી એ ભગવાને આપેલા જન્મનું અપમાન છે.
ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે પાપ કરવું, દુરાચાર, સ્ત્રીઓનું શોષણ, જૂઠ બોલવું, ભ્રષ્ટાચાર અને કુકર્મ વગેરેને અકાળ મૃત્યુનું કારણ માનવામાં આવે છે. ઘણા પાપ કરવાથી વ્યક્તિ અકાળ મૃત્યુ પામે છે. વેદોમાં માનવીની ઉંમર 100 વર્ષ સુધી જણાવવામાં આવી છે, પરંતુ અત્યારે મનુષ્ય ભાગ્યે જ 70 વર્ષ સુધી જીવી શકે છે.
અકાળ મૃત્યુ પછી આત્માનું શું થાય છે તેના સંબંધમાં ગરુડ પુરાણમાં ઘણી વસ્તુઓ જોવા મળે છે. અકાળ મૃત્યુ પછી, આત્માની ઉંમર પૂર્ણ થતી નથી, તેથી તેનું જીવન ચક્ર પૂર્ણ ન થાય ત્યાં સુધી તે ભટકતી રહે છે. જો માણસનું અકાળે મૃત્યુ થાય છે તો તે ભૂત, પ્રેત, પિશાચ, કુષ્માંડા, બ્રહ્મરાક્ષસ, બેતાલ કે ક્ષેત્રપાલના રૂપમાં ભટકે છે. બીજી બાજુ, જો કોઈ સ્ત્રીનું અકાળે મૃત્યુ થાય છે, તો તે જુદી જુદી યોનિઓમાં ભટકે છે. જો કોઈ નાબાલિક યુવતી કે ગર્ભવતી સ્ત્રીનું અકાળે મૃત્યુ થાય તો તે ડાકણ બની જાય છે, જ્યારે કુંવારીનું અકાળે મૃત્યુ થાય તો તે દેવી યોનિમાં ભટકે છે.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર