Home /News /dharm-bhakti /Garud Puran: આ કાળમાં મૃત્યુ માનવામાં આવે છે અશુભ, અન્ય 4 લોકોનો જીવ જવાનું રહે છે જોખમ
Garud Puran: આ કાળમાં મૃત્યુ માનવામાં આવે છે અશુભ, અન્ય 4 લોકોનો જીવ જવાનું રહે છે જોખમ
મૃત્યુ કાળ
Garud Puran Death Time: ગરુડ પુરાણ સહિત અનેક ધાર્મિક ગ્રંથોમાં જમાવવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિનું પંચકમાં મૃત્યુ થાય તો તેને અશુભ માનવામાં આવે છે. આ કાળમાં મૃત્યુ પામે તો ખાનદાનના બીજા અન્ય વ્યક્તિ પણ સાથે લઇને જાય છે.
વ્યક્તિ પોતાના કર્મ અનુસાર આ ધરતી પર જન્મ લે છે અને તેના કર્મ અનુસાર મૃત્યુ થાય છે. ગરુડ પુરાણ સહિત અનેક ધાર્મિક ગ્રંથોમાં જમાવવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિનું પંચકમાં મૃત્યુ થાય તો તેને અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, રાવણનું મૃત્યુ પંચક કાળમાં થયું હતું. માનવામાં આવે છે કે, આવનારા 5થી 7 દિવસોમાં અન્ય ચાર લોકોનું મૃત્યુ થાય છે.
પંચક કાળમાં શું થાય છે?
પંચકમાં ચાર કાળ હોય છે, રેવતી નક્ષત્ર, ઉત્તરા ભાદ્રપદ, પૂર્વા ભાદ્રપદ, શતભિષા. આ ચાર કાળમાં ચંદ્રગ્રહણના તૃતીય નક્ષત્રના ભ્રમણને પંચક કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે, પંચક કાળમાં જે પણ અશુભ કાર્ય થાય છે, 5 દિવસમાં તે અશુભ કાર્ય ફરીથી થાય છે.
પંચક કાળના અનેક કાર્યોને અશુભ માનવામાં આવે છે. જેમાં ઘરની છત ભરવી, દક્ષિણ ક્ષેત્રની યાત્રા કરવી, લાકડાંનો સામાન ખરીદવો, પથારી કરવી અને મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા. પંચકમાં જે વ્યક્તિનું મૃત્યુ થાય છે, તે વ્યક્તિની શાંતિ માટે ગરુણ પુરાણમાં ઉપાયો સૂચવવામાં આવ્યા છે. ગરુડ પુરાણ અનુસાર પંચકમાં અંતિમ સંસ્કાર કરતા પહેલા વિદ્વાન પંડિતની સલાહ લેવી જોઈએ. વિધિ અનુસાર કાર્ય કરવામાં આવે તો સંકટને ટાળી શકાય છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર પંચક કાળમાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાની સાથે ઘાસનું એક પૂતળું બનાવીને તે સમયે તેના અંતિમ સંસ્કાર કરવા જોઈએ. જેનાથી પંચકના અશુભ પરિણામોને ટાળી શકાય છે.
પંચક કાળ દરમિયાન દરેક વારની અલગ અલગ અસર થાય છે. પંચક કાળમાં અશુભ પ્રભાવ જ જોવા મળે છે, પરંતુ ગ્રહ ગોચર અને ગ્રહોની સ્થિતિની સાથે સાથે તે પ્રભાવમાં વૃદ્ધિ અથવા ધટાડો થાય છે. રવિવારથી લઇને શનિવાર સુધી 7 દિવસ અલગ અલગ પંચક કાળ બને છે. આ પંચકમાં બુધવાર અને ગુરુવારના પંચક દોષમુક્ત કહેવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર