ભાદરવા માસની શુક્લ પક્ષની ચૌદશને અનંત ચતુર્દશી(Anant Chaturdashi 2021) કહેવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુના અનંત રૂપની પૂજા માટે સૌથી મહત્વનો દિવસ ગણાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુના (lord Vishnu) ભક્તો ઉપવાસ કરે છે અને પૂજા દરમિયાન પવિત્ર દોરો બાંધે છે. આ વ્રત કરવાથી અનેક ગણું શુભ ફળ મળે છે. કહેવાય છે કે સતત 14 વર્ષો સુધી આ વ્રત કરવાથી વ્યક્તિને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. આ જ દિવસે ભગવાન ગણેશનું વિસર્જન (Ganesh Visarjan) પણ કરવામાં આવે છે. તો આવો જાણીએ આ વ્રત વિશે અને સાથે જ આ દિવસે જ ગણેશ વિસર્જન શા માટે કરાય છે તેની પાછળનું કારણ. આપને જણાવી દઇએ કે આ વર્ષે અનંત ચતુર્દશી 19 સપ્ટેમ્બર, 2021ના રોજ મનાવવામાં આવશે.
ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપિત કરાયેલ ગણેશજીનું વિસર્જન અનંત ચતુર્દશીના દિવસે કરવામાં આવે છે, તેની પાછળ એક પૌરાણીક કથા છે. જે દિવસે વેદવ્યાસજીએ મહાભારત લખવા માટે ગણેશજીને મહાભારતની કથા સંભળાવવાનું શરૂ કર્યુ હતું તે દિવસે ભાદ્ર શુક્લ ચતુર્થી તિથિ હતી. કથા સંભળાવતી સમયે વેદવ્યાસજીએ આંખો બંધ કરી લીધી અને ગણેશજીને સતત દસ દિવસ સુધી કથા સંભળાવતા રહ્યા અને ગણેશજી લખતા રહ્યા. 10માં દિવસે વેદવ્યાસજીએ આંખો ખોલી તો જોયું કે એક જગ્યાએ બેસીને સતત લખતા-લખતા ગણેશજીના શરીરનું તાપમાન ખૂબ વધી ગયું છે. એવામાં વેદવ્યાસજીએ ગણપતિને ઠંડક આપવા માટે ઠંડા પાણીમાં ડૂબકી લગાવડાવી. જ્યાં વેદવ્યાસજીના કહેવા પર ગણપતિ મહાભારત લખી રહ્યા હતા, ત્યાં પાસે જ અલકનંદા અને સરસ્વતી નદીનો સંગમ છે. જે દિવસે સરસ્વતી અને અલકનંદાના સંગમમાં વેદવ્યાસજીએ ડૂબકી લગાવડાવી તે દિવસ અનંત ચતુર્થીનો દિવસ હતો. આ જ કારણ છે કે ચતુર્થી પર સ્થાપિત ગણેશજીનું વિસર્જન અનંત ચતુર્દશીના દિવસે કરવામાં આવે છે.
જ્યારે કે તાંત્રિક વિષયો પર આધારિત ગ્રંથ મંત્રમહાર્ણવ અને મંત્ર મહોદધિમાં ઉલ્લેખ કરાયો છે કે, ગણેશજીની સ્થાપના મનોકામના અનુસાર કરો અને 10 દિવસો સુધી સાધના કર્યા બાદ તેમને વિસર્જીત કરો.
સનાતન ધર્મને માનતા લોકો અનંત ચતુર્દશીના તહેવારે સંપૂર્ણ શ્રદ્ધા અને આસ્થા સાથે મનાવે છે. માન્યતા છે કે, અનંત ચતુર્દશીના દિવસે જ ભગવાન વિષ્ણુએ સૃષ્ટિની રચના માટે 14 લોકોનું નિર્માણ કર્યુ હતું. આ 14 લોકો તલ, અતલ, વિતલ, સુતલ, સલાતલ, રસાતલ,પાતાલ, ભૂ, ભવઃ, સ્વઃ, જન, તપ, સપ્ત, મહ હતા. તેથી આ તમામ લોકોની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુએ અનંત રૂપ ધારણ કર્યુ હતું. તેના કારણે ભગવાન વિષ્ણુ અનંત રૂપમાં નજર આવવા લાગ્યા હતા. વિધિ વિધાન સાથે આ વ્રત કરવાથી માણસના તમામ કષ્ટોનું નિવારણ થાય છે. આ દિવસે વ્રત કરનાર વ્યક્તિએ વિષ્ણુ સહસ્ત્રનામ મંત્રનો જાપ કરવો જોઇએ. આમ કરનાર વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ વ્રતની સૌથી પહેલા શરૂઆત મહાભારત કાળમાં થઇ હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર