અંકલેશ્વરઃ અંકલેશ્વરના સુથાર ફળિયા યુવક મંડળ દ્વારા ગણેશોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. કરન્સી નોટ અને સિક્કાનો ઉપયોગ કરીને દુંદાળા દેવનું નિર્માણ કરવામાં આવ્યું છે. 40 દિવસની મહેનતથી 2.40 લાખ રૂપિયાના ઉપયોગથી ગણપતિનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ ગણપતિની મૂર્તિ બનાવવામાં કુલ 2.40 લાખ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
જેમા 1ની 612 નોટ, 2ના 800 સિક્કા, 10ના 200 સિક્કા, 10ની 700 નોટ, અને રુપિયા 50ની 600 નોટનો ઉપયોગ કરાયો છે.
આ ઉપરાંત રૂપિયા 50ની 600 નોટ, રૂપિયા 100ની 10 નોટ અને રૂપિયા 2000ની 50 નોટેન વિવિધ આકાર આપીને ગણપતિની પ્રતિમાં શણગારવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર