Gangaur Pooja 2023: આ 17 દિવસ લાંબો તહેવાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે સમાપ્ત થાય છે. આ દિવસે અપરિણીત, પરિણીત અને નવવિવાહિત મહિલાઓ નદી, તળાવ અથવા શુદ્ધ સ્વચ્છ શીતલ સરોવર પર જાય છે, ગીતો ગાય છે અને ગણગૌરનું વિસર્જન કરે છે.
ધર્મ ડેસ્ક: ચૈત્ર માસના શુક્લ પક્ષની તીજ તિથિના રોજ ગણગૌર મનાવવામાં આવે છે. આને ઇસર ગૌર પણ કહેવાય છે. ઇસર એટલે ભગવાન શિવ અને ગૌર એટલે દેવી પાર્વતીની પૂજા વિશેષ રૂપથી કરવામાં આવે છે. આ તહેવાર આજે એટલે 24 માર્ચે બપોરે ઉજવવામાં આવશે. આમ તો આ રાજસ્થાનનો લોક તહેવાર છે પરંતુ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પણ હવે આ ઉજવવામાં આવે છે. ગણગૌર વ્રત કુંવારી છોકરીઓ મન ઈચ્છીત પતિ અને વિવાહિત મહિલાઓ પતિની સુખ સમૃદ્ધિ માટે રાખે છે.
જ્યોતિષ અનુસાર, ચૈત્ર માસના શુક્લ પક્ષની તીજ તિથિ 24 માર્ચ, શુક્રવાર સાંજે 5.00 વાગ્યા સુધી રહેશે. આ દિવસે સૂર્ય અને બુધ એક જ રાશિમાં બુધાદિત્ય નામનો શુભ યોગ બનાવી રહ્યા છે. આ શુભ યોગમાં પૂજા શુભ ફળ આપવા વાળી છે.
ગણગૌર તીજનું મહત્વ
ગણગૌર તીજ અવિવાહિત અને પરિણીત મહિલાઓ દ્વારા સારા ભાગ્ય અને સારા પતિની ઇચ્છા માટે ઉજવવામાં આવે છે. આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શંકરની પૂજા કરવામાં આવે છે. આ 17 દિવસ લાંબો તહેવાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે સમાપ્ત થાય છે. આ દિવસે અપરિણીત, પરિણીત અને નવવિવાહિત મહિલાઓ નદી, તળાવ અથવા શુદ્ધ સ્વચ્છ શીતલ સરોવર પર જાય છે, ગીતો ગાય છે અને ગણગૌરનું વિસર્જન કરે છે.
આ વ્રત પરિણીત મહિલાઓ પોતાના પતિ પાસેથી સાત જન્મ સુધી સાથ, સ્નેહ, માન અને સૌભાગ્ય મેળવવા માટે કરે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, માતા ગવર્જા એટલે કે માતા પાર્વતી હોળીના બીજા દિવસે તેમના પિયર આવે છે અને આઠ દિવસ પછી ઇસર જી એટલે કે ભગવાન શિવ તેમને પાછા લેવા આવે છે. તેથી જ આ તહેવારની શરૂઆત હોળીની પ્રતિપદાથી થાય છે. આ દિવસથી પરણિત મહિલાઓ અને અપરિણીત છોકરીઓ ભગવાન શિવ એટલે કે ગણ અને માતા પાર્વતી એટલે કે માટીના ગૌરની પૂજા કરે છે અને દરરોજ તેમની પૂજા કરે છે. આ પછી ચૈત્ર શુક્લ તૃતીયા પર ગણગૌર એટલે કે શિવ પાર્વતીને વિદાય આપવામાં આવે છે. જેને ગણગૌર તીજ કહેવામાં આવે છે.
લોકપ્રિય દંતકથા અનુસાર, એકવાર શિવ-પાર્વતી પૃથ્વી પર આવ્યા હતા. અહીં દેવી પાર્વતીને તરસ લાગી એટલે બંને એક નદી પાસે પહોંચ્યા. જેમ દેવી પાર્વતીએ પાણી પીવા માટે નદીમાં પોતાનો હાથ મૂક્યો કે તરત જ તેમની હથેળીમાં દુર્વા, તેસુના ફૂલ અને એક ફળ આવી ગયુ. આ જોઈ શિવજીએ કહ્યું કે “આજે ગણગૌર તીજ છે. આ દિવસે મહિલાઓ તેમના પતિની ખુશી અને સમૃદ્ધિ માટે ગૌરી ઉત્સવ ઉજવે છે અને આ બધી વસ્તુઓ નદીમાં વહાવે છે. આ બધી એ જ વસ્તુઓ છે.
દેવી પાર્વતીએ કહ્યું કે "તમે અહીં મારા માટે એક શહેર બનાવો, જેથી બધી સ્ત્રીઓ અહીં આવે અને ઉપવાસ કરે, પછી હું પોતે તેમને તેમના સુહાગની રક્ષા કરવા માટે આશીર્વાદ આપીશ." શિવજીએ એમ જ કર્યું. જ્યારે મહિલાઓને આ વાતની જાણ થઈ તો તેઓ બધા દેવી પાર્વતીની નગરીમાં આવીને આ વ્રત રાખવા લાગ્યા. આ જોઈને દેવી પાર્વતી ખૂબ જ પ્રસન્ન થયા અને વ્રત પૂર્ણ થવા પર તેમણે તમામ મહિલાઓને સૌભાગ્યવાન રહેવાના આશીર્વાદ આપ્યા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર