Gangajal Niyam: તમામ ઘરોમાં લોકો ગંગાજળ અવશ્ય રાખે છે. કોઈ પણ શુભ કાર્યમાં ગંગાજળનુ હોવુ અનીવાર્ય માનવામાં આવે છે. ગંગાજળ સાથે જોડાયેલા કેટલાક ખાસ નિયમોનુ ધ્યાન રાખવુ જોઈએ.
ધર્મ ડેસ્ક: હિન્દુ ધર્મમાં ગંગા નદીને નદી નહિ માતા માનવામાં આવે છે અને એના જળને અમૃત. તમામ ઘરોમાં લોકો ગંગાજળ અવશ્ય રાખે છે. કોઈ પણ શુભ કાર્યમાં ગંગાજળનુ હોવુ અનીવાર્ય માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ગંગામાં ડુબકી લગાવવાથી બધા પાપ ધોવાઇ જાય છે. ગંગા નદી પ્રત્યે એવી આસ્થાને લઈ ગંગા દશહરા પર ભક્તો ગંગા નદીમાં દુબકી લગાવવા આવે છે. ભક્તો ગંગા મૈંયાની પુજા પણ કરે છે અને એનુ જળ ઘરે લાવે છે. જો તમે પણ ઘરમાં ગંગાજળ રાખ્યુ છે તો એની સાથે જોડાયેલા કેટલાક ખાસ નિયમોનુ ધ્યાન રાખવુ જોઈએ. એનુ પાલન ન કરવા પર દોષ લાગે છે અને ઘરની સુખ શાંતિમાં બાંધા આવે છે.
ગંગાજળનુ પાત્ર
જ્યારે પણ તમે ગંગાનું પાણી લાવશો તો તેના પાત્રનું ધ્યાન રાખો. ગંગાજળને પ્લાસ્ટિકની બોટલ કે બોક્સમાં ન રાખવું જોઈએ. ગંગાજળને ચાંદી, તાંબુ, પિત્તળ અથવા માટીના વાસણ જેવા પવિત્ર ધાતુના વાસણમાં રાખવું જોઈએ. વાસણ પાણીની શુદ્ધતા અનુસાર હોવું જોઈએ.
ગંગાજળનું સ્થાન
માન્યતા અનુસાર ગંગાજળ રાખવા માટે એવી જગ્યા પસંદ કરવી જોઈએ જ્યાં અંધારું રહે. એવું માનવામાં આવે છે કે ગંગાજળને અંધારી અને સ્વચ્છ જગ્યાએ રાખવું શુભ છે. જ્યાં સૂર્યપ્રકાશ પડતો હોય ત્યાં ગંગાજળ ખુલ્લામાં ન રાખવું જોઈએ. તેને ઘરના રસોડામાં કે બાથરૂમની આસપાસ પણ ન રાખવું જોઈએ. માતા ગંગા આનાથી નારાજ થઈ શકે છે.
જે રૂમમાં ગંગાજળ રાખવામાં આવે છે ત્યાં તામસિક ભોજન કરવું સારું નથી માનવામાં આવતું. ગંગાની પવિત્રતાનું સન્માન કરતા ઘરમાં માંસ અને આલ્કોહોલનું સેવન ન કરવું સારું રહેશે. પરંતુ કમ સે કમ ગંગાજળવાળા રૂમમાં ન તો તામસિક દ્રવ્ય રાખો અને ન તો તેનું સેવન કરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર