Home /News /dharm-bhakti /Dharma: ગણેશજીની મૂર્તિ કે તસવીરને ભૂલથી પણ ન રાખશો આ જગ્યાએ, શાંતિ છીનવાઇ જશે

Dharma: ગણેશજીની મૂર્તિ કે તસવીરને ભૂલથી પણ ન રાખશો આ જગ્યાએ, શાંતિ છીનવાઇ જશે

મુખ્ય દરવાજા માટે વાસ્તુ શાસ્ત્ર

Ganesha Vastu shastra: સનાતન ધર્મમાં માનનારા ઘણા ભક્તો છે, જેઓ પોતાના ઘરના મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશની તસવીર લગાવીને પોતાના ઘરની સુરક્ષા માટે બાપ્પાના આશીર્વાદ મેળવવા માંગે છે. જો તમે પણ પોતાના ઘરના મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશની તસ્વીર લગાવી છે તો આજે જ હટાવી દો.

વધુ જુઓ ...
સનાતન ધર્મં (Sanatan Dharma)માં ભગવાન શ્રી ગણેશ (Lord Ganesha)ને પ્રથમ દેવ તરીકેનો દરજ્જો મળેલો છે. તેથી જ તમામ દેવી-દેવતાઓમાં સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ સૌ પ્રથમ ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે. આપણે બધા આપણા ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ અવશ્ય સ્થાપિત કરીએ છીએ. ઘણા લોકો ભગવાન ગણેશની મૂર્તિને પોતાના ઘરના મુખ્ય દ્વાર પર લગાવીને બહારની અને અંદરની બાજુ મુકીને આશા રાખે છે કે ભગવાન ગણેશની કૃપા આપણા પર રહેશે. પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ આમ કરવું બિલકુલ ખોટું છે.

ભોપાલના જ્યોતિષ અને વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્માના જણાવ્યા અનુસાર, ઘરના મુખ્ય દરવાજા પર ક્યારેય પણ ભગવાન ગણેશની મૂર્તિ કે તસવીરન લગાવવી જોઈએ.

ક્યારેય ન કરશો આ ભૂલ

ઘણા લોકો ભગવાન ગણેશની મૂર્તિ કે તસવીરને અંદર અને બહાર બંને મુખ્ય દરવાજા પર લગાવી દે છે, એમ વિચારીને કે ભગવાન ગણેશની પીઠ ઘર તરફ ન હોવી જોઈએ. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ બંને સ્થિતિ ખોટી અને અશુભ ફળ આપનારી માનવામાં આવે છે.

આ પણ વાંચો: Vastu Dosh: આ કુટેવો જીવનને નર્ક બનાવી શકે, આજે જ બદલી નાખશો તો કિસ્મત ખૂલી જશે

પૂજા ઘરમાં કરો સ્થાપિત

મુખ્ય દ્વાર પર ભગવાન ગણેશની મૂર્તિ કે તસવીર ન લગાવવી જોઈએ. બાપ્પાની તસવીર કે મૂર્તિને ક્યારેય ઘરની બહાર ગેટકીપર તરીકે ન લગાવો. દરવાજા પર ભગવાન ગણેશની તસવીર લગાવવાથી નકારાત્મક પરિણામ મળી શકે છે. તેથી ગણપતિને સૌથી પહેલા પૂજા ઘરમાં સ્થાપવા જોઈએ.

ઘરની દિવાલ પર ન લગાવો તસવીરો

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ભગવાન ગણેશની મૂર્તિને એવી દિવાલ પર મૂકવાનું ભૂલશો નહીં જે બાથરૂમ અથવા શૌચાલયને મળતી હોય છે. ભગવાન ગણેશની તસવીરને દિવાલ પર લટકાવવાને બદલે પૂજા ઘરમાં વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો પ્રયાસ કરો. નહીં તો તેનું ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે.

આ પણ વાંચો: ક્યારે છે ગણેશ જયંતિ, 24 કે 25 જાન્યુઆરી? રાજપંચક અપાવશે સફળતા, ભૂલથી પણ ન જોતા ચંદ્ર



કેવા મળી શકે છે અશુભ ફળ?

-વાસ્તુશાસ્ત્ર અનુસાર મુખ્ય દ્વાર પર ભગવાન ગણેશની મૂર્તિ કે તસવીર લગાવવાથી ઘરના સભ્યોમાં તણાવનો માહોલ બની શકે છે.

-2 લોકોમાં વિખવાદની સ્થિતિ સર્જાઈ શકે છે.

-ઘરના સભ્યો પર નકારાત્મક અસરો જોવા મળી શકે છે.

-કરેલા કામ બગડી શકે છે.
First published:

Tags: Dharm Bhakti, Vastu shastra, Vastu tips

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन