Home /News /dharm-bhakti /

આ વખતે ગણેશ સ્થાપના ક્યારે કરશો? જાણો - સૌથી સારા શુભ મુહૂર્ત

આ વખતે ગણેશ સ્થાપના ક્યારે કરશો? જાણો - સૌથી સારા શુભ મુહૂર્ત

ગણેશ ચતુર્થી શુભ મુહૂર્ત

વિઘ્નોને હરનાર દેવતા પ્રથમ પૂજ્ય પાર્વતીપુત્ર, શિવપુત્ર, ગજાનન શ્રી ગણેશની આરાધના જે ભક્ત કરે છે, તેને આવનારા વિઘ્નોમાંથી મુક્તિ મળી જાય છે.

  શાસ્ત્રી જીજ્ઞેશ ભટ્ટ, ચાણસ્મા વાળા

  ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી છે. ગણેશજીને ઘરે, સોસાયટીમાં અને ચોકમાં આમંત્રણ આપી બિરાજમાન કરી પૂજા-અર્ચના કરવા તમામ ભક્તો થનગની રહ્યા છે. કેવી ગણેશ મૂર્તિ લાવવી તેના વિશે પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હશે. ત્યારે ગણેશજીની સ્થાપના માટે અમે તમને કયા શુભ મુહર્ત સારા છે, તે જણાવીશું.

  વિઘ્નોને હરનાર દેવતા પ્રથમ પૂજ્ય પાર્વતીપુત્ર, શિવપુત્ર, ગજાનન શ્રી ગણેશની આરાધના જે ભક્ત કરે છે, તેને આવનારા વિઘ્નોમાંથી મુક્તિ મળી જાય છે. ભદ્રાપદ શુક્લ ચતુર્થીથી ભાદ્રપદ ચતુર્દશી સુધી અર્થાત ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી ગણેશજીની વિશેષ આરાધના કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના રોજ ગણેશજીના સ્થાપના કરવામાં આવે છે, જે વિશેષ મુહૂર્તમાં કરવી જોઈએ. આ વર્ષે ચતુર્થી 2 સપ્ટેમ્બરના રોજ આવી રહી છે.

  ગણેશ સ્થાપના માટેનું શુભ મુહૂર્ત

  તા. 2-9-2019ને સોમવારે છે ગણેશ ચતુર્થી

  સવારે

  અમૃત - ૬.૨૬ થી ૭.૫૯

  શુભ - ૯.૩૨ થી ૧૧.૦૬

  બપોરે

  ચલ - ૧૪.૧૩ થી ૧૫.૪૬

  લાભ - ૧૫.૪૬ થી ૧૭.૧૯

  અમૃત - ૧૭.૧૯ થી ૧૮.૫૩

  તમને જણાવી દઈએ કે, ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ૪ના રોજ મનાવવામાં આવે છે, આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. આ તહેવારને સંસ્કૃત, તમિલ, તેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી, કોંકણીમાં વિનાયક ચવથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે.

  ગણેશજીની ઉત્પતિની કથા
  કહેવાય છે કે ભગવાન શિવ સ્નાન માટે હિમાલયથી ભીમબલી નામની જગ્યાએ ગયા. તે સમયે પાર્વતીએ પોતાના ઉબટનમાંથી એક પૂતળુ બનાવી તેમા પ્રાણપ્રતિષ્ઠા કરી તેનું નામ ગણેશ રાખ્યું અને તેને ગુફાની બહાર બેસાડી દીધા. થોડા સમય બાદ ભગવાન શંકર આવ્યા તો તેમને ગણેશે અંદર જતા અટકાવ્યા. આથી ભગવાન શંકર ક્રોધિત થયા અને ગણેશનું માથું કાપી નાખ્યું. પાર્વતી શિવને સામે જોઇને દંગ રહી ગયા.

  જ્યારે શિવે સમગ્ર વાત કહી સંભળાવી તો પાર્વતી વિલાપ કરવા લાગી અને બોલી કે તે તો મારો પુત્ર હતો. હવે તમે કેમેય કરીને મારા પુત્રને જીવીત કરો. ભગવાન શંકર ધર્મસંકટમાં પડી ગયા, આ તો પ્રકૃતિ વિરુદ્ધનુ કાર્ય છે, પણ માતા પાર્વતીની જીદ. બરાબર તે જ સમયે એક હાથણીને પ્રસવ થયો હતો. શંકરજીએ તે હાથણીના બચ્ચાનું માથું કાપીને ગણેશને લગાડી દીધું. આ રીતે ગણેશજીનો પુનર્જન્મ થયો.

  આ ઘટના ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસે બની. આથી આ દિવસથી ગણેશજીનું વ્રત શરૂ કરવાનું મહત્વ છે. આ વ્રત કરવાથી બુદ્ધિ વિકસિત થાય છે, તમામ સંકટો હટી જાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Dharm Bhakti, Ganesh chaturthi 2019

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन