Home /News /dharm-bhakti /

ગણપતિએ પોતાના વાહન તરીકે ઉંદર જ કેમ પસંદ કર્યુ?, જાણો અહીં

ગણપતિએ પોતાના વાહન તરીકે ઉંદર જ કેમ પસંદ કર્યુ?, જાણો અહીં

ઉંદર કેવી રીતે ભગવાન ગણેશનું વાહન બન્યુ?

  ઉંદર ભગવાન ગણેશનું વાહન છે. શિવપુરાણમાં પણ ગણેશે ઉંદર ઉપર સવાર થઈ શંકર-પાર્વતીની પરિક્રમા કર્યાનો પ્રસંગ આવે છે. ગણેશજી હંમેશા ઉંદર પર વિરાજમાન રહે છે. શાસ્ત્રોમાં એક કથામાં તેનું વર્ણન કર્યુ છે. જાણો આ કથા વિશે..

  ગણેજીનું વાહન ઉંદર હોવા પાછળની પૌરાણિક કથા
  ગજમુખાસૂર નામના દાનવે પોતાની શક્તિથી તમામ દેવતાઓને પરેશાન કર્યા કરતો હતો. તમામ દેવતાઓ ભેગા મળીને ભગવાન ગણેશ પાસે આવ્યા. દેવતાઓની આજીજી સાંભળી ભગવાન ગણેશજીએ તેઓને ગજમુખાસૂરથી મુક્તિ અપાવવાનું વચન આપ્યું. ગણેશજી અને ગજમુખાસૂર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધમાં ગણેશજીનો એક દાંત તૂટી ગયો.

  આ સમયે ભગવાન ગણેશ ક્રોઘે ભરાયા અને તૂટેલા દાંતથી ગજમુખાસૂર પર એવો પ્રહાર કર્યો કે તે ગભરાઈને ઉંદર બનીને ભાગવા લાગ્યા. પરંતુ ભગવાન ગણેશજીએ તેને પકડી લીધો. ગજમુખાસૂર મૃત્યુના ભયથી ક્ષમા યાચના કરવા લાગ્યો. ત્યારે ગણેશજીએ ઉંદરના રૂપમાં જે તેને પોતાનું વાહન બનાવી લીધો.

   રાજા ઈન્દ્રના દરબારમાં ક્રોંચ નામનો ગંધર્વ હતો. એક સમયે ઈંદ્ર કોઈ ગંભીર વિષયને લઈને ચર્ચા કરતા હતા. આ સમયે ક્રોંચ બીજા જ વિચારોમાં ડૂબેલો હતો. તે અપ્સરાઓ સાથે હસી મજાક કરી રહ્યો હતો. ઈંદ્રનું ધ્યાન પડતાં જ તેણે ક્રોંચને ઉંદર બનવાનો શ્રાપ આપ્યો. ઉંદર બનવા છતા ક્રોંચે પોતાનો સ્વભાવ છોડ્યો નહીં. એક બળવાન ઉંદર બનીને તે સીધો પરાશર ઋષિના આશ્રમમાં પડ્યો. ત્યાં તેણે ભયંકર ઉત્પાત મચાવ્યો.

  આશ્રમમાં માટીના વાસણો તોડી બધું અનાજ ખાઈ ગયો. ત્યાંના બગીચાઓને વેર વિખેર કરી નાંખ્યા. ઋષિઓના તમામ વસ્ત્રો ભાડી નાખ્યા. પરાશર ઋષિ દુ:ખી થઈ ગણેશજીના શરણમાં ગયા. ગણેશજીએ પરાશર ઋષિને કહ્યું કે હું તે ઉંદરને મારું વાહન બનાવી લઈશ.

  ગણેશજીએ ક્રોંચ તરફ પોતાનો આકરો પ્રહાર કર્યો. ભયના કારણે ક્રોંચ પાતાળ લોકમાં સંતાઈ ગયો પરંતુ ભગવાન ગણેશાએ તેને ત્યાંથી બહાર કઢાયો. તે ગભરાઈ ગયો અને ગણેશજીની આરાધના શરૂ કરી દીધી. ક્રોંચ પોતના પ્રાણની ભીખ માંગવા લાગ્યો. ગણેશજીએ તેને ક્ષમા કરી પોતાનું વાહન બનાવી લીધું.

  Published by:Bhoomi Koyani
  First published:

  Tags: Ganesh Chaturthi 2018, Rat, Vehicle

  આગામી સમાચાર