નવા વર્ષ 2023માં ગણેશ જયંતી 25 જાન્યુઆરીએ બુધવાર છે. ગણેશ જયંતીના અવસર પર બુધવારનો અદ્ભૂત સંયોગ બની રહ્યો છે. આ ઉપરાંત ગણેશ જયંતી પર રવિ યોગ, પરિઘ યોગ અને શિવ યોગ બની રહ્યા છે. આ દિવસે ગણપતિ બાપ્પાને તેમનો મનપસંદ ભોગ અર્પણ કરશો તો તમારી ઉન્નતિનો દ્વાર ખુલી જશે.
25 જાન્યુઆરીને બુધવારના રોજ ગણેશ જયંતિ (Ganesh jayanti) છે. આ દિવસે માઘ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ છે. આ કારણથી માઘ વિનાયક ચતુર્થી (Magha Vinayak chaturthi) વ્રત પણ કહેવાય છે. આ વખતે ગણેશ જયંતિના અવસર પર બુધવારનો દિવસ અદ્દભૂત સંયોગ છે, કારણ કે બુધવાર ભગવાન વિઘ્નહર્તાની પૂજાનો દિવસ છે.
આ ઉપરાંત ગણેશ જયંતિ પર રવિ યોગ, પરિઘા યોગ અને શિવ યોગ પણ બની રહ્યા છે. આ વખતે ગણેશ જયંતિ પર ગણપતિ બાપ્પાને મનગમતો ભોગ અર્પિત કરવાથી તમારી પ્રગતિના દ્વાર ખુલશે. આ સાથે જ માતા લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે.
કલ્લાજી વૈદિક યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગના વડા ડો. મૃત્યુંજય તિવારી કહે છે કે, માતા પાર્વતીએ ભગવાન ગણેશની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. ત્યારે બુધ દેવ પણ કૈલાશ પર્વત પર હાજર હતા. ગણેશજીની પૂજા માટે બુધ ગ્રહે પોતાનો વાર ગણેશજીને આપ્યો હતો, જેના કારણે બુધવારે ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ગણપતિ પૂજાનો પ્રતિનિધિ વાર બુધવાર છે. આ કારણે બુધવારનું વ્રત અને ગણેશ પૂજા બુધ ગ્રહ સાથે જોડાયેલા દોષને દૂર કરે છે.
રવિ યોગમાં ગણેશ જયંતિ
ગણેશ જયંતિએ રવિ યોગ બની રહ્યો છે. રવિ યોગ સવારે 07:13 વાગ્યાથી રાત્રે 08:05 વાગ્યા સુધી છે. આ દિવસે ગણેશ પૂજાનું મુહૂર્ત સવારે 11:29 વાગ્યાથી બપોરે 12:34 વાગ્યા સુધી છે. આ રીતે રવિયોગમાં ગણેશ જયંતિની પૂજા થશે.
પૌરાણિક કથા અનુસાર માતા લક્ષ્મીએ ગણેશજીને પુત્ર માન્યા હતા. ત્યારે તેમણે ગણેશજીને વરદાન આપ્યું હતું કે જ્યાં પણ તેમની પૂજા કરવામાં આવશે ત્યાં લક્ષ્મીનો વાસ થશે. આ કારણે તમે ગણેશ જયંતિની પૂજા કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો છો.
ગણેશજીના 5 પ્રિય ભોગ
ગણેશ જયંતિ પર ગણપતિ બાપ્પાને મોદક અર્પણ કરવા જોઈએ. ગણેશજીને મોદક ખૂબ જ પસંદ છે. જેના કારણે ગણેશજી ખુશ રહેશે અને તમને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપશે.
ગણેશજીને કેળા અર્પિત કરો. કેળા પણ ગણપતિ બાપ્પાને પ્રિય છે. કેળાને જોડીમાં ચઢાવવા જોઈએ.
ગણેશજીને મખાનાની ખીર ચઢાવો. ખીર ચંદ્ર અને માતા લક્ષ્મીને પણ પ્રિય છે. તેનાથી તમારા ધન અને સંપત્તિમાં વધારો થશે.
ગણેશજીને પ્રસન્ન કરવા માટે તમે કેસરયુક્ત શ્રીખંડનો ભોગ પણ ધરાવી શકો છો. આ સિવાય ગણપતિ બાપ્પાને બેસનના લાડુ અથવા મોતીચુરના લાડુ અર્પણ કરવા જોઈએ.
નોંધનીય છે કે, તમે ગણેશજીને સીતાફળ, જામફળ કે જાંબુ પણ ચઢાવી શકો છો.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર