Ganesh Jayanti 2022 Katha: ગણેશ જયંતિ પર અવશ્ય આ કથાનું શ્રવણ કરો, પુત્ર પ્રાપ્તિ માટે રાખો વ્રત
Ganesh Jayanti 2022 Katha: ગણેશ જયંતિ પર અવશ્ય આ કથાનું શ્રવણ કરો, પુત્ર પ્રાપ્તિ માટે રાખો વ્રત
ગણેશ જયંતિ દર વર્ષે માઘ શુક્લ ચતુર્થીના દિવસે ઉજવવામાં આવે છે.
Ganesh Jayanti 2022 Katha: માતા પાર્વતી (Mata Parvati)એ આજ્ઞાકારી પુત્રની ઈચ્છાથી ગણેશજીને ઉત્પન્ન કર્યા હતા, તેથી જે લોકોને સંતાનની ચાહ હોય છે તેમણે ગણેશ જયંતિનું વ્રત રાખવું જોઈએ. જે લોકો વ્રત રાખે છે તેમણે ગણેશ ભગવાનના જન્મની કથા સાંભળવી જોઈએ.
Ganesh Jayanti 2022 Katha: વિઘ્નહર્તા શ્રી ગણેશ (Lord Ganesha)નો જન્મ માઘ શુક્લ ચતુર્થીના રોજ થયો હતો. આ કારણે ગણેશ જયંતિ દર વર્ષે માઘ શુક્લ ચતુર્થીના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગણેશ જયંતિ 4 ફેબ્રુઆરી, શુક્રવારે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, માતા પાર્વતી (Mata Parvati)એ આજ્ઞાકારી પુત્રની ઈચ્છાથી ગણેશજીને ઉત્પન્ન કર્યા હતા, તેથી જે લોકોને સંતાનની ચાહ હોય છે તેમણે ગણેશ જયંતિનું વ્રત રાખવું જોઈએ. જે લોકો વ્રત રાખે છે તેમણે ગણેશ ભગવાનના જન્મની કથા સાંભળવી જોઈએ. ગણેશ જયંતિ માઘ વિનાયક ચતુર્થી (Vinayak Chaturthi)ના ઉજવવામાં આવે છે. આવો જાણીએ ગણેશ જયંતિની કથા વિશે.
ગણેશ જયંતિ 2022 વ્રત કથા
પૌરાણિક કથામાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન શિવ એક દિવસ સ્નાન કરવા માટે ભોગવતી ગયા હતા, ત્યારબાદ માતા પાર્વતી પણ સ્નાન માટે ચાલ્યા ગયા. સ્નાન દરમિયાન ઉબટનમાંથી તેમણે એક પૂતળું બનાવ્યું અને તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી. પછી તેનું નામ ગણેશ રાખવામાં આવ્યું.
માતા પાર્વતીએ ગણેશજીને દ્વાર પર પહેરો આપવા કહ્યું. તેમણે ગણેશજીને કહ્યું કે જ્યાં સુધી તેઓ સ્નાન કરીને પાછા ન આવે ત્યાં સુધી કોઈને અંદર ન આવવા દે. માતાની આજ્ઞા બાદ ગણેશજી પહેરો આપવા લાગ્યા અને માતા પાર્વતી સ્નાન કરવા લાગ્યા.
આ દરમિયાન ભગવાન શિવ ભોગવતીથી સ્નાન કરીને પાછા કૈલાસ આવી ગયા અને પાર્વતીને મળવા ગયા. પરંતુ દ્વાર પર પહેરેદારી કરી રહેલા ગણેશજીએ તેમને રોક્યા. તેમણે ઘણી વાર બાળ ગણેશને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગણેશજીએ શિવજીને અંદર જવા દીધા નહીં. થોડા સમય બાદ શિવ ક્રોધિત થઈ ગયા અને ગણેશજીનું માથું ધડથી અલગ કરી નાખ્યું.
પછી તેઓ અંદર ચાલ્યા જતા. ત્યાં સુધી તેમનો ગુસ્સો શમ્યો ન હતો. ત્યારે માતા પાર્વતીને લાગ્યું કે ભોલેનાથ ભૂખથી વ્યાકુળ છે, તેથી તેમણે બે થાળીમાં ભોજન પીરસ્યું અને શિવજીને ખાવા માટે વિનંતી કરી. ત્યારે તેમણે પૂછ્યું કે આ બીજી થાળી કોના માટે છે. ત્યારે તેમણે કહ્યું કે દરવાજા બહાર પહેરો આપી રહેલો બાળક પુત્ર ગણેશ છે.
જ્યારે શિવજીએ તેમને આખી વાત કહી ત્યારે પાર્વતીજી વિલાપ કરવા લાગ્યા. એ પછી ભગવાન શિવે એક હાથીનું મસ્તક ગણેશજીના ધડ સાથે જોડી દીધું અને આ રીતે ગણેશજીને ફરીથી જીવન મળ્યું.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર