Home /News /dharm-bhakti /

Ganesh Jayanti 2022: ગણેશ જયંતિ પર બની રહ્યા છે બે વિશેષ યોગ, આ રાશિના લોકોને થઈ શકે છે ધન લાભ

Ganesh Jayanti 2022: ગણેશ જયંતિ પર બની રહ્યા છે બે વિશેષ યોગ, આ રાશિના લોકોને થઈ શકે છે ધન લાભ

ગણેશ જયંતિ માઘ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીએ ઉજવવામાં આવે છે. (Image credit- mypandit.com)

Ganesh Jayanti 2022: આ વખતે ગણેશ જયંતિ 4 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે. આ વખતે બે શુભ યોગ આ જ દિવસે બની રહ્યા છે. જેથી ગણેશ જયંતિનું મહત્વ વધી ગયું છે. આ જયંતિ બે રાશિઓ માટે શુભ સાબિત થઈ શકે છે.

    ગણેશ જયંતિ (Ganesh Jayanti 2022) માઘ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીએ ઉજવવામાં આવે છે. તો દર મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી અને શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને માઘી ગણેશ ચતુર્થી, માઘ વિનાયક ચતુર્થી અથવા તિલકુંડ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે.

    તમને જણાવી દઈએ કે વર્ષ 2022માં ગણેશ જયંતિ 4 ફેબ્રુઆરી, શુક્રવારે ઉજવવામાં આવશે. તેમજ આ વખતે ગણેશ જયંતિ બે શુભ યોગ એટલે કે રવિ યોગ અને શિવ યોગમાં મનાવવામાં આવશે. આથી ગણેશ જયંતિનું મહત્વ ઘણું વધી ગયું છે. તો આ જયંતિ બે રાશિઓ માટે શુભ સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ તે 2 રાશિઓ કઈ છે.

    આ પણ વાંચો: ગણેશ જયંતિ પર અવશ્ય આ કથાનું શ્રવણ કરો, પુત્ર પ્રાપ્તિ માટે રાખો વ્રત

    પવિત્ર માઘ માસમાં ગણેશ જયંતિ ખૂબ જ શુભ અવસર પર આવી રહી છે. આ વખતે બે શુભ યોગ એટલે કે રવિ યોગ અને શિવ યોગમાં ગણેશ જયંતિ ઉજવવામાં આવશે. જણાવી દઈએ કે આ વખતે ગણેશ જયંતિ પર શિવ યોગ બની રહ્યો છે, જે 4 ફેબ્રુઆરીની સાંજે 07.10 વાગ્યા સુધી રહેશે. તો આ દિવસે રવિ યોગ પણ સવારે 07:08 થી બપોરે 03:58 સુધી છે.

    મિથુન અને કન્યા રાશિના લોકો માટે શુભ

    મિથુન અને કન્યા રાશિનો સ્વામી બુધ દેવતા છે અને બુધવારનો દિવસ ભગવાન ગણેશનો જ માનવામાં આવે છે. તેથી કન્યા અને મિથુન રાશિના લોકો ગણેશ જયંતિના દિવસે ગાયને ઘાસ અથવા કાચા લીલા શાકભાજી ખવડાવે. એવું માનવામાં આવે છે કે આના કારણે ધન સંબંધિત સમસ્યાઓ ઝડપથી દૂર થઈ જાય છે. અટવાયેલા ધનને મેળવવા માટે ગણપતિજીને ઘાસના 21 પાન અને ગોળ ચઢાવો. આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

    આ પણ વાંચો: ભાગ્યશાળી હોય છે આ જન્મતિથિ વાળા લોકો, શુક્ર દેવના પ્રભાવથી જીવનમાં કમાય છે ખૂબ નામ અને પૈસો

    ભગવાન ગણેશની આ રીતે પૂજા કરો

    ભગવાન ગણેશની પૂજા વિધિપૂર્વક કરો. તેમને લાડુઓનો ભોગ લગાવો. તેમના મંત્રોનો જાપ કરો. ગણેશ ચાલીસા વાંચો. ગણેશ જયંતિના દિવસે ભગવાન ગણેશને લીલા રંગના વસ્ત્રોનું દાન કરો. એવું માનવામાં આવે છે કે આનાથી સંપત્તિમાં વધારો થાય છે. આર્થિક સ્થિતિ સુધારવા માટે ગણેશ જયંતિના દિવસે લીલા કપડામાં ધાણા બાંધીને દાન કરો. ગણેશજીની સ્થાપના કરતી વખતે તેમને પાન અને સોપારી ચઢાવો. એવું માનવામાં આવે છે કે તેનાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

    ગણેશજીને પીળા ફૂલ, પીળા વસ્ત્ર અને પીળી મીઠાઈઓ અર્પણ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત થવાની માન્યતા છે. કહેવાય છે કે ગણેશ જયંતિ પર ગણેશજીને વાદળી ફૂલ અર્પિત કરવાથી તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Astrology, Dharma bhakti, Ganesha, Zodiac sign, ધર્મભક્તિ

    આગામી સમાચાર