વાસ્તુ ટિપ્સ: ગણેશજીની આવી મૂર્તિ ઘરમાં રાખો, થશે ધનની વર્ષા, આવશે સુખ સમૃદ્ધિ

હળદરથી બનાવેલ ગણેશજીની મૂર્તિને ઘરમાં રાખવી અત્યંત શુભ માનવામાં આવે છે

News18 Gujarati
Updated: May 13, 2019, 5:55 PM IST
વાસ્તુ ટિપ્સ: ગણેશજીની આવી મૂર્તિ ઘરમાં રાખો, થશે ધનની વર્ષા, આવશે સુખ સમૃદ્ધિ
હળદરથી બનાવેલ ગણેશજીની મૂર્તિને ઘરમાં રાખવી અત્યંત શુભ માનવામાં આવે છે
News18 Gujarati
Updated: May 13, 2019, 5:55 PM IST
ધર્મ ડેસ્ક: ગણપતિની મૂર્તિ ઘરમાં રાખવી એ શુભ માનવામાં આવે છે. પરંતુ એ મૂર્તિ કેવી હોય તો તમને કેવુ ફળ મળે તે પણ આપણે જાણવું જોઈએ.  તો જાણીએ કેવી મૂર્તિ ઘરમાં રાખવાથી કેવા ફળ મળે છે.

હળદરથી બનાવેલી મૂર્તિ
હળદરથી બનાવેલ ગણેશજીની મૂર્તિને ઘરમાં રાખવી અત્યંત શુભ માનવામાં આવે છે. આવી મૂર્તિને પૂજા સ્થળ પર રાખવી જોઈએ. આની આસ્થાથી પૂજાથી તમારા બધા કામ પાર પડે છે.

ગાયના છાણની મૂર્તિ
ગણેશજીની મૂર્તિ જો ગાયના છાણથી બનાવેલી હોય તો તેને ઘરમાં રાખવી જોઇએ. એવું માનવામાં આવે છે કે ગણેશજીની આવી મુર્તિ ધનવૃદ્વિ કારક હોય છે. ઘરમાં આવી મૂર્તિ રાખવી વાસ્તુની દ્રષ્ટિથી પણ અત્યંત શુભ માનવામાં આવે છે. આ મૂર્તિ સકારાત્મક ઉર્જા ઘરમાં લાવે છે.

ક્રિસ્ટલની મૂર્તિ
Loading...

ક્રિસ્ટલથી બનેલી ગણેશજીની મૂર્તિ ઘરમાં રાખવાથી વાસ્તુદોષ દુર થાય છે. કરવામાં ખુબ જ કાર્યક્ષમ હોય છે. સાથે જ આવી મૂર્તિ ઘરમાં રાખવાથી ધન ઘરમાં આવે છે.

જાતે બનાવેલી મૂર્તિ
પોતાની જાતે ગણેશજીની એક મુર્તિ બનાવવી જોઇએ, પરંતુ ધ્યાન રહે કે તેમા શુદ્વ પદાર્થોનો જ ઉપયોગ કરવા જોઇએ. તેને ઘરના પૂજા સ્થળ પર બિરાજમાન કરો અને નિયમિત પૂજા કરો. આવું કરવાથી દરેક પ્રકારના કષ્ટ નાશ પામે છે.

આંબા અને પીપળાની મૂર્તિ
આંબા તેમજ પીપળાના પાનથી બનાવેલી ગણેશજીની મૂર્તિ વાસ્તુની દ્રષ્ટિથી ખુબ જ સારી માનવામાં આવે છે. આવી મૂર્તિને ઘરમાં અવશ્ય રાખવી જોઇએ. આને ઘરના મુખ્ય દરવાજાની ઉપર જ લગાવવી જોઇએ. આ મુર્તિ ઘરમાં હકારાત્મક ઉર્જાને વધારે છે. સાથે જ ઘર ધન-ધાન્યથી ભરપુર રહે છે.
First published: May 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...