આજે છે સંકટ ચતુર્થી, જાણો ચંદ્રોદયનો સમય અને પૂજા વિધિ

News18 Gujarati
Updated: February 12, 2020, 2:06 PM IST
આજે છે સંકટ ચતુર્થી, જાણો ચંદ્રોદયનો સમય અને પૂજા વિધિ
સંકટ ચતુર્થી

ગણેશજી આ દિવસે કરેલી પૂજાનો સ્વીકાર અવશ્ય કરે છે.

  • Share this:
ધર્મભક્તિ ડેસ્ક : આજે સંકટ ચતુર્થી (Sankashti Chaturthi 2020) છે. આ દિવસે સંકટને હરનાર ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. ગણપતિ ભગવાનની પૂજા અને આરાધના કરવાથી ઘરમાં શાંતિ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને ધનનું આગમન થાય છે. ભગવાન ગણેશની પૂજા માટે શ્રેષ્ઠ દિવસ ગણાય છે સંકટ ચતુર્થી. આ દિવસે કરેલું વ્રત, પૂજા ક્યારેય વિફળ થતી નથી. ગણેશજી આ દિવસે કરેલી પૂજાનો સ્વીકાર અવશ્ય કરે છે.

સંકટ ચતુર્થીનું વ્રત કરનાર વ્યક્તિની મનોકામના અચૂક પૂર્ણ થાય છે. આ દિવસે ગણપતિ દેવની પૂજા ખાસ વિધિથી કરવામાં આવે છે. આ વિધિ કઈ છે જાણી લો આજે તમે અને શુભ મુહૂર્તમાં અચૂક ગણેશજીની પૂજા કરો. સંકટ ચતુર્થીનાં દિવસે એટલે આજે બુધવારે ચંદ્રોદય થવાનો સમય 9 વાગીને 37 મિનિટ પર થશે.

આ પણ વાંચો : એક થાળીમાં ત્રણ રોટલી મૂકવાને અશુભ માનવામાં આવે છે, જાણો કારણ

ગણેશ પૂજાની વિધિ

ગણપતિ ભગવાન સમક્ષ શુદ્ધ ઘીનો દીવો કરવો. ચંદનનું ધૂપ કરવું અને ગણેશજીને ગોલોચન ચઢાવવું. પૂજામાં સફેદ ફૂલનો ઉપયોગ કરવો અને પૂજા કર્યા પછી ભગવાનને દૂર્વાની 21 ગાંઠ ચઢાવવી. ભગવાનને લાડૂનો ભોગ ચઢાવવો અને રુદ્રાક્ષની માળાથી 108 વાર 'ॐ ભક્તવિધ્નવિનાશનાય નમ:' મંત્રનો જાપ કરવો. દિવસભર ઉપવાસ કરવો અને સૂર્યાસ્ત પછી જ્યારે ચંદ્રોદય થાય ત્યારે દૂધમાં મધ, ચંદન ઉમેરી અને ચંદ્રને અર્ધ્ય આપવો. ચંદ્ર દર્શન કર્યા પછી ભોગમાં ધરાવેલા લાડૂ પ્રસાદ તરીકે ગ્રહણ કરવા.

આ વીડિયો પણ જુઓ : 
First published: February 12, 2020, 2:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading