Home /News /dharm-bhakti /Ganesh Chaturthi 2023: ગણેશ ચતુર્થી પર મેળવો બાપ્પાના આશીર્વાદ, બસ આટલું કરી દો, તમામ સંકટોમાંથી મળશે મુક્તિ
Ganesh Chaturthi 2023: ગણેશ ચતુર્થી પર મેળવો બાપ્પાના આશીર્વાદ, બસ આટલું કરી દો, તમામ સંકટોમાંથી મળશે મુક્તિ
ganesh chaturthi 2023
Ganesh Chaturthi 2023: ઉદય તિથિના જણાવ્યા અનુસાર 25 જાન્યુઆરીએ ગણેશ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ગણપતિ બાપ્પાની કૃપાથી તમામ સંકટ દૂર કરવા માટે કરો આ ઉપાય
Ganesh Chaturthi 2023: હિંદુ ધર્મ (hindu religion)માં તમામ દેવી-દેવતાઓમાં સૌથી પહેલા ભગવાન ગણેશ (Lord Ganesh)ની પૂજા કરવામાં આવે છે, કારણ કે ભગવાન ગણેશને પ્રથમ દેવનો દરજ્જો મળ્યો છે, તેથી જ ચતુર્થી (Ganesh Chaturthi 2023) પણ મહત્વપૂર્ણ તિથિઓમાં વિશેષ સ્થાન ધરાવે છે. ભગવાન ગણેશના ભક્તો હરખભેર વિવિધ રીતે ગણેશ ચતુર્થીની ઉજવણી કરે છે. દર વર્ષે મહા મહિનામાં શુક્લ પક્ષની ચોથના દિવસે ગણેશ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે શુક્લ પક્ષની ચતુર્થી તારીખ 24 જાન્યુઆરી, 2023 મંગળવારના રોજ બપોરે 3:22 વાગ્યાથી 25 જાન્યુઆરી, 2023ના રોજ બુધવાર 12:34 વાગ્યા સુધી રહેશે. ઉદય તિથિના જણાવ્યા અનુસાર 25 જાન્યુઆરીએ ગણેશ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભોપાલ સ્થિત જ્યોતિષ અને વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા કેટલાક એવા ઉપાય (Remedies For Ganesh Chaturthi) જણાવી રહ્યા છે, જેના દ્વારા તમે નોકરી, વ્યવસાય, સ્વાસ્થ્ય, ગૃહ ક્લેશ અને બાળકોને લગતી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.
અજમાવી જૂઓ જ્યોતિષ શાસ્ત્રના આ 4 ચમત્કરિક ઉપાયો-
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહ નબળી સ્થિતિમાં છે અથવા બુધ દોષથી મુક્તિ મેળવવા માંગે છે, તો ગણેશ જયંતિના દિવસે ગણેશજીની મૂર્તિની નિયમિત પૂજા કરવી જોઈએ. આ ઉપાયથી લાભ થશે.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બુધ ગ્રહની ખામીને દૂર કરવા અને લાંબા સમયથી અટકેલા કામને પૂર્ણ કરવા માટે ગણેશ ચતુર્થીના દિવસે જે-તે વ્યક્તિએ મંદિરમાં જઈને લીલી વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ ઉપરાંત લીલા વસ્ત્રો અને ઉપયોગી વસ્તુઓનું જરૂરિયાતમંદોને દાન કરવું ફાયદાકારક માનવામાં આવે છે.
- જો તમારા જીવનમાં લાંબા સમયથી સમસ્યાઓ આવી રહી છે અને તમે તેનાથી કંટાળી ગયા છો, તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગણેશ ચતુર્થીના દિવસે સ્નાન વગેરે કરીને ગણેશ મંદિરમાં જાઓ અને ભગવાન ગણેશને 11 અથવા 21 દુર્વા ઘાસની ગાંસડીઓ ચઢાવો. આ ઉપાયથી તમને સમસ્યાઓથી મુક્તિ મળશે અને કાર્યક્ષેત્રમાં નવી તકો મળશે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર