Patthar Chauth: ગણેશ ચતુર્થીએ બીજાની છત પર પથ્થર ફેંકવા પાછળ આવી છે રોચક કથા

ગણેશ ચતુર્થીને પથ્થરચોક પણ કહેવામાં આવે છે - Image-Shutterstock

આ ઉત્સવને ગજાનનના જન્મોત્સવ તરીકે ઉજવાય છે. આ તહેવાર અનંત ચતુર્દશી સુધી એટલે કે આગામી દસ દિવસ સુધી ઉજવવામાં આવશે.

  • Share this:
    Ganesh Chaturthi 2021, Patthar Chauth: ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi) નિમિતે દેશમાં ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. આ ઉત્સવને ગજાનનના જન્મોત્સવ તરીકે ઉજવાય છે. આ તહેવાર અનંત ચતુર્દશી સુધી એટલે કે આગામી દસ દિવસ સુધી ઉજવવામાં આવશે. આ દિવસે બપોરના સમયે ગણપતિનો જન્મ થયો હોવાની માન્યતા છે. ગણેશ ચતુર્થીને પથ્થર ચોથના નામે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ દિવસે ભૂલથી પણ ચંદ્ર દર્શન ન કરવું જોઈએ. નહિતર ખોટો દોષ સહન કરવો પડે છે. આ દિવસે ભૂલથી ચંદ્ર દર્શન થઈ જાય તો ત્યારબાદ બીજાના ઘર પણ પથ્થર મારવાની પરંપરા છે.

    આવી છે કથા

    પૌરાણિક કથાઓ અનુસાર ગણપતિ એક વખત ખૂબ પ્રેમથી પોતાની મનપસંદ મીઠાઈ આરોગતા હતા. તેઓ મીઠાઈની થાળીઓથી ઘેરાયેલા હતા. ત્યારે ચંદ્રદેવ ત્યાંથી પસાર થયા અને ગણેશને આ રીતે ખાતા જોઈને ગણપતિના પેટ અને સૂંઢની મજાક ઉડાવી હસ્યા હતા. ભગવાન ગણેશ ચંદ્રદેવના વર્તનથી ખૂબ ગુસ્સે થયા અને ચંદ્રદેવને શ્રાપ આપતા કહ્યું કે, તમને તમારા રૂપનું અભિમાન છે. તેથી હું તમને શ્રાપ આપું છું કે, તમે તમારું રૂપ ગુમાવી દેશો. તમારી બધી જ કળા. નષ્ટ થઈ જશે અને જે પણ તારા દર્શન કરશે તેને કલંકિત થવું પડશે. આ દિવસે ભદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચોથી તિથિ હતી.

    શ્રાપ લાગ્યા બાદ ચંદ્રદેવના ભૂલનું ભાન થયું હતું. તેમણે બધા દેવી દેવતાઓ સાથે ગણપતિને પ્રસન્ન કરવા પૂજા કરી હતી. તેમણે ભગવાન ગણેશને પ્રસન્ન કર્યા અને ભૂલ બદલ તેમની માફી માંગી હતી. ત્યારબાદ ગજાનને તેમને વરદાન માંગવા કહ્યું હતું. તેથી બધા દેવોએ ચંદ્રદેવને માફ કરવા અને શ્રાપ પાછો ખેંચી લેવાનું વિનંતી કરી હતી.

    ત્યારે ગણપતિ બાપાએ કહ્યું કે, હું મારો શ્રાપ તો પરત ન લઈ શકું. પરંતુ તેને મર્યાદિત કરી શકું છું. તેમણે કહ્યું કે, ચંદ્રદેવની કળા મહિનાના 15 દિવસ ઘટશે અને 15 દિવસ વધશે. ચંદ્ર દર્શનથી કલંકિત થવાનો શ્રાપ માત્ર ચતુર્થીના દિવસે જ માન્ય રહેશે અને ચતુર્થીના દિવસે કોઈ ચંદ્રના દર્શન કરશે નહીં. જોકે, કોઈ આકસ્મિક રીતે જોઈ લેશે તો તેણે આ શ્રાપની અસરથી બચવા માટે બીજા કોઈની છત પર 5 પથ્થર ફેંકવા પડશે. આમ કરવાથી તે દોષમુક્ત થઈ જશે. ત્યારથી આ દિવસને કલંક ચોથ અને પથ્થર ચોથ કહેવામાં આવે છે

    (Disclaimer: આ લેખમાં માહિતી અને સૂચનો સામાન્ય જાણકારી પર આધારિત છે. ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત તજજ્ઞનો સંપર્ક કરો)
    First published: