Home /News /dharm-bhakti /ગણેશ ચતુર્થીએ આ કામ કરવાથી ધનની અછત અને તમામ દુ:ખ દૂર થશે

ગણેશ ચતુર્થીએ આ કામ કરવાથી ધનની અછત અને તમામ દુ:ખ દૂર થશે

ગણેશ ચતુર્થી 2020

આ દિવસે ગણેશજીની ઉપાસના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ, આર્થિક સંપન્નતાની સાથે સાથે જ્ઞાન અને બુદ્ધિની પ્રાપ્તિ થાય છે.

    22 ઓગસ્ટના રોજ શનિવારે ભક્તો હર્ષોલ્લાસ સાથે ગણેશ ચતુર્થીનું પર્વ મનાવશે. ભક્તો ગણેશોત્સવ દરમિયાન ઘરમાં ગણપતિની સ્થાપના કરશે. આ ચતુર્થી ભગવાન ગણેશને જ સમર્પિત છે. ગણેશ ચતુર્થીને વિનાયક ચતુર્થી પણ કહેવામાં આવે છે. આ દિવસે ગણેશજીની ઉપાસના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ, આર્થિક સંપન્નતાની સાથે સાથે જ્ઞાન અને બુદ્ધિની પ્રાપ્તિ થાય છે.

    આજે કેવી રીતે કરશો પૂજા:

    - સ્નાન બાદ લાલ વસ્ત્રો ધારણ કરવા જોઈએ.

    - બપોરે ભગવાનની પૂજાના સમયે પોતપોતાના સામર્થ્ય અનુસાર સોના, ચાંદી, પીત્તળ, તાંબા અથવા માટીથી નિર્મિત ગણેશ પ્રતિમા સ્થાપિત કરો.

    પૂજા સમયે કરો આ મંત્રનો જાપ

    - પૂજા કરતી વખતે ગણેશ ભગવાનનો મંત્ર 'ॐ गं गणपतयै नम:' બોલતા 21 દૂર્વા ઘાસ અર્પિત કરો

    - ગેસ ભગવાનને બુંદીના 21 લાડવાનો ભોગ ધરાવો

    - તેમાંથી 5 લાડુ બ્રાહ્મણને દાન કરો અને 5 ગણેશજીના ચરણોમાં રાખો. બાકીનો પ્રસાદ વહેંચી દો.

    -  સંકટનાશક ગણેશ સ્ત્રોતનો પાઠ કરી શ્રી ગણેશની આરતી કરો.

    - 'ॐ गणेशाय नम:' મંત્રની માળા કરો.

    શુભ મુહૂર્ત

    ગણેશ ચતુર્થી 22 ઓગસ્ટ 2020ને શનિવારે છે
    ગણેશ ચતુર્થી સાંજે 7:57 સુધી છે.
    હસ્ત નક્ષત્ર પણ સાંજે 7:10 કલાકે છે
    હિન્દુ ધર્મ શાસ્ત્રો અનુસાર, ચોઘડીયા મુહૂર્ત ખુબ શુભ પ્રભાવ પેદા કરનારા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Eco ganesha, Ganesh Chaturthi, Ganesh Chaturthi 2020, Ganesha

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन