Ganesh Chaturthi: આ દિવસથી શરૂ થશે 'બાપ્પા'નું પર્વ, જાણો - સ્થાપના - શુભ મુહૂર્ત
Ganesh Chaturthi: આ દિવસથી શરૂ થશે 'બાપ્પા'નું પર્વ, જાણો - સ્થાપના - શુભ મુહૂર્ત
ગણેશ સ્થાપનાનું શુભ મુહૂર્ત
માન્યતા છે કે, બુદ્ધિના દેવતા ભગવાન ગણેશની ઉપાસનાથી કાર્યોમાં સફળતા મળે છે અને સાથે ઐશ્વર્ય પણ મળે છે. માનવામાં આવે છે કે, કૈલાસ પર્વત છોડી ગણેશજી આ દરમ્યાન ધરતી પર પોતાના ભક્તોને આશિર્વાદ આપવા પહોંચે છે.
વિઘ્નહર્તા બગવાન ગણેશ આ વર્ષે ફરી આવશે. ભારતમાં દર વર્ષે ગણેશ ચતુર્થીનું પર્વ ધામધૂમથી મનાવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના રોજ લોકો પોતાના ઘરે ભગવાન ગણેશની સ્થાપના કરે છે. આ વર્ષે ગણેશ ચતુર્થીની શરૂઆત 13 સપ્ટેમ્બરથી થઈ રહી છે. ધાર્મિક માન્યતા છે કે, ભગવાન ગણેશની પૂજા કરવાથી શુભ કાર્યમાં કોઈ વિઘ્ન નથી આવતું. જેથી કોઈ પણ કામ કરતા પહેલા ભગવાન ગણેશજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓમાં ગણેશ ચતુર્થીના પર્વને ખુબ મહત્વનું માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે, 10 દિવસ બાપ્પા ધરતી પર નિવાસ કરે છે. જેને લઈ લોકો ખુબ ઉત્સાહ સાથે બાપ્પાને પોતાના ઘરમાં સ્થાપિત કરે છે. ગણેશ ઉત્સવ ભાદ્રપદ શુક્લ ચતુર્થીથી ચતુર્દશી સુધી ચાલે છે. કહેવામાં આવે છે કે, ચુતુર્થીના રોજ સૌથી પહેલા પૂજવામાં આવતા ભગવાન ગણેશજીનો જન્મ મધ્યકાળમાં થયો હતો. ગમપતિની કૃપા વર્ષભર બની રહે, તે માટે દર વર્ષે 10 દિવસ બાપ્પાની સ્થાપના અને પૂજા કરે છે.
માન્યતા છે કે, બુદ્ધિના દેવતા ભગવાન ગણેશની ઉપાસનાથી કાર્યોમાં સફળતા મળે છે અને સાથે ઐશ્વર્ય પણ મળે છે. માનવામાં આવે છે કે, કૈલાસ પર્વત છોડી ગણેશજી આ દરમ્યાન ધરતી પર પોતાના ભક્તોને આશિર્વાદ આપવા પહોંચે છે.
આ સમયે કરો સ્થાપના
ભગવાન ગણેશજીનો જન્મ મધ્યકાળમાં થયો હોવાથી આ સમયે ગણેશજીની સ્થાપના માટે ઘણો શુભ માનવામાં આવે છે. આ વખતે 13 સપ્ટેમ્બરના રોજ મધ્યાહને ગણેશ પૂજા અને સ્થાપનાનો શ્રેષ્ઠ સમય 11.03 AMથી 13.30 સુધીનો છે. ગણેશ ચતુર્થીની પૂજા અનંત ચતુર્દશી સુધી ચાલશે. આ વર્ષે ગણેશ ઉત્સવ 3 સપ્ટેમ્બર 2018 સુધી ચાલશે અને રવિવારે અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર