Home /News /dharm-bhakti /Guru Gochar 2023: હોળી પહેલા બનશે ગજલક્ષ્મી રાજયોગ, આ રાશિને શનિની સાડાસાતીમાંથી મળશે મુક્તિ, શરુ થશે સારા દિવસ

Guru Gochar 2023: હોળી પહેલા બનશે ગજલક્ષ્મી રાજયોગ, આ રાશિને શનિની સાડાસાતીમાંથી મળશે મુક્તિ, શરુ થશે સારા દિવસ

મેષ રાશિમાં ગજલક્ષ્મી યોગ

Gajlaxmi Rajyog 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળી પછી ગજલક્ષ્મી રાજયોગ બનવા જઈ રહ્યો છે. વાસ્તવમાં, 22 એપ્રિલ 2023 ના રોજ બૃહસ્પતિ ગુરુ મેષ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ગુરુ અને ચંદ્ર એક સાથે હોવાને કારણે ગજલક્ષ્મી યોગ બનવા જઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ યોગની અસરથી ધન અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: તમામ નવ ગ્રહ સમય સમય પર રાશિ ગોચર કરે છે. અન્ય ગ્રહો સાથે યુતિ બનાવે છે. આ ગ્રહ ગોચર અને ગ્રહોની યુતિ ગાન શુભ અને અશુભ યોગ બનાવે છે. ત્યાં જ 08 માર્ચે હોળીનો તહેવાર આવવાનો છે જે પછી એક યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જ્યોતિષોની માનીએ તો 22 એપ્રિલે દેવગુરુ બૃહસ્પતિ મીન રાશિમાંથી નીકળી મેષ રાશિમાં પ્રવેશ કરશે. એવામાં ગુરુ અને ચંદ્ર સાથે હોવાથી ગજરાજ યોગ બનવા જઈ રહ્યો છે. આ ગજલક્ષ્મી યોગ ઘણી રાશિઓ માટે ખુબ શુભ સાબિત થઇ શકે છે.

ગજલક્ષ્મી યોગનું નિર્માણ થશે

ગુરુને ગ્રહોનો દેવ માનવામાં આવે છે. દેવતાઓનો બૃહસ્પતિ ગુરુ 22 એપ્રિલ, 2023ના રોજ સવારે 03:33 વાગ્યે તેની મીન રાશિ છોડીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં ચંદ્ર પહેલેથી જ બેઠો છે, તેથી ગુરુ અને ચંદ્ર મેષ રાશિમાં હોવાને કારણે ગજલક્ષ્મી યોગ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ યોગના પ્રભાવથી ધન, સુખ અને સમૃદ્ધિ વધે છે. આ સાથે જે પણ રાશિમાં ગજલક્ષ્મી યોગ બને છે, શનિની સાડાસાતી તે રાશિમાં પૂર્ણ થાય છે. આવો જાણીએ હોળી પછી બનેલા આ ગજલક્ષ્મી યોગથી કઈ રાશિને ફાયદો થશે.

આ રાશિના જાતકોને ફાયદો થશે

1. મેષ

મેષ રાશિના જાતકોને ગજલક્ષ્મી યોગ રચવાથી સારું પરિણામ મળી શકે છે. નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળશે. કાર્યસ્થળમાં પ્રશંસા મળી શકે છે. વિદ્યાર્થીઓને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. પ્રેમ સંબંધો માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે. જેમના લગ્ન નથી થઈ રહ્યા તેમના લગ્નની શક્યતાઓ બની જશે. વિવાહિત જીવન સારું રહેશે. ભાગ્યના સહયોગથી તમારા દરેક કામ પૂર્ણ થવા લાગશે. બધા જૂના કામ પૂરા થશે. આવકમાં પણ વધારો થઈ શકે છે.

આ પણ વાંચો:  શનિની રાશિમાં ગોચર કરશે બુધ, જાણો રાશિચક્રની તમામ રાશિઓ પર શું થશે અસર

2. મિથુન

ગજલક્ષ્મી રાજ યોગ બનવાથી તમારી આવકમાં સારો વધારો થઈ શકે છે. જૂના રોકાણથી પણ ફાયદો થઈ શકે છે. વેપારમાં સારો નફો મળી શકે છે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં અવરોધ છતાં આગળ વધવાની તક મળશે. સમાજમાં તમારું સન્માન વધશે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે. એક ખાસ વ્યક્તિ સિંગલ લોકોના જીવનમાં પણ દસ્તક આપી શકે છે, જેની સાથે તમે મજબૂત સંબંધ શરૂ કરવાનો વિચાર કરી શકો છો.

આ પણ વાંચો:  હોળી પહેલા ચમકશે આ રાશિના જાતકોની કિસ્મત, શનિદેવ વરસાવશે કૃપા



3. ધન

ગજલક્ષ્મી યોગના કારણે ધન રાશિના લોકોને અચાનક ધનલાભ થશે કારણ કે ગુરુ તમારી રાશિથી પાંચમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. જેના કારણે વ્યાપારીઓને આ સમયે ધંધામાં સફળતા મળશે. સાથે જ પ્રેમ સંબંધોમાં પણ મધુરતા જોવા મળશે. શિક્ષણની વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય ઘણો અનુકૂળ રહેશે.
First published:

Tags: Dharm Bhakti, Guru Gochar