નોકરીથી લઈ વિવાહ સુધી, કઈ મનોકામના માટે રાખવું જોઈએ કયું વ્રત?

News18 Gujarati
Updated: August 29, 2019, 10:03 PM IST
નોકરીથી લઈ વિવાહ સુધી, કઈ મનોકામના માટે રાખવું જોઈએ કયું વ્રત?
ઘણા લોકોને ખબર નહીં હોય કે, તેમણે કઈ મનોકામના માટે કયું વ્રત રાખવું જોઈએ

ઈશ્વર પાસે પોતાની મનોકામનાનો આશિર્વાદ લેવા લોકો વ્રતનો રસ્તો પસંદ કરે છે. વ્રતના માધ્યમથી પ્રભુની તપસ્યા થાય છે, અને મનગમતુ વરદાન મેળવે છે

  • Share this:
ઈશ્વર પાસે પોતાની મનોકામનાનો આશિર્વાદ લેવા લોકો વ્રતનો રસ્તો પસંદ કરે છે. વ્રતના માધ્યમથી પ્રભુની તપસ્યા થાય છે, અને મનગમતુ વરદાન મેળવે છે. પરંતુ, ઘણા લોકોને ખબર નહીં હોય કે, તેમણે કઈ મનોકામના માટે કયું વ્રત રાખવું જોઈએ. તો જોઈએ તમારી ઈચ્છા પૂર્તિ માટે કયું વ્રત શ્રેષ્ઠ કહેવાશે.

નોકરી માટે વ્રત અને નિયમ
નોકરી માટે 7 શનિવારનું વ્રત રાખવું ઉત્તમ ગણાય છે. આ દિવસે સવારે ઉઠી સૌથી પહેલા તેલમાં પ્રતિબિંબ જુઓ, છાયાદાન કરો. દિવસભર માત્ર જલાહાર લો, અન્નનું સેવન કરો. સંધ્યાકાળે પીપળાના વૃક્ષમાં જળ ચઢાવો, સાથે સરસોના તેલનો દીવો પ્રગટાવો. ત્યારબાદ શનિના મંત્ર "ॐ शं शनैश्चराय नमः" નો 108 વખત જાપ કરો. સાંજના સમયે અડદની ખીચડીનું સેવન કરી શકો છો.

ધન માટે વ્રત અને નિયમ
ધનની પ્રાપ્તિ માટે ભગવતી લક્ષ્મીનું વ્રત 8 શુક્રવાર રાખો. આ દિવસે મા લક્ષ્મીના અષ્ટ સ્વરૂપની ઉપાસના કરો, અથવા ધન લક્ષ્મીના સ્વરૂપની પૂજા કરો. દિવસભર માત્ર જલાહાર અથવા ફલાહાર લો, સાંજે પણ અન્નનું સેવન ન કરો. મધ્યરાત્રીએ મા લક્ષ્મીના ચિત્ર સમક્ષ ઘીનો દીવો પ્રગટાવી "ॐ श्रीं श्रीयै नमः"ની 11 માળાનો જાપ કરો. મા લક્ષ્મીને ગુલાબનું પુષ્પ અથવા તેની ગુલાબનું અત્તર સમર્પિત કરો.

સંતાન પ્રાપ્તિ માટે વ્રત અને નિયમસંતાન પ્રાપ્તિ માટે માહની ત્રયોદશી તિથિ, જેને પ્રદોષ કહેવાય છે. તેનું વ્રત રાખવામાં આવે છે. આ દિવસે પણ માત્ર જલાહાર અથવા ફલાહાર કરો. સવારે અને સાંજે 11 માળા "ॐ नमः शिवाय" નો જાપ કરો. સંધ્યા સમયે શિવજીના મંદિરે જઈ દર્શન જરૂર કરો.

વિવાહ માટે વ્રત અને તેના નિયમ
વિવાહ માટે 11 ગુરૂવારનું વ્રત રાખવું ઉત્તમ હોય છે. આ દિવસે સવારે ઉઠી સ્નાન કર્યા બાદ પીળા વસ્ત્ર ધારણ કરો, કેળાની જડમાં જળ પધરાવો અને વૃક્ષની 16 પરિક્રમા કરો. પછી "ॐ नमो भगवते वासुदेवाय" મંત્રનો 108 વખત જાપ કરો. સૂર્યાસ્ત પહેલા પીળી વસ્તુનું સેવન કરો, મીઠાનો તે દિવસે ત્યાગ કરો. સંધ્યા સમયે પણ મંત્રનો જાપ કરો.

મનોકામનાઓની પૂર્તિ માટે કરવામાં આવતુ અચૂક વ્રત
દુનિયામાં સૌથી મહત્વપૂર્ણ અને શુભ ફળદાયી વ્રત છે એકાદશી વ્રત. આ દર મહિને બે વખત આવે છે. શુક્લ પક્ષમાં અને બંને અગીયારસ કરવી ઉત્તમ હોય છે. આ દિવસે શુદ્ધરૂપથી જલાહાર લેવો જોઈએ, નિર્જળ રહી શકતા હોય તો અદભૂત પરિણામ મળે. આ દિવસે પોતાના ઈષ્ટદેવ અથવા વિષ્ણ ભગવાન અને શિવજીની આરાધના કરવી જોઈએ. જો ચારે વેળા આરાધના કરવામાં આવે તો કોઈ પણ મનોકામના પૂરી કરી શકાય છે. અગામી દિવસે સવારે સમ્પૂર્ણ ભોજનનું કોઈ નિર્ધનને દાન કરી અથવા લીંબુ પાણી પીને ઉપવાસ સમાપ્ત કરો.
First published: August 29, 2019
વધુ વાંચો
अगली ख़बर