કેમ અખાત્રીજથી ભગવાન સ્વામિનારાયણને ચંદનના વાઘાનો શણગાર કરવામાં આવે છે?

News18 Gujarati
Updated: April 26, 2020, 12:06 AM IST
કેમ અખાત્રીજથી ભગવાન સ્વામિનારાયણને ચંદનના વાઘાનો શણગાર કરવામાં આવે છે?
કુમકુમ મંદિર

શ્રી સ્વામિનારાયણ ભગવાનને અખાત્રીજના દિવસે પાંચ કિલો ચંદનમાંથી વાઘા ધરાવવામાં આવશે. શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટયુબ ચેનલના માધ્યમથી દર્શન કરાવવામાં આવશે. સવારે ૭ - ૪પ લાઈવ દર્શન કરી શકાશે.

  • Share this:
રવિવાર તા. ર૬ એપ્રિલને અખાત્રીજથી શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરાગત અનુસાર વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક મળે તેવા હેતુથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર સજવામાં આવશે. આ પ્રસંગે સવારે ૭ - ૪પ વાગે મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં આરતી કરવામાં આવશે. લોકડાઉનના કારણે સત્સંગીઓ દર્શન માટે મંદિરે નહિ આવી શકે, પરંતુ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટયુબ ચેનલના માધ્યમથી દર્શન કરાવવામાં આવશે. સવારે ૭ - ૪પ લાઈવ દર્શન કરી શકાશે.

અખાત્રીજથી ચંદનના વાઘા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધરાવવામાં આવે છે તે અંગે શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ-મણિનગર- ના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાનને અખાત્રીજના દિવસે પાંચ કિલો ચંદનમાંથી વાઘા ધરાવવામાં આવશે.

આ વાઘા ધરાવવાથી ભગવાનને એરકન્ડીશન કરતાં પણ વધુ ઠંડક પ્રાપ્ત થતી હોય છે. અને વાઘા ધરાવ્યા બાદ આ ચંદનનો સર્વ શ્રેષ્ઠ ઉપયોગ થાય, તથા ભગવાનનો સ્પર્શ થયેલ ચંદન દરેકને પ્રાપ્ત થાય એટલા માટે આ ચંદનના વાઘામાંથી ચંદનની ગોટીઓ બનાવવામાં આવે છે અને તે ભકતોને આપવામાં આવે છે.તે ગોટીમાંથી ભકતો નિત્ય ચંદન ઘસીને પોતાના કપાળે લગાવે છે અને તિલક કરે છે.

તિલક ચાંદલો એ સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રતિક છે. તિલક ચાંદલો જાઈને જ ખબર પડી જાય કે, આ સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી છે. તિલક એ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રતિક છે અને ચાંદલો એ અનાદિમુકતનું પ્રતિક છે. આમ,ચંદનના વાઘા જે ભગવાનને ધરાવામાં આવે છે તે તેનો નિત્ય સદ્‌ઉપયોગ કરવામાં આવે છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે સ્વયં વચનામૃત ગ્રંથના છેલ્લા પ્રકરણના ર૩માં વચનામૃતમાં કહયું છે કે, ઋતુ અનુસાર ભગવાનની સેવા ચાકરી કરવી જાઈએ.

તેથી ઉનાળો આવે ત્યારે ભગવાનને ગરમીમાંથી રાહત મળે અને ઠંડક પ્રાપ્ત થાય તે માટે ભગવાનને ઝીણા વસ્ત્રો ધરાવવા જાઈએ.અને ભગવાનની આગળ એરકંડીશન મૂકવામાં આવે છે. પરંતુ વૈશાખ માસની અસહ્‌ય ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય માટે ભગવાનને ચંદનના વાઘાના શણગાર સજવામાં આવે છે. આ ચંદનના વાઘા એરકન્ડીશન કરતાં પણ વધુ ભગવાનને ઠંડક એટલે કે, શીતળતા આપે છે.
First published: April 25, 2020, 11:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading