Home /News /dharm-bhakti /Shukravar Upay: શુક્રવારે વાળ ધોવા કે નખ કાપવા જોઈએ? જાણો આ દિવસે શું કરવું અને શું ન કરવું?
Shukravar Upay: શુક્રવારે વાળ ધોવા કે નખ કાપવા જોઈએ? જાણો આ દિવસે શું કરવું અને શું ન કરવું?
શુક્રવારના ઉપાય
Friday Remedies: શુક્રવારનો દિવસ મા લક્ષ્મીને સમર્પિત છે, જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચોક્કસ દિવસ ચોક્કસ કાર્ય કરવામાં આવે તો શુભ ફળ મળે છે. ત્યારે શુક્રવારે શું કરવું જોઈએ અને શું ન કરવુ જોઈએ તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.
ધર્મ ડેસ્ક: હિન્દુ સંસ્કૃતિમાં અમુક દિવસે અમુક કામ કરવાથી બરકત થાય છે, કેટલાક કામના કારણે નુકસાન પણ જાય છે. જેના કારણે વાળ ધોવાથી લઈ નખ કાપવા જેવી સામાન્ય બાબતો માટે પણ ચોક્કસ દિવસ નક્કી કરાયા છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચોક્કસ દિવસ ચોક્કસ કાર્ય કરવામાં આવે તો શુભ ફળ મળે છે. ત્યારે શુક્રવારે શું કરવું જોઈએ અને શું ન કરવુ જોઈએ તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.
શુક્રવારનો દિવસ મા લક્ષ્મીને સમર્પિત છે અને આ દિવસે વાળ ધોવા અને નખ કાપવાથી જીવન પર ખૂબ ઉંડી અસર પડી શકે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શુક્રવારે વાળ ધોવા ખૂબ શુભ માનવામાં આવે છે. શિકાવારે વાળ ધોવાથી માતા લક્ષ્મી અને શુક્ર દેવની કૃપા વરસે છે. આર્થિક ફાયદો થઈ શકે છે.
બીજી તરફ જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રવારે નખ કાપવા પણ શુભ માનવામાં આવે છે. આ દિવસે શુક્રનો પ્રભાવ રહે છે. શુક્રને સુંદરતાનું પ્રતિક માનવામાં આવે છે. તેથી શુક્રવારે વાળ અને નખ કાપવા ખૂબ જ શુભ ગણાય છે. શુક્રવારે નાખ કાપવાથી જાતકોના જીવનમાં સુખ આવે છે અને તેઓ ધનવાન બને છે.
તમારું કામ છેલ્લી ઘડીએ સફળ ન થતું હોય તો તમે શુક્રવારે કાળી કીડીઓને ખાંડ ખવડાવી શકો છો. આમ કરવાથી સફળતા મળી શકે છે.
શુક્રવારે જો તમે કોઈ સારા કામ માટે બહાર જઈ રહ્યા હોવ તો જતા પહેલા દહીં-ખાંડ ખાવા જોઈએ. તેનાથી તમને કામમાં સફળતા મળી શકે છે.
મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે સ્નાન કર્યા બાદ સફેદ રંગના વસ્ત્રો ધારણ કરી મા લક્ષ્મીના ચરણોમાં કમળના ફૂલ ચઢાવો. તેમજ સામે બેસીને શ્રી સુક્તનો પાઠ કરો. આ દિવસે મા લક્ષ્મીના મંદિરમાં કૌડી, કમળ, શંખ, પતાસા અને મખાના ચઢાવવાથી માતા પ્રસન્ન થાય છે. તેમના આશીર્વાદ મળે છે.