આ દિવસે જન્મેલા વ્યક્તિ પર લક્ષ્મીની કૃપા હોય છે, જાણો તેમનો સ્વભાવ

News18 Gujarati
Updated: February 27, 2020, 2:59 PM IST
આ દિવસે જન્મેલા વ્યક્તિ પર લક્ષ્મીની કૃપા હોય છે, જાણો તેમનો સ્વભાવ
આ દિવસે જન્મેલા લોકો ભૌતિક સુખ અને સુવિધા તથા શોખીન મિજાજનાં હોય છે.

તો આજે આપણે વિસ્તૃતમાં જાણીએ શુક્રવારે જન્મેલા લોકો કેવા હોય છે.

  • Share this:
ધર્મડેસ્ક : શુક્રવારનો સ્વામી ગ્રહ શુક્ર છે અને તેમની દેવી લક્ષ્મી છે. જે લોકોનો જન્મ શુક્રવારે થાય છે તેમની પર લક્ષ્મી અને શુક્ર બંન્નેનો પ્રભાવ હોય છે. આ જ કારણ છે કે આ દિવસે જન્મેલા લોકો ભૌતિક સુખ અને સુવિધા તથા શોખીન મિજાજનાં હોય છે. તો આજે આપણે વિસ્તૃતમાં જાણીએ શુક્રવારે જન્મેલા લોકો કેવા હોય છે.

  • આ દિવસે જન્મેલા લોકોને સજવાનું ઘણું પસંદ હોય છે. આ લોકોનાં શારિરીક દેખાવની વાત કરીએ તો તેઓનું માંથુ મોટું, આંખો મોટી અને રંગ ગોરો હોય છે.


  • તેમના વાળ કર્લી અને હાથ લાંબા હોય છે. આ દિવસે જન્મનારા વ્યક્તિને વિપરીત લિંગ પ્રતિ વિશેષ આકર્ષણ હોય છે.

  • આ લોકો ઘણાં ચતુર હોય છે.

  • કલાત્મક વસ્તુઓ અને કળાનાં શોખીન હોય છે. સંગીત, લેખન, ચિત્રકળા, ફિલ્મ, ફેશન, બ્યૂટી ઇન્ડસ્ટ્રિઝમાં આ લોકો સફળ થાય છે. આ લોકો મોટાભાગે પ્રસન્ન દેખાય છે.
  • આ લોકોને ખબર હોય છે કે અન્ય વ્યક્તિને પોતાના પક્ષમાં કેવી રીતે કરવા તે સારી રીતે આવડે છે.

  • આ લોકોનો સ્વભાવ હસી મજાક કરવાનો હોય છે એટલે તેમના ઘણાં મિત્રો હોય છે.

  • પ્રસંશા સાંભળવી તેમને ઘણી જ ગમે છે. બદલાતા મોસમમાં તેમને સજાગ રહેવાની જરૂર હોય છે કારણ કે તેમને શરદી અને ખાંસી જલ્દી થઇ જાય છે.


આ પણ વાંચો : વાતોથી જ દિલ જીતી લે છે બુધવારનાં દિવસે જન્મેલા વ્યક્તિ

આ પણ વાંચો : ગુરૂવારે જન્મેલા હોય છે સાફ મનવાળા, જાણો કેવો હોય છે તેમનો સ્વભાવ

 
First published: February 27, 2020
વધુ વાંચો
अगली ख़बर