શુક્રવાર અને 13 તારીખ, કેટલો ખતરનાક છે આજનો દિવસ

News18 Gujarati
Updated: September 13, 2019, 10:48 AM IST
શુક્રવાર અને 13 તારીખ, કેટલો ખતરનાક છે આજનો દિવસ
વિદેશોમાં તો આ દિવસથી લોકો એટલા ડરે છે કે, પોતાના ઘરમાંથી બહાર નીકળવાનું પણ પસંદ નથી કરતા

વિદેશોમાં તો આ દિવસથી લોકો એટલા ડરે છે કે, પોતાના ઘરમાંથી બહાર નીકળવાનું પણ પસંદ નથી કરતા

  • Share this:
13 સપ્ટેમ્બરના રોજ શુક્રવાર પણ છે અને 13 તારીખ પણ. દુનિયાભરમાં આ દિવસને હજારો વર્ષથી લોકો અશુભ માનતા આવ્યા છે. આને લઈ તમામ કિસ્સા, અંધવિશ્વાસ અને મિતક છે. વિદેશોમાં તો આ દિવસથી લોકો એટલા ડરે છે કે, પોતાના ઘરમાંથી બહાર નીકળવાનું પણ પસંદ નથી કરતા. લોકો 13 નંબરથી દૂર રહેવાનું જ પસંદ કરે છે. જેથી 13 નંબરનો ઉપયોગ હોટલોના રૂમથી લઈ ઘરના એડ્રેસમાં પણ ખુબ ઓછા જોવા મળે છે.

યૂરોપમાં 13 તારીખના રોજ પડતા શુક્રવારને તો ખુબ અશુભ માનવામાં આવે છે. જોકે, હિન્દુ ધર્મ 13 તારીખને ક્યારે પણ ખરાબ નથી માનતો. હિન્દુ ધર્મ તેને શુભ દિવસ તરીકે માને છે. ગ્રીસ માન્યતાઓમાં પણ શુક્રવાર અને 13 તારીખને ખરાબ નથી માનવામાં આવતો. યૂરોપ અને અમેરિકામાં 13 નંબરને લઈ આટલા અંધવિશ્વાસ કેમ પ્રચલિત છે. તેનો અંદાજ તો નથી લગાવી શકાતો પરંતુ, એ વાત સાચી છે કે, 'ફ્રાઈડે ધ ખર્ટિંગ' એટલે કે 13 તારીખના રોજ શુક્રવાર આવે તો તેને અપશગુન તરીકે જોવામાં આવે છે.

કેમ 13 અને શુક્રવારનો મેળ અશુભ

ઉલ્લેખનીય છે કે, 12 નંબર એક પૂર્ણાંક નંબર હોય છે. 12 મહિના, ઘડીયાળમાં 12 કલાક, 12 રાશી હોય છે. ત્યારબાદ 13 નંબરને સંતુલનની અછતવાળો નંબર માનવામાં આવ્યો છે. આ કારણથી તેને અશુભ માનવામાં આવે છે. જ્યારે શુક્રવારને લઈ એવું કહેવામાં આવે છે કે, જીસસને આ દિવસે જ સૂલી પર ચઢાવવામાં આવ્યા હતા, જેના કારણે આ દિવસ અને તારીખ જ્યારે મળે છે તો દુર્ભાગ્ય પેદા કરે છે. અશુભ માનીને લોકો ઘરથી બહાર નીકળતા પણ ગભરાય છે.

13 નંબરથી રહે છે દૂર
- કેટલીએ હોટલમાં 13મો ફ્લોર નથી હોતો- હોટલોમાં 13 નંબરનો રૂમ નથી હોતો
- 13મા નંબરની સીટ પર બેસી હવાઈ યાત્રા કરવામાંથી પણ દુર રહે છે લોકો
- ફ્રાંસમાં લોકોનું માનવું છે કે, ડાઈનિંગ ટેબલ પર 13 ખુરશીઓ હોવું પણ સારૂ નથી માનવામાં આવતું
- ફ્લાઈટમાં ટ્રાવેલ કરવાનું પસંદ નથી કરતા. યૂરોપમાં આ દિવસે હવાઈ મુસાફરી સસ્તી હોય છે.

13 નંબર પર હિન્દુ માન્યતાઓ
- કોઈ પણ મહિનાની 13 તારીખ હિન્દુ ધર્મના હિસાબે ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
- હિન્દુ કેલેન્ડર અનુસાર, 13મો દિવસ ત્રિયોદશી હોય છે. જે ભગવાન શિવને અર્પિત છે
- પ્રદોષ વ્રત ભગવાન શિવના સન્માનમાં રાખવામાં આવે છે, જે મહિનાના 13મા દિવસે આવે છે
- મહાશિવરાત્રી પણ માઘ મહિનાના 13મા દિવસે રાત્રે મનાવવામાં આવે છે.
- થાઈ માન્યતા અનુસાર, થાઈ નવું વર્ષ 13 એપ્રિલે મનાવવામાં આવે છે.

આ મિથકને ફેલાવ્યું ફિલ્મ 'ફ્રાઈડે ધ થર્ટિંગ'એ
1980માં આવેલી હોરર ફિલ્મ 'ફ્રાઈડે ધ થર્ટિંગ'એ આ મિથકને ફેલાવવામાં સૌથી વધારે યોગદાન આપ્યું છે. ફિલ્મ એટલી હિટ થઈ કે, તેના 12 સિક્વલ પર્દા પર આવ્યા. 13મી સિક્વલ બની પરંતુ એક શુક્રવારથી પહેલા 13 તારીખના શુક્રવાર સુધી ટળતું રહ્યું, અને આખરે તેને રિલીઝ ન કરવાનો નિર્ણય લેવો પડ્યો. તો શું 13મી ફિલ્મ અશુભ હતી?

ગણિતની નજરમાં 13
13 પ્રમુખ સંખ્યા હોય છે જે માત્ર જાતે જ વિભાજીત કરી શકાય છે. જેથી તે પોતાની રીતે એક પૂર્ણ સંખ્યા છે.
First published: September 12, 2019, 10:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading