Navratri 2021: ચોથા નોરતે કરો મા કૂષ્માંડાની પૂજા, શુભફળ મેળવવા કરો આ મંત્રનો જાપ

ચોથું નોરતું : શું તમે જાણો છો? કૂષ્માંડા દેવીનું નિવાસ ક્યાં છે?

Maa Kushmanda Pooja : માં કૂષ્માંડાની ઉપાસનાથી ભક્તોના તમામ રોગ, શોક મટી જાય છે. એમની ભક્તિથી આયુ, યશ, બળ અને આરોગ્યની વૃધ્ધિ થાય છે.

  • Share this:
    નવરાત્રીના (Navratri 2021) ચોથા દિવસે દુર્ગાના ચોથા સ્વરૂપને માં કૂષ્માંડા (Mata Kushmanda Pooja on Fourth Navratri)રીકે પૂજા થાય છે. છે. માતાનું આ સ્વરૂપ અત્યંત શાંત, સૌમ્ય અને મોહક છે. તેમને આઠ ભુજાઓ છે, પરિણામે તેમને અષ્ટભુજા કહે છે. તેમના સાત હાથોમાં ક્રમશઃ કમંડળ, ધનુષ, બાણ, કમળ-પુષ્પ, અમૃત કળશ, ચક્ર તથા ગદા છે. આઠમાં હાથમાં તમામ સિદ્ધિ ઓ અને નિધિઓને દેનારી જપ માળા છે. આ દેવીનું વાહન સિંહ છે. આજે મા કૂષ્માંડા દેવીની પૂજા કરવામાં આવે છે. કૂષ્માંડા દેવી સૂર્ય સમાન તેજસ્વી સ્વરૂપ અને એમની આઠ બાજુઓ આપણને કર્મયોગી જીવન અપનાવી ફળ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે. એમની મધુર મુસ્કાન આપણા જીવની શક્તિનું સંવર્ધન કરતાં આપણને કઠીન માર્ગમાં પણ હસતા હસતા ચાલી સફળતા પ્રાપ્ત કરવા પ્રેરિત કરે છે.

    કહેવાય છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું ત્યારે આ દેવીએ જ બ્રહ્માંડની રચના કરી હતી. આ જ સૃષ્ટિના આદિ સ્વરૂપા આદ્યશક્તિ છે. એમનો નિવાસ સૂર્યમંડળમાં છે. ત્યાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ કેવળ એમનામાં જ છે. એમના શરીરની ક્રાંતિ અને પ્રભા પણ સૂર્યની જેમ જ દેદીપ્યમાન છે.

    નવરાત્રિના તમામ સમાચારો વાંચવા અહીં ક્લિક કરો

    માં કૂષ્માંડાની ઉપાસનાથી ભક્તોના તમામ રોગ, શોક મટી જાય છે. એમની ભક્તિથી આયુ, યશ, બળ અને આરોગ્યની વૃધ્ધિ થાય છે. માં, કૂષ્માંડા અત્યલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થાય છે. આજના દિવસે પ્રથમ માંનો ધ્યાન મંત્ર બોલી એમનું આહવાન કરવામાં આવે છે અને પછી એમના મંત્રજાપ કરી એમની આરાધના કરવામાં આવે છે.

    આ શ્લોકથી કરો માતાની પૂજા

    માતા કૂષ્માંડાને પ્રસન્ન કરવા અને શુભફળ મેળવવા તેમની પૂજા નિમ્ન લિખિત મંત્ર દ્વારા કરવી જોઈએ.

    या देवी सर्वभू‍तेषु मां कूष्माण्डा रूपेण संस्थिता।

    नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

    રોગોનો નાશ

    કહેવાય છે કે, જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન્હોતુ, ત્યારે આ જ દેવીએ બ્રાહ્માંડની રચના કરી હતી. પરિણામે તેઓ જ સૃષ્ટિની આદિ-સ્વરૂપા, આદિશક્તિ છે. માતા કૂષ્માન્ડાની ઉપાસનાથી ભક્તોન તમામ રોગ-શોક મટી જાય છે. તેમની ભક્તિથી આયુ, યશ, બળ અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે.
    Published by:Jay Mishra
    First published: