કપલ એકબીજાને જાણવા અને સમજવા માટે ડૂબી જાય ત્યારે ભાવનાત્મક જોડાણ (Emotional connection between couple) રચાય છે. બંને એકબીજાના વિચાર અને દરકાર કરીને એકબીજાને જાણે છે. અમુક રાશિઓ (Zodiac signs) એવી છે જે પાર્ટનર સાથે ઉંડા તથા સાચા ભાવનાત્મક અને શારીરિક કનેક્શન સ્થાપે છે. આ રાશિઓના જાતકો સંબંધને જાળવી રાખી વધુ મજબૂત બનાવે છે. તેઓ લોકો સાથે ખૂબ સારી રીતે કનેક્ટ થઈ શકે છે. ત્યારે અહીં અન્ય લોકો સાથે ઊંડા ભાવનાત્મક કનેક્શન બનાવવા માટે જાણીતી 4 રાશિઓ અંગે જાણકારી આપવામાં આવી છે.
1. મીન રાશિ
મીન રાશિના જાતકો સંવેદનશીલ હોય છે. તેઓ એકબીજાને સમજે છે અને ભાવનાત્મક રૂપે જાગૃત સ્પિરિટ છે. તેમને બધી રાશિઓમાં સૌથી વધુ સહાનુભૂતિશીલ માનવામાં આવે છે. તેમની પાસે સૌથી વધુ ભાવનાત્મક દ્રઢતા સાથે દરેક સાથે જોડાવાની શક્તિ છે. તેઓ કોઈને રડતા જોઈને તેને કેવી રીતે મદદ કરી શકાય તેવું વિચારે છે અને સહાનુભૂતિથી પોતે પણ રડવાનું શરૂ કરી દે છે.
2. કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો અત્યંત સમર્પિત, સહાનુભૂતિશીલ, રક્ષણાત્મક અને લાગણીશીલ સ્વભાવના હોય છે. તેઓ ખૂબ જ ભાવુક હોય છે અને સરળતાથી કોઈના પણ પ્રેમમાં પડી શકે છે. તેઓ ગાઢ સંબંધોને વિકસાવવાનું પસંદ કરે છે. કર્ક રાશિના જાતકોમાં ભરપૂર લાગણીઓ હોય છે. તેમના પાર્ટનર તેમની પાસેથી ભાવનાત્મક અનુકૂળતા તથા સલામતી ઈચ્છે છે અને તેઓ જે લોકોને પ્રેમ કરે છે, તેમની જરૂરિયાતોને પૂર્ણ કરવાને પ્રાધાન્ય આપે છે.
કુંભ રાશિને ચિંતનશીલ ગણવામાં આવે છે. જેથી કુંભ રાશિના લોકો પોતાની રુચિઓ અને જુસ્સાને શેર કરી શકાય એવા સાથીઓની શોધમાં હોય છે . તેઓ હંમેશા અર્થપૂર્ણ અને ઊંડી વાતચીત કરી શકે તેવા સથી પસંદ કરે છે. તેઓ પાર્ટનર સાથે ભાવનાત્મક સ્તરે જોડાવા માંગે છે.
4. મેષ રાશિ
મેષ રાશિના જાતકો સંબંધમાં ભાવુક અને જુસ્સાદાર પ્રેમી હોય છે. તેઓ પોતાની લાગણીઓ સીધે સીધી કહી દે છે. તેઓ એવી વ્યક્તિ ઇચ્છે છે, જે તેમની નિખાલસતાથી આશ્ચર્યચકિત ન થાય. મેષ રાશિના લોકો બધા સંબંધો હૃદયથી રાખે છે અને અન્ય લોકો સાથે ગાઢ સંબંધો બનાવવાનો પ્રયત્ન કરે છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ભાવનાત્મક જોડાણ એ શારીરિક આકર્ષણથી આગળ વધીને બે લોકોની આત્મીયતાની ભાવના છે. આવા કનેક્શન ધરાવતા વ્યક્તિઓ સાથે મળીને આનંદ કરે છે, નાની મોટી બધી બાબતોની વાતચીત કરે છે અથવા બૌદ્ધિક સમાનતાઓ પણ ધરાવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર