Home /News /dharm-bhakti /

બધી જ ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે શનિવારે સાંજે અચૂક કરો ઉપાય

બધી જ ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે શનિવારે સાંજે અચૂક કરો ઉપાય

    આમ તો દરેક દિવસમાં માટે અલગ અલગ માન્યતા છે. અને દરેક દિવસનું મહત્વ પણ અલગ અલગ હોય છે.  રવિવારથી શનિવાર સુધીમાં કોઈને કોઈ દેવી-દેવતાઓનું મહત્વ રહેલું છે. ત્યારે શનિવારે શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ તે અમે આપને જણાવીયે. જેનાથી તમે બધી જ મનોકામનાઓ પૂર્ણ કરી શકો છો.

    શનિવારનો દિવસ શનિદેવ અને હનુમાનજીનો છે. જેથી તેને પ્રસન્ન કરવાનું ખાસ મહત્વ છે. શનિવારે કરવામાં આવતા ઉપાયથી બધી મનોકામનાઓ પૂરી થાય છે. તમારા જીવનમાં સમસ્યાઓ તમારો પીછોના છોડતી હોય તો શનિવારે કેટલાંક ઉપાય કરવા જેનાથી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.

    શનિવારે જો હનુમાન ચાલીસા કરવામાં આવે તો  તેના ભાગ્યમાં રાજયોગનું સુખ પ્રાપ્ત થાય છે. તેથી શનિવાર સાંજે 11 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

    જો તમારી કોઈ ઈચ્છા પૂરી ન થતી હોય તો શનિવારની સાંજે એક રોટલી કાળા કૂતરાને અથવા કાળી ગાયને ખવડાવવી. આવું કરવાથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે.

    શાસ્ત્રોમાં કીડીઓ અને માછલીઓને લોટ ખવડાવવો તેને પુણ્યનું કામ માનવામાં આવે છે. જે વ્યક્તિ શનિવારની સાંજે કીડીઓ અને માછલીઓને લોટ ખવડાવે છે તેને ભાગ્ય હંમેશા સાથ આપે છે.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Dharm Bhakti, Dharma

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन