Home /News /dharm-bhakti /

જ્યોતિષ શાસ્ત્ર: ગ્રહોને પ્રબળ બનાવી શકે છે આ ચીજોનું સેવન, જાણો કયા ગ્રહ માટે કયો ખોરાક છે શ્રેષ્ઠ?

જ્યોતિષ શાસ્ત્ર: ગ્રહોને પ્રબળ બનાવી શકે છે આ ચીજોનું સેવન, જાણો કયા ગ્રહ માટે કયો ખોરાક છે શ્રેષ્ઠ?

જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં કુંડળીના ગ્રહોને સંતુલિત કરવા માટે ઘણાં ઉપાયો જણાવવામાં આવ્યા છે

Astrology Tips: બહુ ઓછા લોકો જાણતા હશે કે ખાણીપીણીની વસ્તુઓ દ્વારા પણ તમે કુંડળીના ગ્રહોને શાંત કરી શકો છો. આ શાખાને સામાન્ય રીતે ફૂડ એસ્ટ્રોલોજી (Food Astrology) તરીકે ઓળખવામાં આવે છે.

  Astrology Tips: જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં કુંડળીના ગ્રહોને સંતુલિત કરવા માટે ઘણાં ઉપાયો જણાવવામાં આવ્યા છે જેમકે, વિવિધ રત્નો ધારણ કરવા (Gemology), પૂજા-પાઠ, ટોટકા વગેરે. પરંતુ તમને જણાવી દઈએ કે ગ્રહ શાંતિ (Grah Shanti)નો સંબંધ ખાવા-પીવાની ચીજોથી પણ હોય છે. જેને સામાન્ય રીતે ફૂડ એસ્ટ્રોલોજી (Food Astrology) તરીકે ઓળખવામાં આવે છે. આ અંગે બહુ ઓછા લોકો જાણતા હશે કે ખાણીપીણીની વસ્તુઓ દ્વારા પણ તમે કુંડળીના ગ્રહોને શાંત કરી શકો છો. તો આવો જાણીએ જુદા-જુદા ગ્રહોને પ્રબળ બનાવી રાખવા માટે (Astro Upay) તેમના સંબંધિત કઈ વસ્તુઓનું સેવન ફાયદાકારક હોય છે.

  1. સૂર્ય ગ્રહ

  સૂર્ય ગ્રહને તેજ, માન સન્માન, સફળતા અને આત્મવિશ્વાસનો કારક માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં સૂર્યની સ્થિતિ કમજોર હોય છે તેમણે પોતાના ડાયેટમાં ગોળ, ઘઉંથી બનેલી ચીજો અને અને કેરીનો સમાવેશ કરવો જોઈએ.

  આ પણ વાંચો: 30 વર્ષ બાદ શનિ પોતાની પ્રિય રાશિમાં કરશે ગોચર, 4 રાશિઓ પર થશે મા લક્ષ્મીની કૃપા

  2. ચંદ્ર ગ્રહ

  જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં ચંદ્ર ગ્રહને અનુકૂળ રાખવા માટે જાતકોએ દૂધની બનાવટો, મીઠાઈઓ, ખાંડ, શેરડી, આઈસ્ક્રીમ જેવી વસ્તુઓ ખાવી જોઈએ.

  3. મંગળ ગ્રહ

  કુંડળીમાં મંગળ ગ્રહની સ્થિતિ ડગમગે તો વ્યક્તિના વિવાહિત જીવનમાં મુશ્કેલીઓ આવવા ઉપરાંત જમીન અને મિલકતને લગતા વિવાદો થઈ શકે છે. આવી સ્થિતિમાં દાડમ, ગોળ, મધ, દલિયા વગેરે ખાવાથી ફાયદો થઈ શકે છે.

  4. બુધ ગ્રહ

  બુધ ગ્રહને આર્થિક સ્થિતિ, બુદ્ધિ, વાણી, વેપાર, સ્વચ્છતાનો કારક માનવામાં આવે છે. બુધ ગ્રહ કમજોર હોવાથી કમજોર વાક્ ક્ષમતા અને પૈસા સંબંધિત સમસ્યાઓ આવી શકે છે. આ માટે લીલા શાકભાજી, મગની દાળ, વટાણા, જવ વગેરેનું સેવન ફાયદાકારક કહેવાય છે.

  આ પણ વાંચો: કેતુ જલ્દી આ રાશિના લોકોને આપશે મોટી રાહત, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા

  5. ગુરુ ગ્રહ

  બૃહસ્પતિ એટલે કે ગુરુ ગ્રહને તમામ ગ્રહોમાં સૌથી શુભતા આપનારો ગ્રહ માનવામાં આવે છે. ગુરુ ગ્રહની સ્થિતિને મજબૂત કરીને તમે દરેક કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો અને આવી સ્થિતિમાં, તમારે તમારા આહારમાં પીળા ખાદ્ય પદાર્થ જેમકે, બેસન, ચણાની દાળ, કેળા, હળદર અને રોક સોલ્ટનો સમાવેશ કરવો જોઈએ.

  6. શુક્ર ગ્રહ

  સૌંદર્ય, ઐશ્વર્ય અને સુખના પ્રતિક શુક્રના નબળા પડવાના કારણે વિવાહિત જીવન અને ભૌતિક સુખમાં ખલેલ પડી શકે છે. આ માટે જ્યોતિષમાં શુક્રની સ્થિતિને મજબૂત કરવા માટે મૂળા, મિશ્રી, દહીં અને ત્રિફળા ખાઓ.

  7. શનિ ગ્રહ

  શનિને અનુકૂળ બનાવી રાખવા માટે તમારે ભોજનમાં સીંગદાણાનું તેલ, કાળું મીઠું, કાળા મરી, અથાણું, અડદની દાળનો સમાવેશ કરવો જોઈએ. આના કારણે તમારું તન અને મન બંને ફાયદામાં રહેશે.

  8. રાહુ-કેતુ ગ્રહ

  જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તલ, અડદની દાળ અને સરસવનો આહારમાં સમાવેશ કરીને તમે રાહુ-કેતુના અશુભ પ્રભાવને ઘટાડી શકો છો.

  (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
  Published by:Nirali Dave
  First published:

  Tags: Dharm Bhakti, ધર્મભક્તિ

  આગામી સમાચાર