Home /News /dharm-bhakti /Vastu Tips For Holi 2022: હોળીના દિવસે આ બાબતોનું રાખો ધ્યાન, દરેક સમસ્યાનું થશે સમાધાન
Vastu Tips For Holi 2022: હોળીના દિવસે આ બાબતોનું રાખો ધ્યાન, દરેક સમસ્યાનું થશે સમાધાન
હોળીનો તહેવાર ફાગણ માસની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. (Image- shutterstock)
Vastu Tips For Holi 2022: હોળી પર રંગોથી રમવા ઉપરાંત આ દિવસના ઉપાય કરવાથી પણ શુભ ફળ પ્રાપ્ત થાય છે. હોળી પર વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra) મુજબ અહીં જણાવેલા ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહેશે.
Vastu Tips For Holi 2022: ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવતો રંગોનો તહેવાર હોળી (Holi 2022) દરેક ભારતીયના લોકપ્રિય તહેવારોમાંથી એક છે. આ દિવસે સૌ એકબીજાને રંગ-ગુલાલ લગાવે છે અને મતભેદો ભૂલાવીને ભેટે છે. દરેક ભારતીય હોળીની આતુરતાથી રાહ જુએ છે. આ ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ પ્રસિદ્ધ તહેવાર છે. હોળી પર રંગોથી રમવા ઉપરાંત આ દિવસના ઉપાય કરવાથી પણ શુભ ફળ પ્રાપ્ત થાય છે. હોળી પર વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra) મુજબ અહીં જણાવેલા ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહેશે.
હોળીનો તહેવાર ફાગણ માસની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. સાંજે હોલિકા દહન કરવામાં આવે છે. એ પછીના દિવસે રંગ-ગુલાલથી ધૂળેટી રમવામાં આવે છે. આ વખતે હોલિકા દહન 17 માર્ચે છે અને ધૂળેટી 18 માર્ચે રમવામાં આવશે.
હોળીના દિવસે રાધા કૃષ્ણની છબી પોતાના બેડરૂમ અથવા ઘરના મંદિરમાં લગાવો. આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહેશે અને પતિ-પત્ની વચ્ચેના સંબંધમાં મધુરતા આવશે.
સૂર્યદેવનો ફોટો લગાવો
વાસ્તુશાસ્ત્ર અનુસાર હોળીના દિવસે ઘરના મુખ્ય દરવાજાની બહાર, ઉપરની તરફ સૂર્યદેવની તસવીર લગાવવી શુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરમાં કોઈ પણ પ્રકારનો રોગ આવતો નથી.
હોળીના દિવસે તમારા ઘરમાં તુલસી અને મની પ્લાન્ટનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે છોડ ઘરમાં સૌભાગ્ય લાવે છે અને ગ્રહ દોષ પણ દૂર કરે છે.
ધ્વજ બદલો
હોળીના દિવસે તમે ઘરમાં લાગેલો માન સન્માનનો પ્રતીક ધ્વજ બદલી શકો છો. ધ્વજ બદલવા માટે હોળીને શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. ધ્વજને માન સન્માન, સુખ, શાંતિ અને ખુશીનું પ્રતિક માનવામાં આવે છે. જેના કારણે પરિવારમાં મધુરતા રહે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર