હિંદુ ધર્મમાં પ્રથમ દેવ અને ભગવાન ગણેશ (Lord Ganesha)ને વિધ્નહર્તા(VidhnaHarta) કહેવામાં આવે છે. ગણેશજી તેના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. જો વિધ્નહર્તાની સાચા મનથી પૂજા કરવામાં આવે તો તેઓ ભક્તોના તમામ દુઃખ અ વિધ્ન દૂર કરે છે. ગણેશજીની પૂજા (Ganesh Puja) વગર કોઇ પણ શુભ કાર્ય સંપન્ન થતું નથી.
આ જ કારણ છે કે બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા(Ganesh Puja on Wednesday)નું વિશેષ મહત્વ છે. જો આ દિવસે વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે તો, ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. આજના દિવસે ગણેશ પૂજાથી બુધ દોષમાંથી મુક્તિ મેળવી શકાય છે. તો આજે અમે તમને બુધવારે ગણેશજી સંબંધિત કયા ઉપાય કરવાથી ધનમાં વૃદ્ધિ, બિઝનેસ નોકરીમાં પ્રગતિ મળી શકે છે તેના વિશે જણાવવા જઇ રહ્યા છીએ. આવો જાણી તે અસરકારક ઉપાયો વિશે.
આજના દિવસે ગણેશજીની વિશેષ કૃપા મેળવવા માટે તમારે મોદકનો ભોગ ગણેશજીને લગાવવો અને દુર્વાની 21 ગાંઠ ચઢાવવી. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગણેશજીનો એક દાંત તૂટી જતા તેમને ભોજન કરવામાં મુશ્કેલી પડી રહી હતી, ત્યારે તેમને માતા પાર્વતીએ મોદક આપ્યા, જેને ખાઇને તેઓ ખુબ પ્રસન્ન થયા. ત્યારથી મોદક તેમના મનપસંદ બની ગયા.
બુધવારે કોઈપણ શ્રીગણેશ મંદિરમાં જઇને વિધ્નહર્તાના દર્શન કરો અને ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરો. ગણેશજી તમારી મનોકામના પૂર્ણ કરશે.
બિઝનેસ કે નોકરીમાં પ્રગતિ મેળવવા તમારા કાર્ય સ્થળે ગણેશજીની તેવી પ્રતિમા કે ફોટો સ્થાપિત કરો, જેમાં તેઓ ઊભા હોય અને તેમના પગ જમીન પર સ્પર્શતા હોય.