Home /News /dharm-bhakti /

Surya Grahan Date & Time: 2022માં આ દિવસે થશે પહેલું સૂર્યગ્રહણ

Surya Grahan Date & Time: 2022માં આ દિવસે થશે પહેલું સૂર્યગ્રહણ

2022નું પહેલું સુર્ય ગ્રહણ ક્યારે થશે

ચાલુ વર્ષનું આ પ્રથમ સૂર્યગ્રહણ દક્ષિણ અમેરિકાના દક્ષિણ-પશ્ચિમ ભાગ, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક અને એન્ટાર્કટિકામાં જોવા મળશે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો સુતક કાલ અહીં અસરકારક માનવામાં આવશે નહીં.


    Surya Grahan 2022 India Date & Time:આ વર્ષે 2022માં કુલ બે સૂર્યગ્રહણ (Solar eclipse) થવા જઈ રહ્યા છે. વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 30 એપ્રિલ, શનિવારે થશે અને તે આંશિક સૂર્યગ્રહણ હશે. આવી સ્થિતિમાં જ્યોતિષ (Astrologers)ની નજરમાં આ ગ્રહણને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. ત્યારબાદ 25મી ઓક્ટોબરે બીજું સૂર્યગ્રહણ થશે.





    જાણકારોના મતે આગામી ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, અને તેનો સૂતક કાળ (Sutak Kaal In India) પણ માન્ય નહીં રહે. સુતકનો સમય દૃશ્યતા અનુસાર નક્કી કરવામાં આવે છે. જો ભારતમાં ગ્રહણ (Eclipse in India) જોવા મળે તો તેનો સૂતક કાળ માન્ય છે અને જો ગ્રહણ ભારતમાં ન દેખાય તો ભારતમાં સુતક કાળ માનવામાં આવતો નથી.


    આ પણ વાંચો-


    આંશિક સૂર્યગ્રહણ કોને કહેવાય?


    જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે તો સૂર્યનો કેટલોક ભાગ પૃથ્વી પરથી દેખાવાનું બંધ થઈ જાય છે. આ સ્થિતિને આંશિક સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. આ વાતને વિસ્તારમાં સમજીએ. જ્યારે ચંદ્ર સૂર્યને આવરી લે છે ત્યારે તેને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં સૂર્યના કિરણો પૃથ્વી સુધી પહોંચી શકતા નથી. જ્યારે ચંદ્ર સૂર્યને આંશિક રીતે આવરી લે છે, ત્યારે સૂર્યના કિરણો ઓછી માત્રામાં પૃથ્વી સુધી પહોંચવામાં સક્ષમ હોય છે, જેને આંશિક સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. જ્યારે ચંદ્ર સૂર્યના મધ્ય ભાગને આવરી લે ત્યારે સ્થિતિમાં સૂર્ય રિંગની જેમ દેખાવા લાગે છે, તો આ સ્થિતિને વલયાકાર સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.


    આ પણ વાંચો: કુંડળીમાં શુક્ર નબળો હોય તો થઈ શકે છે ધન હાનિ, જાણો અશુભ પ્રભાવ દૂર કરવાના ઉપાય


    સૂર્યગ્રહણનો સમય (Surya Grahan 2022 Timings In India)


    ચાલુ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 30 એપ્રિલે મધ્યરાત્રિ 12:15 વાગ્યે શરૂ થશે અને સવારે 4:07 વાગ્યા સુધી ચાલશે. આ આંશિક સૂર્યગ્રહણ હશે.


    આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ક્યાં દેખાશે?


    ચાલુ વર્ષનું આ પ્રથમ સૂર્યગ્રહણ દક્ષિણ અમેરિકાના દક્ષિણ-પશ્ચિમ ભાગ, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક અને એન્ટાર્કટિકામાં જોવા મળશે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો સુતક કાલ અહીં અસરકારક માનવામાં આવશે નહીં.


    આ પણ વાંચો: રાહુ-કેતુ બંને એકસાથે ચાલશે ઉલટી ચાલ, આ 5 રાશિઓની જિંદગી થશે બેહાલ




    ક્યારે થશે બીજું સૂર્યગ્રહણ?


    વર્ષનું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ 25 ઓક્ટોબર, 2022ના રોજ થશે. 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણ સાંજે 4:29 થી 5:42 સુધી થશે. આ સૂર્યગ્રહણ માત્ર યુરોપ, આફ્રિકા ખંડના ઉત્તર-પૂર્વીય ભાગ, એશિયાના દક્ષિણ-પશ્ચિમ ભાગ અને એટલાન્ટિકમાં જ દેખાશે. ભારતમાં પણ આ સૂર્યગ્રહણ અમુક જગ્યાએ દેખાશે, જેના કારણે તેનો સુતક કાળ અસરકારક રહેશે.


    Published by:Margi Pandya
    First published:

    Tags: India Solar Eclipse, Surya Grahan 2022, Sutak Kaal

    આગામી સમાચાર