Lunar Eclipse 2020: વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ આજે, જાણો આપની રાશિ પર શું થશે અસર

News18 Gujarati
Updated: January 10, 2020, 8:04 AM IST
Lunar Eclipse 2020: વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ આજે, જાણો આપની રાશિ પર શું થશે અસર
આજનું ચંદ્રગ્રહણ ખૂબ ખાસ છે, જાણો તેની આપની રાશિ અને જીવન પર શું અસર પડશે...

આજનું ચંદ્રગ્રહણ ખૂબ ખાસ છે, જાણો તેની આપની રાશિ અને જીવન પર શું અસર પડશે...

  • Share this:
ચંદ્રગ્રહણ 2020 (Lunar Eclipse 2020): આજે 10 જાન્યુઆરી શુક્રવારે આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ લાગશે. વૈજ્ઞાનિક અને જ્યોતિષ બંને દૃષ્ટિકોણતથી ચંદ્રગ્રહણની ઘટનાને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચંદ્રગ્રહણની ઘટના ત્યારે થાય છે જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય છે અને સૂર્યનો પ્રકાશ ચંદ્ર સુધી નથી પહોંચતો. જોકે, વર્ષ 2020નું પહેલું ચંદ્રગ્રહણ ઉપચ્છાયા ચંદ્રગ્રહણ છે, જેને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉપચ્છયા ચંદ્રગ્રહણ આંશિક અને પૂર્ણ ચંદ્રગ્રહણથી નબળું હોય છે તેથી તેને સ્પષ્ટતાથી જોઈ પણ નથી શકાતું. આ ઉપચ્છાયા ચંદ્રગ્રહણ ભારતની સાથોસાથ એશિયાના કેટલાક દેશો, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને યૂરોપમાં પણ જોવા મળશે. જોકે, ઉપચ્છાયા ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે, તેથી વિદ્વાનોના એક વર્ગનું માનવું છે કે તેનો પણ રાશિ મુજબ પ્રભાવ પડશે. આવો જાણીએ કે કઈ રાશિ માટે ખૂબ ખાસ છે આજનું ચંદ્રગ્રહણ અને કઈ રાશિ પર તેનો કેવો પ્રભાવ પડશે...

મેષ
આપના માટે આ ચંદ્રગ્રહણ મિશ્રિત રહેશે. નાના ભાઈ-બહેનના સ્વાસ્થ્ય પ્રતિ સાવધાન રહો. વેપાર કરો છો તો આ દરમિયાન આપને ઉન્નતિ મળી શકે છે.

વૃષભ
પરિવારમાં સુખ શાંતિ રહેશે પરંતુ આર્થિક સ્થિત થોડી નબળી રહી શકે છે. વધુ પડતો વિચારો કરવાનું ટાળો અને પોતાન કામ પર ધ્યાન આપો.

મિથુનચંદ્રગ્રહણની સૌથી વધુ અસર આપની જ રાશિ પર જોવા મળશે. આ દરમિયાન વાદ-વિવાદ કરવાથી બચો અને શક્ય હોય તો ઘરથી બહાર ન જાઓ.

કર્ક
ગ્રહણના કારણે આપને ધન લાભ થવાની શક્યતા છે પરંતુ લેવડ-દેવડ મામલામાં આપને ખૂબ સાવધાન રહેવું પડશે. કારણ વગરની બોલાચાલીથી દૂર રહો.

સિંહ
મોટા ભાઈ-બહેન સાથે વાદ-વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે તેથી સમજી વિચારીને વાત કરો. માસ-દારુના સેવનથી બચો. ઘરના કોઈ વડીલ પાસેથી સલાહ મળી શકે છે.

કન્યા
આ ચંદ્રગ્રહણ આપના માટે સામાન્ય રહેશે. આ દરમિયાન તમે જેવા કર્મ કરશો, તેવું જ ફળ મળશે. આ દરમિયાન યાત્રા કરવાથી બચો.

તુલા
પરિવારમાં સામંજસ્ય સર્જવાનો પ્રયાસ કરો. ગ્રહણ દરમિયાન ઘરના લોકોની વચ્ચે બોલાચાલી થઈ શકે છે. કોઈ જરૂરી કામ અટકી શકે છે જેથી માનસિક તણાવ થશે.

વૃશ્ચિક
વાહન ચલાવતી વખતે સાવધાન હો, દુર્ઘટના થવાની શક્યતા છે. કોઈ અજાણ્યો ભગ આપને સતાવી શકે છે, મનને નિયંત્રિત કરવા માટે યોગ કરો.

ધન
સ્વાસ્થ્યને લઈને ગ્રહણ દરમિયાન ખૂબ સર્તક રહો. આપના જીવનસાથી સાથે આપનો ઝઘડો થઈ શકે છે. તેમની સાથે વાત કરતી વખતે શબ્દોની યોગ્ય પસંદગી સમજી વિચારીને કરવી.

મકર
કોઈ જૂની બીમારી ગ્રહણ દરમિયાન આપને પરેશાન કરી શકે છે. જોકે, આ દરમિયાન આપની આર્થિક સ્થિતિમાં સુધાર થઈ શકે છે.

કુંભ
આપના બાળકોને કોઈ ઉપલબ્ધિ મળી શકે છે જેના કારણે સમાજમાં આપનું માન-સન્માન વધશે. જે લોકો પ્રેમથી અનુભવથી વંચિત છે તેમના આપના ડ્રીમ પાર્ટનર મળી શકે છે.

મીન
પરિવારમાં આપનું માન વધશે અને આપની વાતોને મહત્વ અપાશે. પરિવારના લોકોમાં નિકટતા વધારવા માટે તેમને નજીકના સ્થળે ફરવા લઈ જઈ શકો છો.

(સાભાર-AstroSage.com)
First published: January 10, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading