આપણું નામ એવા અક્ષરથી શરૂ થાય છે, જે આપણા જીવનમાં ખૂબ જ મહત્વ (very important significance) ધરાવે છે અને આપણા વ્યક્તિત્વ (personality)નું વર્ણન કરે છે. વ્યક્તિના નામનો પહેલો અક્ષર (First Letter of Name) જાણતા હોય તેના કરતાં ઘણી વધુ માહિતી આપે છે. આપણા નામનો પહેલા અક્ષર ઘણા એવા સવાલોના જવાબ આપે છે, જેને આપણે મોટાભાગે અવગણીએ છીએ. તો ચાલો જાણીએ શું દર્શાવે છે તમારા નામનો પહેલો અક્ષર.
A
જે લોકોનું નામ "A" થી શરૂ થાય છે તેઓમાં નેતૃત્વના ગુણો હોય છે. આ લોકો ખૂબ મહત્વાકાંક્ષી, સરળ અને તેમના ભાગ્ય તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરનાર હોય છે.
B
"B" અક્ષરથી શરૂ થતા નામો અતિસંવેદનશીલ હોય છે. આ લોકોને અવગણવા પર તમને તેમની સૌથી બાજુ દેખાશે. તેઓ પ્રેમાળ અને કાળજી રાખનારા હોય છે.
C
"C" અક્ષરથી શરૂ થતા નામ સારા પ્રેરક બને છે અને તેમની વાતચીત કૌશલ્ય કોઈપણને પ્રભાવિત કરી શકે છે. તેઓ અત્યંત આશાવાદી, ક્રિએટીવ અને ઉત્સાહથી ભરેલા હોય છે.
D
આ લોકો ખૂબ જ શિસ્તબદ્ધ અને બિઝનેસ-માઇન્ડેડ હોય છે. તેમની સામે મોં ખોલતા પહેલા તમારે બે વાર વિચાર કરવાની જરૂર પડે છે. તેઓ અભિમાની નથી હોતા પરંતુ તેમનું વ્યક્તિત્વ તેવું હોય છે.
E
જે લોકોનું નામ "E" થી શરૂ થાય છે તેઓ શાંત અને બૌદ્ધિક હોય છે. આ લોકો બહારની દુનિયા વિશે વિચારવાને બદલે પોતાની કલ્પનાને આગળ વધારવાનું વધુ પસંદ કરે છે. અને ક્રિએટીવ મગજ ધરાવે છે.
F
આ અક્ષરના લોકોને ખૂબ જલદી ગુસ્સો આવે છે. તેમને જૂઠાણાથી નફરત હોય છે. જોકે તેઓ ખૂબ કેરીંગ, પ્રેમાળ અને ઇમાનદાર હોય છે.
G
આ લોકોને દરેક વસ્તુ પર્ફેક્ટ ગમે છે અને તેઓ ખૂબ એક્ટિવ રહે છે. જ્યારે પાર્ટનર પસંદ કરવાની વાત આવે ત્યારે આ લોકો ખૂબ સિલેક્ટિવ રહે છે.
H
આ અક્ષરવાળા લોકોને પ્રકૃતિ અને પર્યાવરણ સાથે ખૂબ પ્રેમ હોય છે. તેઓ ખૂબ સ્વચ્છતા પ્રેમી હોવાથી આસપાસ બધુ સ્વચ્છ રાખવું પસંદ કરે છે.
I
I અક્ષરવાળા લોકોને ટેક્નોલોજી અને મોડર્ન વસ્તુઓથી વધુ આકર્ષાય છે. આ લોકોને બ્રાન્ડેડ અને ફેશનેબલ વસ્તુઓ વધુ પસંદ આવે છે.
J
આ લોકો ખૂબ મહત્વાકાંક્ષી, ખૂબ જ સક્રિય અને પોતાના ઉદ્દેશ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રીત રાખનારા હોય છે. આ અક્ષરવાળા લોકોને એક સ્માર્ટ અને ઇન્ટેલીજન્ટ લાઇફ પાર્ટનરની શોધ રહે છે.
K
K લેટર ધરાવતા લોકો રોમેન્ટિક, રહસ્યમયી, કાળજી રાખનાર અને અન્ય લોકો સામે પોતાની ભાવનાઓને છુપાવી રાખવામાં માહિર હોય છે. સંબંધ અને પ્રેમ સંબંધી મામલામાં આ લોકો ખૂબ ગંભીરતા દાખવે છે.
L
L અક્ષરથી જે લોકોનું નામ શરૂ થાય છે તેઓ “ઓવરથિંકર” હોય છે. કોઇ પણ પરીસ્થિતીના મૂળ સુધી જવાની તેઓમાં ધગશ રહે છે.
M
આ લોકોને હ્યુમન ટર્ટલ કહી શકાય છે, કારણ કે તેઓ આળસુ અને ધીમા હોય છે. આ અક્ષરવાળા લોકોને કંઇ પણ કર્યા વગર ખાવાનું અને સુવાનું વધુ પસંદ હોય છે. જોકે તેઓ ખૂબ પ્રેમાળ અને ભાવનાત્મક હોય છે.
N
આ લોકોને આઝાદી ખૂબ પસંદ હોય છે. તેઓ તેમના મનનું ધાર્યું કરવા ઇચ્છુક હોય છે.
O
O અક્ષરથી શરૂ થતા નામના લોકો ખૂબ ધ્યાન કેન્દ્રીત હોય છે. અને પોતાના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા સખત મહેનત કરે છે.
P
આ લોકો ખૂબ બોલનાર, રમૂજી અને વિનોદી હોય છે. પોતાના વાકચાતુર્યના કારણે તમને મીઠી ભાષામાં મહેણું મારવાની ક્ષમતા ધરાવે છે.
Q
Q અક્ષરવાળા લોકોને શરાબની આદત વધુ હોય છે. આ લોકો પોતાની જ દુનિયામાં રહે છે.
R
આ લોકો સખત મહેનતું હોય છે અને પોતાના કામ સમયસર કરવામાં માહીર હોય છે. તેઓ કંઇક અલગ અને મોટું મેળવવાની જગ્યાએ માત્ર કામ પર ધ્યાન આપવું પસંદ કરે છે.
S
આ લોકો મલ્ટી-ટેલેન્ટેડ હોય છે. તેઓ એક્ટિંગ, બિઝનેસ, રાજનિતી, સ્પોર્ટ્સ કોઇ પણ ફિલ્ડમાં સારી ઉપલબ્ધી મેળવી શકે છે.
T
T અક્ષરથી શરૂ થતા નામના લોકો પોતાની વસ્તુઓની સંભાળ રાખવામાં ખૂબ સારા હોય છે. દરેક સ્થિતીમાં આ લોકોને કાળજીપૂર્વક કામ કરવાની ક્ષમતા ધરાવે છે.
U
સફળતા મેળવવા આ લોકો હંમેશા શોર્ટકટ શોધવાના પ્રયાસો કરે છે. ખરાબ સ્થિતિઓ સામે લડવામાં તેઓ સ્માર્ટ અને ચતુર હોય છે.
V
આ લોકો જન્મથી જ વિજેતાના ગુણ ધરાવે છે. ટોચ સુધી પહોંચવા તેઓ ગમે તે કરી શકે છે.
W
Wથી શરૂ થતા નામ ખૂબ ચાર્મિંગ હોય છે, તમે સરળતાથી તેમનાથી આકર્ષાઇ શકો છે.
X આ લોકો કોઇ પણ અશક્ય ટાસ્કને પૂરો કરવા ગમે તેટલું જોખમ લેવાની ક્ષમતા ધરાવે છે. તેઓ ગમે ત્યારે ગમે તે ટાસ્ક કરવા માટે તૈયાર રહે છે.
Y
Y અક્ષરવાળા લોકો મોટા ભાગે રીઅલ-એસ્ટેટ અને બિઝનેસમાં સારું કરીયર બનાવે છે. તેઓ કોઇ પણ રીતે પૈસા કમાવાની ઇચ્છા ધરાવે છે.
Z
આ લોકો ખૂબ મૈત્રીપૂર્ણ, નમ્ર અને લોકોની આસપાસ રહેવાનું પસંદ કરે છે. મૂળભૂત રીતે તેઓના બે ચહેરા હોય છે, એક દરેક સાથે મિત્રતા કરવી અને બીજું એ મિત્રતામાંથી પોતાનો લોભ સંતોષવાનો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર