Home /News /dharm-bhakti /

Chandra Grahan 2022: શું આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે? જાણો ગ્રહણને લગતી તમામ જાણકારી

Chandra Grahan 2022: શું આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે? જાણો ગ્રહણને લગતી તમામ જાણકારી

પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય આવવાથી ચંદ્ર ગ્રહણ લાગે છે. (પ્રતીકાત્મક ફોટો)

Chandra Grahan 2022 in India: આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ (Chandra Grahan) 16 મેએ થવાનું છે. જાણો આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં, તેનો સમય અને પ્રભાવ વિશે.

    Chandra Grahan 2022 in India: જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, વર્ષ 2022 નું પ્રથમ ચંદ્ર ગ્રહણ 16 મે ના દિવસે સોમવારે લાગવાનું છે. હિંદુ પંચાંગ અનુસાર, આ દિવસે વૈશાખ માસની પૂર્ણિમા (Vaishakh Purnima 2022) તિથિ છે. બુદ્ધ ધર્મ સાથે સંબંધિત ઐતિહાસિક ગ્રંથો અનુસાર, વૈશાખ માસની પૂર્ણિમા તિથિએ બુદ્ધ ધર્મના સંસ્થાપક મહાત્મા બુદ્ધનો જન્મ થયો હતો. તેથી આ તિથિને બુદ્ધ પૂર્ણિમા (Buddha Purnima) પણ કહેવામાં આવે છે. એટલે કે વૈશાખ પૂર્ણિમા, બુદ્ધ પૂર્ણિમા અને વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ એક સાથે થશે.

    શું ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે?

    જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ચંદ્ર ગ્રહણ ભારતમાં નહીં જોવા મળે. તેથી તેનો સૂતક કાળ ભારતમાં માન્ય નહીં હોય, કારણ કે, ગ્રહણનો સૂતક કાળ ત્યાં જ માન્ય થાય છે જ્યાં (જે દેશમાં) ગ્રહણ જોવા મળે છે. આ ચંદ્રગ્રહણ પૂર્ણ ચંદ્રગ્રહણની પ્રકૃતિનો હશે. વર્ષ 2022નું પહેલું ચંદ્રગ્રહણ દક્ષિણ-પશ્ચિમી યુરોપ, એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પ્રશાંત મહાસાગર, હિન્દ મહાસાગરમાં જોવા મળશે.

    આ પણ વાંચો: પતન તરફ લઈ જાય છે હાથની આ રેખા, વેઠવા પડે છે ભયંકર કષ્ટ, ક્યાંક તમારી હથેળીમાં તો નથી ને!

    ક્યારે લાગશે પહેલું ચંદ્ર ગ્રહણ 2022?

    વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ 16 મે 2022ના રોજ થવાનું છે. ભારતીય સમય મુજબ આ ચંદ્ર ગ્રહણ 16 મે ની સવારે 08 વાગ્યે 59 મિનિટથી સવારે 10 વાગ્યે ને 23 મિનિટ સુધી રહેશે. આ ચંદ્ર ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે.

    ચંદ્ર ગ્રહણનો પ્રભાવ

    આમ તો આ ચંદ્ર ગ્રહણ ભરતમાં નહીં જોવા મળે. એવામાં તેનો કોઈ ખાસ પ્રભાવ ભારત પર નહીં પડે. તો પણ લોકોએ ચંદ્રગ્રહણ દરમિયાન નીચે જણાવેલી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

    - ચંદ્ર ગ્રહણ ખતમ થયા બાદ ગંગા કે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરીને દાન કરવું જોઈએ.

    - જો ગંગા સ્નાન શક્ય ન હોય તો નહાતી વખતે પાણીમાં 2-4 ટીપાં ગંગાજળ નાખવું જોઈએ.

    આ પણ વાંચો: Loyal Zodiac Signs: આ 6 રાશિવાળા જાતકો હોય છે પોતાના પાર્ટનર પ્રત્યે વફાદાર

    - ગ્રહણ દરમિયાન કોઇપણ તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ.

    - ગર્ભવતી મહિલાઓએ સિલાઈ જેવા કાર્યો ન કરવા જોઈએ કે ન તો કોઈ ધારદાર વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Buddha Purnima, Chandra grahan, Dharm Bhakti, ધર્મભક્તિ

    આગામી સમાચાર