Home /News /dharm-bhakti /Dev Diwali 2022: દેવ દિવાળીના દિવસે માટીના દીવામાં આ રીતે મુકો લવિંગ, પૈસાની તકલીફ દૂર થઇ જશે અને ધંધામાં અઢળક નફો થશે
Dev Diwali 2022: દેવ દિવાળીના દિવસે માટીના દીવામાં આ રીતે મુકો લવિંગ, પૈસાની તકલીફ દૂર થઇ જશે અને ધંધામાં અઢળક નફો થશે
દેવ દિવાળીના દિવસે આ ઉપાય કરો
Dev Diwali 2022: દેવ દિવાળીનું અનેરું મહત્વ રહેલું છે. આ દિવસે તમે પૂજા-અર્ચના કરો છો અને સાથે કેટલાક ઉપાયો કરો છો તો ધનની પ્રાપ્તિ થાય છે અને સાથે અનેક દુખો દૂર થાય છે. દેવ દિવાળીના દિવસે આ ઉપાયો કરો તમે પણ.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દર વર્ષે કારતક મહિનાની પૂનમે દેવ દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે. દેવ દિવાળીનું અનેરું મહત્વ રહેલું છે. દેવ દિવાળીના દિવસે અનેક પવિત્ર કામ કરવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દીપદાન કરવાનું અનેરું મહત્વ રહેલું છે. એવું કહેવાય છે કે આ દિવસે કાશીના ગંગા ઘાટ પર દેવતા દિવાળી મનાવવા આવે છે. આ માટે દેવ દિવાળીના દિવસે કાશીના ગંગા નદીના ઘાટને દીવાઓથી સજાવવામાં આવે છે. આ વખતે દેવ દિવાળી 8 નવેમ્બરના રોજ મનાવવામાં આવશે. જો કે મોટા સંયોગની વાત એ છે કે આ વર્ષેનું છેલ્લુ ચંદ્ર ગ્રહણ આ દિવસે જોવા મળશે. તો જાણી લો તમે પણ દેવ દિવાળીના પાંચ એવા ઉપાયો વિશે જેનાથી તમને અઢળક ધનનો લાભ થાય અને સાથે ધંધામાં પ્રગતિ મળે.
લવિંગનું પૂજામાં અનેરું મહત્વ રહેલું છે. લવિંગને અનેક સારા કામમાં વાપરવામાં આવે છે. દેવ દિવાળીના દિવસે તમે માટીનો દીવો બનાવો અને એમાં 7 લવિંગ મુકીને પછી દીવો પ્રગટાવો. આમ કરવાથી ઘરમાં ધનની પ્રાપ્તિ થાય છે અને સાથે આર્થિક પરિસ્થિતિમાંથી છૂટકારો મળે છે.
ઘરમાં તુલસીનો છોડ લગાવો
દેવ દિવાળીના દિવસે તમે ઘરમાં તેમજ ઘરની આસપાસ તુલસીનો છોડ લગાવો. તુલસી ભગવાન વિષ્ણુને બહુ પ્રિય હોય છે. આ મહિનામાં તુલસી-શાલિગ્રામના વિવાહ પણ કરાવવામાં આવે છે, જે વિષ્ણુનું એક રૂપ છે. તો તમે પણ ભૂલ્યા વગર દેવ દિવાળીના દિવસે આ કામ કરો.
દેવ દિવાળીના દિવસે તમે ભગવાન વિષ્ણુની પ્રતિમા પર તુલસીના 11 પાનથી હાર બાંધો. આ ઉપાય કરવાથી જીવનમાં આવતી આર્થિક સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે અને સાથે ધનની પ્રાપ્તિ થાય છે.
તુલસી પર પીળા કપડા બાંધો
દેવ દિવાળીના દિવસે તમે તુલસીના છોડ પર પીળા રંગનું કપડુ બાંધો. આમ કરવાથી નોકરીમાં પ્રમોશન મળે છે અને સાથે ઘરમાં પડતી પૈસાની તકલીફ દૂર થાય છે.
દીપ દાનનું મહત્વ
દેવ દીવાળી પર ગંગા નદી અથવા પવિત્ર નદીમાં દીપ દાન કરવાનું અનેરું મહત્વ છે. એવી માન્યતા છે કે આ દિવસે ગંગા નદીના ઘાટ પર દીપ દાન કરવાથી દેવતાઓ સાથે દિવાળી મનાવવા સમાન હોય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર