Home /News /dharm-bhakti /Feng Shui: સુખ અને સમૃદ્ધિ લાવે છે ડ્રેગન માછલી અને ડોલ્ફિન, જાણો લાભ

Feng Shui: સુખ અને સમૃદ્ધિ લાવે છે ડ્રેગન માછલી અને ડોલ્ફિન, જાણો લાભ

ફેંગશૂઈ ટિપ્સ

Feng Shui Tips: ગોલ્ડન ડ્રેગન માછલી આર્થિક સમૃદ્ધિનું પ્રતીક છે, જ્યારે ડોલ્ફિન રમતિયાળતાનું પ્રતીક માનવામાં આવે છે. ડ્રેગન ફિશ અને ડોલ્ફિનને ઘરમાં રાખવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.

    વાસ્તુ શાસ્ત્રમાં આપણા જીવનનો મહત્વનો ભાગ છે. જો ઘરનું વાસ્તુ યોગ્ય નથી તો ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ફેંગશુઈમાં ઘણા ઉપાય જાણવવામાં આવ્યા છે. ફેંગશુઈમાં ડ્રેગન માછલી અને ડોલ્ફિનને તાકાત, મહાનતા અને શ્રેષ્ઠતાનું પ્રતીક માનવામાં આવ્યું છે, માટે ઘરે ગોલ્ડન માછલી અને ડોલ્ફિન રાખવું શુભ માનવામાં આવે છે. એનાથી ઘરની નેગેટિવ એનર્જી નષ્ટ થાય છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ બનેલી રહે છે. પંડિત ઇન્દ્રમણિ ઘનસ્યાલ જણાવે છે કે ફેંગશુઈ ડ્રેગન માછલી અને ડોલ્ફિનને નિયમ અનુસાર જ ઘરમાં રાખવું જોઈએ, ત્યારે જ એનો લાભ મળે છે. ચાલો જાણીએ ડ્રેગન માછલી અને ડોલ્ફિન સાથે જોડાયેલા નિયમો.

    ગોલ્ડન ડ્રેગન માછલી

    ફેંગશુઈમાં ગોલ્ડન ડ્રેગન માછલીનું મહત્વ જણાવવામાં આવ્યું છે. ગોલ્ડન ડ્રેગન ફિશ આર્થિક સમૃદ્ધિનું પ્રતીક છે, તેથી તેને ઘરમાં રાખવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે. ફેંગશુઈના નિયમો અનુસાર સોનાની ડ્રેગન માછલીને ઘરની પૂર્વ અથવા ઉત્તર પૂર્વ દિશામાં રાખવી જોઈએ. આના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જેના કારણે ઘરના લોકોમાં ઉત્સાહ રહે છે. ગોલ્ડ ડ્રેગન ફિશને દુકાન કે ઓફિસમાં પણ રાખી શકાય છે, તેનાથી બિઝનેસમાં વધારો થાય છે અને નોકરીમાં પ્રગતિ થાય છે. ફેંગશુઈ ડ્રેગન માછલી સુખ અને સમૃદ્ધિ લાવે છે.

    આ પણ વાંચો: Vastu Tips: ચુંબકની જેમ પૈસાને ખેંચી લાવશે આ છોડ, જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

    ડોલ્ફિન માછલી

    ગોલ્ડન ડ્રેગન માછલીની જેમ ડોલ્ફિન માછલીનું પણ ફેંગશુઈમાં ઘણું મહત્વ છે. ડોલ્ફિન માછલીને રમતિયાળતાનું પ્રતીક માનવામાં આવે છે, તેથી ડોલ્ફિન માછલી ઘરમાં રાખવાથી પરિવારના સભ્યોનું મન શાંત રહે છે. મન અને મગજ પર તેની સકારાત્મક અસર પડે છે, જેના કારણે કામ સારી રીતે થાય છે.



    ફેંગશુઈ ડોલ્ફિન માછલી ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રાખવી જોઈએ. જો કરિયરમાં તરક્કી મેળવવી હોય તો તમે તેને તમારા રૂમમાં રાખી શકો છો. બાળકોને અભ્યાસમાં વ્યસ્ત રાખવા માટે સ્ટડી રૂમમાં ડોલ્ફિન માછલી પણ રાખી શકાય છે. વ્યવસાય વધારવા માટે ઓફિસ કે દુકાનમાં ડોલ્ફિન માછલીને યોગ્ય દિશામાં રાખી શકાય છે.
    Published by:Damini Patel
    First published:

    Tags: Dharm Bhakti, Vastu shastra, Vastu tips

    विज्ञापन
    विज्ञापन